(પ્રેમ અને મિત્રતા ની વ્યાખ્યા ઘણી રીતે કહી શકાય છે. જીવન માં કોઈ ને પામવું જ પ્રેમ નથી હોતો...પ્રેમ હંમેશા મેં મારા મન માં રાખેલો હતો .એને પામવા ની ઈચ્છા ક્યારે થઇ જ નહિ...અને મિત્રતા માં મારુ સૌથી મોટું સમર્પણ મારો એ પ્રેમ જે મેં રાહુલ ને આપ્યો... જો કદાચ એની જાણ રાહુલ ને હોત તો એ ક્યારે નીરજા નો સ્વીકાર ના કરત...એટલે જ એ વાત ની જાણ મેં એને થવા નથી દીધી.)
(જેમ જેમ સમય ગયો એમ એમ અમે લોકો બધા ભેગા થયા મિત્રો બન્યા...નીરજા સાથે રાહુલ એ વાત કરી...પણ મેં આજ સુધી નીરજા સાથે વાત કરી ન હતી...મિત્ર છીએ એ રીતે અમે લોકો હળી મળી ને રહેતા...મોજ મસ્તી થી રહેતા... અમારું ગ્રુપ મોટું થઇ ગયું હતું. હવે થોડો સમય વીતતો ગયો ને અમારા લોકો ની મિત્રતા વધુ દૃઢ થઇ...જીવન જે ચાલી રહ્યું હતું એ સારું ચાલી રહ્યું હતું...અને પછી...)
રાહુલ : ધૈર્ય...હવે તને એવું નથી લાગતું કે...નીરજા અને મારુ થવું જોઈએ...મિત્રો તો બની ગયા છીએ...
ધૈર્ય : હા....તો હવે તું પણ વાત કરી જ શકે છે ને...તું એને ખુલી ને વાત કરી શકે એટલા માટે તો આપણે ભેગા થયા...
રાહુલ : એવું નથી...પણ પ્રેમ ની વાત કરતા બીક લાગે છે...તું મને કઈક સુજાવ આપ..કે શું કરું કે વાત આગળ વધે....
ધૈર્ય : એ જ કરવાનું છે જે તે પેહલા નીરજા સાથે કર્યું હતું...એની સાથે બેસી ને એના ઘર સુધી જવાનું અને પછી પાછું આવી જવાનું એને એહસાસ અપાવ કે તું એને પ્રેમ કરે છે.
રાહુલ : ના પડી દેશે તો....???
ધૈર્ય : પૂછ્યા વગર કેવી રીતે કોઈ ના પાડે...! બને એટલો નીરજા સાથે તું વધારે સમય કાઢ...ભલે વાત નહિ કરું તો ચાલશે.
(આ રીતે નીરજા અને રાહુલ બંને એક જૂથ થતા ગયા, જવા અને આવાનું બંને નું સાથે થઇ ગયું...હું રાહુલ ને સમજાવતો, અને રાહુલ નીરજા ને, આ રીતે ચાલતું થયું..શબ્દો મારા હતા પણ એ શબ્દો રાહુલ નીરજા ને કહેતો...આ બધું નયન જોઈ રહ્યો હતો...બસ એને જ ખબર હતી કે હું નીરજા ને પ્રેમ કરું છું...)
નયન : ભાઈ...તને કઈ દુઃખ નથી થતું..આ બધું જોઈ ને....???
ધૈર્ય : ના...ભાઈ મિત્ર નું જ થઇ રહ્યું છે...
નયન : હું જ તારા વિષે જાણું છું એટલે આ દર્દ હું સમજી શકું છુ... આ લોકો આજે સાથે બેઠા છે તો એ તારા લીધે જ છે...કાલે રાહુલ નીરજા ને પ્રેમ નો ઇજહાર કરશે અને મને જોઈ ને એમ લાગે છે નીરજા રાહુલ ને હા પણ પાડી દેશે...તો ત્યારબાદ તને કઈ દુઃખ નહિ થાય...??? શું કામ આ કાર્ય તું તારા માટે નથી કરી શકતો..રાહુલ પહેલા તો તું જ એને પ્રેમ કરતો હતો..અરે રાહુલ બીજી શોધી નાખશે એનો સાચો પ્રેમ થોડો છે તો તું એની માટે આટલી મોટી કુરબાની આપે છે...?
ધૈર્ય : ભાઈ...તું આ બધી વાતો અત્યારે ના કર...જે થવાનું લખ્યું છે એ થવાનું જ છે...અને હવે હું રાહુલ ને કયા મોઢે આ બધું કહીશ..?! ભલે એ મારા માટે નીરજા ને છોડી દેશે...પણ ક્યાંક અમારા બંને વચ્ચે તિરાડ પડશે...કે મેં એને આ વાત પહેલા કેમ ના કરી...?? બધું જાણવા છતાં પણ એની સાથે કેમ આમ કર્યું...?? તો મેહરબાની કર ભાઈ...તું આ વાત હવે મારા આગળ પણ ના લાવતો. મને ખબર છે...હું શું કરું છુ...મારુ જે થવું હોય એ થાય..અને હું ક્યાં નીરજા સાથે એટલો બધો જોડાયેલો છુ...તો મને દુઃખ થવાનું...!!
નયન : તો પણ ભાઈ...મને આ બધું ઠીક નથી લાગતું...!
ધૈર્ય : મિત્ર માટે છે મિત્ર માટે જ કરવાનું છે તારે હોય કે મારે...મિત્ર માટે પ્રેમ નું બલિદાન આપવું એ પણ એક સાચી મિત્રતા જ છે ને...!!!
નયન : પણ ભાઈ...??
ધૈર્ય : પણ વન કઈ નહિ આ બધું મૂક...મેં તને સમ આપ્યા છે કે તું હવે કોઈ પણ વાર આ વાત ના લાવતો...
નયન : ઠીક છે...!
(નીરજા ને હા પાડવાની તાલાવેલી રાહુલ માં વધતી ગયી...)
રાહુલ : ભાઈ...હવે એના મોઢા પર થી મને લાગે છે કે એ મને હા પડી જ દેશે...
ધૈર્ય : તો પછી કરી દો પ્રેમ નો ઇજહાર....
રાહુલ : પાછલી નીરજા સાથે જે થયું એ પર થી હવે મને બહુ જ ડર લાગી રહ્યો છે ભાઈ....
ધૈર્ય : ઇજહાર તો તારે જ કરવો પડશે ભાઈ...હું કઈ કરી નહિ શકું...
રાહુલ : સારું તું તારી રીતે પ્રયત્ન તો કર એના મન માં શું ચાલે છે...?
ધૈર્ય : ભાઈ મેં એની સાથે ક્યારે વાત જ નથી કરી...સાચું કહું.. સાથે બધા બેસીએ એ જ...એટલે એને મારો કોઈ અનુભવ જ નથી...એ મને એના મન ની વાત કરશે...
રાહુલ : અરે ભાઈ...તારા માટે ક્યાં કઈ મુશ્કેલ છે...તું જે છોકરી પર હાથ મૂકે એના મન માં થી વાત કઢાવી શકે છે. અને નીરજા શું છે તારી માટે...!
ધૈર્ય : હમ્મ....સારું ચાલ...આજે હું એની બાજુ માં બેસીસ અને એની સાથે વાત કરીશ અને પ્રયત્ન કરીશ કે એના મન માં શું ચાલે છે આમ પણ એનો અને મારા ઘર નો રસ્તો સરખો છે તો આજે નીરજા સાથે હું જઈશ..તારી માટે...!
રાહુલ : તારો ખુબ ખુભ આભાર...!
(મન ઘભરાયેલું હતું....ક્યારે પણ મને એવો ડર ન હતો લાગતો...રાહુલ માટે થઇ ને હું એની સાથે વાત કરવા જઈ રહ્યો હતો જેની ઝલક માત્ર જોવા હું પાગલ હતો...મેં ક્યારે એ ડર થી નીરજા સાથે વાત પણ ન હતી કરી... એ દિવસે એક મિત્ર તરીકે નીરજા ની બાજુ માં હું બેઠો....)
નીરજા : હેલ્લો.....ધૈર્ય આજે તું ??
ધૈર્ય : તમે મને ઓળખો છો...??
નીરજા : હા...રાહુલ નો મિત્ર રાઈટ....!
ધૈર્ય : હા.....!
નીરજા : તમે તો મારી જોડે વાત જ નથી કરતા...કેમ ગ્રુપ માં મારો સ્વભાવ નથી ગમતો કે શું...અચ્છા...હું ગુસ્સા વાળી છુ એટલે....હે ને....!
ધૈર્ય : ના...એવું કઈ જ નથી...પણ મને એમ હતું કે તમે શું વિચારસો...એટલે...!
નીરજા : તમારો અને મારો જવાનો રસ્તો એક જ છે...હું રોજ તમને આ બસ માં જોઉં છુ..કોલેજ ચાલુ થઇ ત્યાર થી...કોલેજ માં પણ બધા સાથે જ બેઠા હોઈએ છીએ..તો તમારો તો પેહલો હક છે મારી સાથે વાત કરવાનો...
(જીવ ઘભરાઈ રહ્યો હતો મારો ...અને એ દિલધડક મારી સાથે વાત કરી રહી હતી...)
ધૈર્ય : ક્યારે તમારી સાથે વાત ન હતી કરી એટલે...પણ હવે આજે કરી છે તો હવે તમારી સાથે વાત કરીશ...અને માફી માંગુ છુ કે અત્યાર સુધી મેં તમને અવગણ્યા...
નીરજા : અરે...એમાં શું માફી માંગો છો...મને તમારા વિષે બધું જ ખબર છે...રાહુલ વાત કરતો હોય છે...તમારા લોકો ની મિત્રતા સારી છે...
ધૈર્ય : તમે મને આટલું માન થી ના બોલાવો..! મને ડાયબિટીસ થઇ જશે...
(હસતા હસતા)
નીરજા : અરે...એમ કઈ ડાયબિટીસ થઇ જશે તમને...રો મારા ટિફિન માં તીખી પુરી છે તમે ખાઓ સુગર મેન્ટેન રહેશે...અને તમને ડાયબિટીસ નહિ થાય....
ધૈર્ય : તમારો ખુબ ખુબ આભાર...પણ તમે મારી સાથે નોર્મલી વાત કરી શકો છો...
નીરજા : અરે...જો તમે મને માન થી બોલાવશો તો હું પણ તમને માન થી જ બોલાવીશ...
ધૈર્ય : ના..હું તો તમને માન થી જ બોલાવીશ....
નીરજા : તો આપડે...પણ તમને માન થી જ બોલાવીશું...
ધૈર્ય : ટૂંક...માં મારુ ડાયબિટીસ ફાઇનલ એમને....!
નીરજા : અરે...ના ના શું કામ ટિફિન માં રોજ તીખું લાવું જ છુ હું.....!
(હસતા હસતા)
ધૈર્ય : તમારી સાથે વાત કરતા મને એવું નથી લાગતું, કે આપણે પેહલી વાર વાત કરી રહ્યા હોય...
નીરજા : મને પણ....તમારો ઔરા જ એવો છે...તમે નવા લાગતા જ નથી મને...
ધૈર્ય : અરે....(શરમાઈ ને)
નીરજા : અરે તમે તો શરમાવો પણ છો...!
ધૈર્ય : એવું નથી...તમે બોલો છો એવું એટલે...
નીરજા : કિસ્મત વાળા છો તમે...બાકી મારુ મગજ તો એટલું ગુસ્સા વાળું હોય છે ને કોઈ આજુ બાજુ ફરકે પણ નહિ...
ધૈર્ય : તમારો ખુબ ખુભ આભાર...ગુસ્સા ની જગ્યા એ મારા પર પ્રેમ વરસાવા માટે..
નીરજા : રાહુલ ના મિત્ર છો ને અને આજ થી મારા પણ એટલે બચી ગયા...તમે...
ધૈર્ય : આભાર તમારો...
નીરજા : બસ હવે...એટલો બધો પણ આભાર ના માણસો...નહિ તો તમારો ચેપ મને લાગશે...
ધૈર્ય : મારો ચેપ...???
નીરજા : ડાયબિટીસ નો...
(બંને હસી પડયા...)
(વાતો વાતો માં સમય નીકળી ગયો નીરજા સાથે મને વાત કરવા માં ...અમારા બંને નું સ્થાન આવી ગયું...અને અમે બંને ત્યાં થી છુટા પડયા...મારા મગજ પર થી નીકળી ગયું કે મારે રાહુલ ની વાત જાણવાની હતી...)
(બીજે દિવસે)
રાહુલ : બોલ ભાઈ કેવું રહ્યું કાલ નું...???
ધૈર્ય : અરે ભાઈ એક દિવસ માં અને પહેલી વાર માં જ એ મને થોડી એના મન ની વાત મને કરશે...
રાહુલ : હા...એ વાત સાચી તારી, પહેલી વાર માં તો નહિ કરે...
ધૈર્ય : એટલે...એની સાથે થોડી મિત્રતા કરી છે..આજ કાલ માં હવે પૂછી લઈશ....
રાહુલ : ઠીક છે...ભાઈ તારી પર વિશ્વાસ છે તું જે પણ કરીશ મારા ભલા માટે જ કરીશ...
ધૈર્ય : હા...ભાઈ....!!!!
(ભાગ - ૫ સમાપ્ત)