(પાછળ ના ભાગ માં આપણે જોયું કે ધૈર્ય એ નીરજા ને ભુલાવી ને રાહુલ સાથે એનું કરી આપવા માંગે છે. પણ શું ધૈર્ય નીરજા ને ભૂલી શકશે ખરી ???....., અમારા ફ્રેન્ડ સર્કલ ને કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ વાળા લેડીસ ફ્રેન્ડ સર્કલ સાથે જોડવું, જેથી કરી ને રાહુલ અને નીરજા બંને એક બીજા ના નજીક આવી શકે...એની માટે અમે લોકો એ નયન ની મિત્ર નિકિતા ની મુલાકાત કરી.)
નયન : નિકિતા આ ધૈર્ય છે...મારો સારો મિત્ર છે...
નિકિતા : ઓકે, કેમ છે ? ધૈર્ય...
ધૈર્ય : બસ હું મજા માં છુ..
નિકિતા : બોલ બોલ...નયન કહેતો હતો, તારે મારુ કઈક કામ છે.
ધૈર્ય : એક દમ સરળ કામ છે તારું...તમારું જે ૮ છોકરી ઓ નું ગ્રુપ છે એ ગ્રુપ માં અમે લોકો આવા માંગીએ છીએ ટૂંક માં કહું તો મિત્ર તરીકે આવા માંગીએ છે.
નિકિતા : પણ કેમ ??
ધૈર્ય : નીરજા સાથે ની વાત તને નયન એ કરી છે...તું સીધી રાહુલ સાથે ની વાત નીરજા ને કરીશ તો એ મને એમ લાગે છે કે એમાં પ્રેમ નહિ થાય...પેહલા મિત્રતા કરવી જરૂરી છે...અને પછી પ્રેમ થાય તો વાત જ અલગ હશે. ...
નયન : તો ભાઈ નિકિતા નીરજા સાથે વાત ના કરે...??
ધૈર્ય : ના...અને જે વાત કરી છે એ ભલે કરી પણ હવે કઈ જ વાત એ નીરજા સાથે ના કરે...મારુ એવું માનવું છે...કે...મિત્ર બની ને પ્રેમ કરવો યોગ્ય છે...તમે એક બીજા ને સારી રીતે ઓળખી શકો છો... અમે લોકો તારા ગ્રુપ ના મિત્ર બનવા માંગીએ છીએ....અને મિત્ર બની ને રાહુલ અને નીરજા પ્રેમ સબંધ માં જોડાશે તો એમાં પ્રેમ અને મિત્રતા બંને નું સમન્વય હશે.
નિકિતા : મારા મગજ માં હજુ કઈ બેસ્યું નથી કે મારે શું કરવાનું છે. ??!
નયન : મારા પણ....!
ધૈર્ય : બહુ મગજ ના ચલાવશો બંને લોકો...નિકિતા તું અમારી મિત્રતા તમારા ગ્રુપ સાથે કરાવી દે..ટૂંક માં કહું કે આવા જવાનું ઉઠવા બેસવાનું આપણે બધા નું જોડે જ થાય એવું કાંઈક...
નિકિતા : તું એમ કે છે આ કામ મારી માટે બહુ જ સરળ છે...આજ કામ મારી માટે સૌથી અઘરું છે. મારી જેટલી પણ મિત્ર છે એ બધી એટલી જલ્દી નહિ માને. બધી એન્ગ્રી બર્ડ્સ જેવી છે... મને જ ગ્રુપ માં થી બહાર કાઢી નાખશે...એ લોકો ને તો ભણી ને ઘરે ને ઘરે થી કોલેજ બીજું કઈ જ નથી હોતું...હું એકલી જ એવી છું જેના છોકરાઓ મિત્ર છે...એટલે મારા થી આ વસ્તુ નહિ થાય નયન...!
નયન : તો હવે શું કરીશું ભાઈ...બીજો કોઈ રસ્તો તારી જોડે...?
ધૈર્ય : હમ્મ....ચલ વાંધો નથી તારા ગ્રુપ માં કોઈ એવી છોકરી ખરી જે મારુ આ કામ કરી શકે...??
નિકિતા : હા...એક નહિ બે છે...હિરલ અને છાયા...એ બંને નો કોઈ કોલેજ માં છોકરો મિત્ર નથી, હિરલ નો એની સ્કૂલ સમય નો છોકરો છે જે એનો બોયફ્રેન્ડ છે અને છાયા નો એના સમાજ માં એક છોકરો છે જે એનો બોયફ્રેન્ડ છે..., ટૂંક માં કહું તો એ બંને માં થી એક તમારું કામ કરી શકે છે જો તું બંને માં થી એક ને એ વાત માટે માનવી લે તો..પણ મારુ નામ એમાં ક્યાંય ના લાવતા...પ્લીઝ.
ધૈર્ય : ઠીક છે...ચલ વાંધો નહિ તારો ખુબ ખુબ આભાર અમને આ માહિતી આપવા માટે.
નિકિતા : ઓકેય તો હું મારા લેક્ચર માં જાઉં છુ...પછી મળીએ.
નયન : હવે શું કરીશું...?? આ કામ તો હવે ધીમે ધીમે અઘરું થતું જાય છે...મારુ માન નિકિતા ને જ સીધી નીરજા સાથે વાત કરવા દે...આપણે આ બધા માં નથી પડવું લાંબુ કરી ને.
ધૈર્ય : નયન...આ ભૂલ મેં પહેલા પણ કરી હતી....રાહુલ ને નીરજા ને એકલા મોકલી દેતા હતા...હવે રાહુલ એ નીરજા સાથે શું વાત કરતો હતો...એ જ આપણે નથી જાણતા...ટૂંક માં કહું કે આપણી હાજરી માં આ બધું થશે તો ક્યારેક એવું લાગશે તો રાહુલ ને આપણે બહાર પણ કાઢી શકીશું આ બધા માં થી...અને જો કહી જ નહિ થાય તો સારા મિત્ર બની ને રહીશું.. પ્રેમ સરળતા થી નથી મળતો એને મેળવવા માટે પેહલા સારા મિત્ર બનવું જરૂરી હોય છે... ભાઈ.
નયન : ઘણો સમય નીકળી જશે પણ એમાં...
ધૈર્ય : ભલે ૨ જિંદગી ના સવાલ છે ભાઈ..રાહુલ મારો મિત્ર છે અને નીરજા મારો પ્રેમ. મારા થી વિષેશ આ સબંધ ને બીજું કોણ ઓળખી શકશે...?!
(રાહુલ અને હું)
ધૈર્ય : હું અને નયન નિકિતા ને મળી ને આવ્યા છીએ...
રાહુલ : હા તો શું કીધું નિકિતા એ...?
ધૈર્ય : મેં એને કીધું કે પહેલા અમારી મિત્રતા કરાવ પછી બધું આગળ અમે જોઈ લઈશું...
રાહુલ : તો હા પાડી...??
ધૈર્ય : ના...એના થી એ કામ નહિ થાય.
રાહુલ : તો પછી કેમના પ્રવેશ કરીશું આપણે એ ગ્રુપ માં...?
ધૈર્ય : વિચાર્યું છે... આજે આપણે બંને રાણીપ બાજુ જઈશું...!
રાહુલ : કેમ રાણીપ બાજુ ??
ધૈર્ય : પ્લાન એવો છે...કે હું તને જ કહું છું...આપણે થોડા દિવસ રાણીપ વાળી બસ માં જઈશું...એમાં ૨ છોકરી છે છાયા અને હિરલ બંને ની બસ માં જઈશું પછી ધીમે ધીમે એ બંને ને આપણે મિત્ર બનાવી દઇશુ...
રાહુલ : અરે ભાઈ તો ડાયરેક્ટ નીરજા ને જ મિત્ર બનાવીએ ને એ બંને ને શું કામ મિત્ર બનાવના છે...
ધૈર્ય : એ તને આગળ જતા બધું જ સમજાઈ જશે...તને મારા પર વિશ્વાસ છે ને ?
રાહુલ : હા....ભાઈ તારી પર તો જીવ થી પણ વધારે વિશ્વાસ છે. તું કે એમ જ થશે.
(પછી અમે લોકો એ હિરલ અને છાયા ની બસ માં જવાનું ચાલુ કર્યું અને છેલ્લી સીટ પર અમે લોકો બેઠા.. થોડા દિવસો થયા...અને છાયા અને હિરલ બંને ની આગળ ની સીટ પર અમે બેસવાનું ચાલુ કર્યું...હિરલ ની ટિકિટ ખોવાઈ ગયી હતી...અમે લોકો એ એના હાથ માં અમારી ટિકિટ આપી દીધી...જયારે ટીસી ચેક કરવા આવ્યો...ત્યારે.. અમે લોકો પાછળ ના રસ્તે થી નીચે બસ માં ઉતરી ગયા..)
(બીજા દિવસે)
હિરલ : કાલ મને બચાવા માટે તમારો ખુબ ખુબ આભાર...
ધૈર્ય : એ તો અમારી ફરજ છે.... તમે લોકો કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ માં જ છો...ને..?
હિરલ : હા.....! અને તમે ?
ધૈર્ય : તમારી બાજુ માં...!
હિરલ : હમ્મ....રાણીપ રહો છો તમે...??
ધૈર્ય : ના... સાચું કહું તો આ અમારી બસ જ નથી ઘરે જવાની...
છાયા : તો પછી આ બસ માં કેમ...??
ધૈર્ય : તમારી બંને જોડે મારે મિત્રતા કરવી હતી એટલે...!
છાયા : શું બોલે છે ભાન છે...??
ધૈર્ય : મિત્રતા જ કીધું મે બીજું કઈ નથી કીધું...
હિરલ : પણ કેમ અમે લોકો જ...અમે બંને રિલેશન માં છીએ..
ધૈર્ય : હા...મને ખબર છે...હું તમને મિત્ર બનાવા જ આવ્યો છુ...
હિરલ : હા તો આ તારી બાજુ માં બેઠો છે એનું સેટિંગ કરવું હશે હે ને...??
રાહુલ : ના...મારે નથી કરવું...!
ધૈર્ય : મારો બીજો કોઈ આશય નથી..તમે મારા મિત્ર બની જાઓ...
હિરલ : છાયા...માનવા માં કઈ આવતું નથી...અમે લોકો તમારા પર ભરોસો કેમ નો કરી શકીએ...?
ધૈર્ય : એટલે તો મિત્ર બનવાનું કહું છુ..તમારી જોડે લગ્ન પ્રસ્તાવ નથી મુકતો...!
(બંને હસી પડે છે)
છાયા : તમે લોકો અમને બંને ને જ કેમ મિત્ર બનાવા માંગો છો... તમારો કાંઈક તો સ્વાર્થ હશે ને...?
ધૈર્ય : એક જ સ્વાર્થ છે તમને લોકો ને આજીવન મિત્ર બનાવી રાખવા છે...પણ આ મારો મિત્ર છે રાહુલ એને નીરજા પસંદ છે...આને એની સાથે મિત્રતા કરવી છે પછી આગળ બધું એ બંને જોઈ લેશે...!
રાહુલ : હા...હું તમને વિનંતી કરું છુ...જો તમે બંને નીરજા સાથે મારી મિત્રતા કરાવી આપો...તમે મારી મિત્ર નહિ, તમે મારી બહેન જેવા છો...
છાયા : બહેન ??
રાહુલ : હા...કેમ કે નીરજા મને પસંદ છે...
(અને રાહુલ એ બધી વાત હિરલ અને છાયા ને કરી...કે કેવી રીતે પેહલા ની નીરજા સાથે એવું બન્યું અને પછી એને આ નીરજા પસંદ આવી...)
હિરલ : તો વાત એમ છે...ભાઈ રાહુલ આ તારી બંને બેહનો તારું અને નીરજા નું કરાવી ને જ જંપશે...તે અમને બહેન કીધી છે...તો ભાઈ નું કામ તો અમારે કરવું જ રહ્યું...
ધૈર્ય : તમારો બંને નો ખુબ ખુબ આભાર...
છાયા : અમે ચાહતા તો તમને ના પાડી શકતા હતા...પણ તમારા મન માં કોઈ પણ રીત નું પાપ નથી.. અને માણસ તમે બંને અમને સારા લાગ્યા...આજ થી આપણે મિત્ર...અને રાહુલ અમારો ભાઈ.
રાહુલ : આભાર બેહનો...તમારો...!
હિરલ : નીરજા નો સ્વાભવ અને એનો ગુસ્સો બહુ જ અલગ છે...એને છોકરા માં મિત્ર બનાવા નથી ગમતા...એટલે જે પણ કરવું પડશે સમજી વિચારી ને કરવું પડશે..
ધૈર્ય : હમ્મ....વાંધો નહિ.. તમે બંને અત્યારે તમારી રીતે પ્રયત્ન કરો પછી વિચારીશું આગળ શું કરવું...
છાયા : હા...ઓકે.
(અમારો એક પડાવ પાર થઇ ગયો...હિરલ અને છાયા ને અમે મિત્ર બનાવી દીધી...હવે એ બંને નીરજા ને કેવી રીતે મનાવશે એ જોવાનું રહ્યું...)
(ભાગ - ૪ સમાપ્ત)