Prem ane Mitrata - 1 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ અને મિત્રતા - ભાગ 1

Featured Books
Categories
Share

પ્રેમ અને મિત્રતા - ભાગ 1

(કોલેજ નું જીવન...સારા એવો મિત્રો તથા ઘણી બધી યાદો આપી જાય છે. ...એક મિત્ર એવો હોય છે જેની સાથે લાગણી તથા વફાદારી નો સબંધ બની જાય છે.
હું (ધૈર્ય) અને મારો મિત્ર રાહુલ અમે બંને એક બીજા ના પાક્કા મિત્રો હોઈએ છીએ...હા વર્ગ માં બીજા બધા અમે એક મિત્રો ની જેમ સાથે ફરતા, ભણતા અને કોલેજ નું જીવન સાથે માણતા...પણ સુખ દુઃખ ની વાત આવે તો હું અને રાહુલ બંને એક બીજા સાથે એ વાત શેર કરતા હતા...અમારી ત્રણ વર્ષ ની કોલેજ હતી અને અમારા ૬ મહિના થઇ ગયા હતા. અમારી ક્લાસ માં જ એક નીરજા કરી ને છોકરી હતી...એની સાથે અમારા બધા નું સારું એવું બોન્ડિંગ હતું...રાહુલ ને એની સાથે પ્રેમ થઇ ગયો હતો.)


(રાહુલ અને હું બંને જણા આ વિષે ચર્ચા કરી રહ્યા હતા...)

રાહુલ : આપણા ક્લાસ ની નીરજા તને કેવી લાગે છે..?


ધૈર્ય : સારી છોકરી છે...આપણા ગ્રુપ માં હળી મળી ને રહે છે..પણ તું કેમ આ રીતે મને પૂછે છે.?


રાહુલ : એટલા માટે પૂછું છું...કે મને એના થી પ્રેમ થઇ ગયો હોય એવું લાગે છે...


ધૈર્ય : (હસતા હસતા)....એવો મજાક ના કરીશ ભાઈ તું...


રાહુલ : મજાક નથી ભાઈ નીરજા ને જોઉં છું મારા હાથ પગ ઢીલા પડી જાય છે...


ધૈર્ય : પ્રેમ જ છે ને ભાઈ બીજું તો કઈ નથી ને....!


રાહુલ : અરે પ્રેમ જ છે...એ હા પાડે તો મારે એનો સ્પર્શ પણ નથી કરવો, જ્યાં સુધી એ મને કે નહિ...


ધૈર્ય : ચાલ માની લઉં છુ કે તને એના સાથે પ્રેમ છે. પણ એ આપડી મિત્ર છે...કદાચ તારી વાત આગળ ચલાવીશું તો આપણી જોડે મિત્રતા ના છોડી દે...કેમ કે પ્રેમ નો સ્વાદ ચાખવા માં ક્યાંક મિત્રતા ના છૂટી જાય..!


રાહુલ : એટલે તો તને કહું છુ કે તું મને કોઈ એવો સરસ રસ્તો બતાવ જે થી હું એને કીધા વગર જ એહસાસ કરાવી શકું કે હું એને પ્રેમ કરું છુ.


ધૈર્ય : આજ નો દિવસ વિચારવા દે....કાલે સવારે આ વિષે ચર્ચા કરીએ....


રાહુલ : કાલે મસ્ત પ્લાન વિચાર એને હા પડાવવાનો....!

(રાત્રે ૧૨ વાગ્યે રાહુલ નો ફોન આવે છે.)

રાહુલ : ભાઈ કઈ વિચાર્યું...??


ધૈર્ય : અરે ભાઈ કાલે સવાર સુધી નો તો સમય આપ..સવારે જે હશે એ જોઈ લઈશું.


રાહુલ : સવાર ની રાહ નથી જોવાતી ભાઈ...તું કે એટલે મને નીંદર આવે.


ધૈર્ય : ભાઈ...તને નીંદર ના આવતી હોય તો જાગ...પણ નક્કી તો સવારે કોલેજ કંપાઉન્ડ માં જ થશે.


રાહુલ : સારું...કઈ પણ આઈડિયા આવે અને તને મને કહેવાની ઈચ્છા થાય તો કે જે હું જાગું જ છુ.


ધૈર્ય : તો પણ સવારે જ ચર્ચા કરીશ..!

(બીજા દિવસે સવારે ઘરે થી નીકળતા જ રાહુલ ના ફોન આવી ગયા...પણ મેં એને રાહ જોવાની કીધી.)


(હું અને રાહુલ)

રાહુલ : બોલ ભાઈ....શું વિચાર્યું તે...??


ધૈર્ય : મને કઈ સુજતુ જ નથી ભાઈ.


રાહુલ : ઓહ્હ ભાઈ આખી રાત ઊંગ્યો નથી હું... તો તે કઈ વિચાર્યું જ નથી..?


ધૈર્ય : વિચાર્યું છે...પણ...!


રાહુલ : શું પણ..!


ધૈર્ય : એક કામ થાય એમ છે... નીરજા જોડે આપણે બધા સાથે બેસીએ છીએ એના કરતા તું અને નીરજા સાથે રહો...ટૂંક માં કહું તો એની સામે તારો ચેહરો વધારે આવો જોઈએ...તો એ અમારા બધા કરતા વધારે તારી જોડે બંધાય અને સાથે રહેશો તો એને એ તો ખબર પડશે જ કે તું એને પ્રેમ કરે છે અને એને પણ ધીરે ધીરે થઇ જ જશે.


રાહુલ : વાહહહ....સરસ રસ્તો કાઢ્યો છે...પણ એને ખબર પડી જશે કે હું એકલો જ એની સાથે રાહુ છુ, તમે લોકો નથી, એ તો તરત જ કહેશે કે પેલા લોકો કેમ નથી આવતા તો...??


ધૈર્ય : હમ્મ...૧૦૦% પૂછશે જ એ..., તો પછી બીજું એક કામ થાય એમ છે કે...કોલેજ માં ભલે બધા જોડે રહીએ..આપણે ઘરે જતા બસ માં જઈએ છીએ...તો એ બસ માં તું એની સાથે એકલો જાય...ચાલુ બસ માં એ છટકી પણ નહિ શકે અને મંજિલ ના આવે ત્યાં સુધી તારી સાથે રહેશે.


રાહુલ : સરસ ભાઈ...શું દિમાગ છે તારું..ક્યાં થી લાવે છે આ બધું.


ધૈર્ય : ધૈર્ય રાખું છું એટલે....


રાહુલ : હા ભાઈ હવે હું એ ધૈર્ય રાખીશ રાત્રે તને ફોન કરી ને હેરાન નહિ કરું..


ધૈર્ય : (હસતા હસતા) કરજે ને ભાઈ તારી માટે ક્યાં એવું રાખ્યું જ છે...તારા માટે તો જીવ પણ હાજર છે.

(મિશન બીજે દિવસ થી શરુ થઇ ગયું હતું....અમે લોકો બસ માં જવાનું ટાળતા જેથી રાહુલ જ નીરજા જોડે જઈ શકે... આ રીતે ૨ થી ૩ દિવસ ચાલ્યું... રાહુલ અને નીરજા વધારે જ નજીક થયા... નીરજા ને મનો મન હતું કે રાહુલ એને પ્રેમ કરે છે.. અને રાહુલ ને પણ એ વાત નો વિશ્વાસ આવી ગયો હતો..બસ હવે એક બીજા ના મોઢે થી કહેવાની જ વાર હતી.)


બીજે દિવસે...


રાહુલ : ભાઈ...હવે મને એમ લાગે છે કે મારુ અને નીરજા નું થઇ જ જશે..પણ એક જ ડર છે મને...!


ધૈર્ય : શેનો ડર છે. ???


રાહુલ: એ જ કે હું એને મારા મન ની વાત કેવી રીતે કરું...?? એનો મને જરાક રસ્તો બતાવ...એ કેવી રીતે કહું...??


ધૈર્ય : કઈ નહિ...એક સરસ મજા ની વીંટી લઇ જા...અને કહી દે કે હું તને પ્રેમ કરું છુ.


રાહુલ : ગુસ્સે થશે તો...?


ધૈર્ય : એ જો ગુસ્સે થવાની હોત તો એ પેહલા જ થઇ ગયી હોત એને પણ તારી સાથે પ્રેમ થયો છે, એટલે તો એ આટલા દિવસ થી તારી જોડે આવે છે અને એ પણ કોઈ સવાલ કર્યા વગર...!


રાહુલ : તો પણ એને નહિ થાય કે હું તો એનો મિત્ર છું..!


ધૈર્ય : હા...પણ તારે 'હું તને પ્રેમ કરું છુ' એ કહેવું જ પડશે, નહિ તો એને મન માં એમ થશે કે...આ આગળ કઈ કરતો જ નથી ...તો પછી એને તારી જોડે કંટાળો આવી જશે અને એ પછી બીજો કોઈક શોધી લેશે...એટલે તારે આ એક હિમ્મત તો કરવી જ પડશે.


રાહુલ : એવું એમ...તો બોલ ક્યારે ? 


ધૈર્ય : આજે વીંટી લઇ લઈએ સારી જગ્યા એ થી અને કાલે કહી દે....!


રાહુલ : ભાઈ મન બહુ જ ઘભરાય છે...


ધૈર્ય : મન ઘભરાવું સ્વાભાવિક છે પણ હા કે ના નો જવાબ લેવો મહત્વ નો છે..તારા મન ની શાંતિ માટે...ના કે તારા મન ની ખુશી માટે..


રાહુલ : હા ભાઈ સાચી વાત..!

(અમે લોકો એ સારી જગ્યા થી એક વીંટી લીધી અને બીજે દિવસ ની સવાર પડતા જ અમારા બધા ના મન માં એક જ સવાલ હતો નીરજા એ રાહુલ ને હા પડશે કે કેમ ??? )

રાહુલ મારી પાસે આવે છે....


રાહુલ : ભાઈ મારુ મન બહુ જ ઘભરાય છે આજે એની જોડે એકલો જવા માં મને બહુ જ બીક લાગે છે..


ધૈર્ય : સારું એક કામ કરીએ હું અને ગૌરવ બંને તારી જ બસ માં છેલ્લે બેસીશું, તારી સામે નહિ આવીએ તારું પતી જાય એટલે..આપણે ભેગા થઈશુ...!


રાહુલ : હા તો એવું કરીએ...

(રાહુલ અને નીરજા બંને બસ માં બેઠા પાછળ અમે લોકો બેસી ગયા...)


રાહુલ અને નીરજા...


નીરજા : આપણે લાલદરવાજા જઈએ છીએ તો એક કામ છે મારુ...તો તું મારી સાથે આવીશ ? 


રાહુલ : હા કેમ નહિ ! આવીશ ને શું કામ છે તારે..?


નીરજા : મારે અમુક વસ્તુ મારી માટે લેવી છે ત્યાં સસ્તી મળે છે..તો તું મને એ પસંદ કરવા માટે મદદ કરીશ ? 


રાહુલ : હા....! કેમ નહિ.....!

(હું અને ગૌરવ બંને બસ માં થી ઉતર્યા પણ એ પહેલા રાહુલ અને નીરજા ઉતરી ગયા હતા...અમે લોકો બસ સ્ટેન્ડ પર રાહુલ ના આવાની રાહ જોતા હતા...કે હમણાં એ સારા સમાચાર સાથે આવશે....કલાક જેવો સમય થઇ ગયો અને એ ચાલતો ચાલતો આવી રહ્યો હતો...એનો ચેહરો બસ જમીન ને જોઈ રહ્યો હતો...અમે બંને એના ચેહરા ની મુસ્કાન ને શોધી રહ્યા હતા...હવે મન માં સવાલો ના ભંડાર ભરાઈ રહ્યા હતા........)

ભાગ ૦૧ સમાપ્ત.