(બીજા ડીપાર્ટમેન્ટ ની નીરજા સાથે મારો પ્રેમ..એક દમ સાઇલેન્ટ હતો...એ પ્રેમ હું ૧૦ માં ધોરણ માં ભણતો ત્યાર નો છે...કિસ્મત મને એની સાથે આ કોલેજ સુધી લઇ ને આવી હતી...મને એના થી એટલો ડર હતો કે હું એને મારા પ્રેમ નો ઇજહાર જ નથી કરી શક્યો...મેં એને હંમેશા ગુસ્સા માં જ જોઈ છે..મેં ક્યાંક વાંચ્યું છે કે જે ગુસ્સો કરે છે પ્રેમ પણ એ વધારે જ કરે છે..મારુ નામ ધૈર્ય છે એટલે જ કદાચ મારા નામ પ્રમાણે મારા માં એટલું ધૈર્ય છે કે આજ સુધી મેં એને બસ જોઈ જ છે...હા એની સામે મારો ચેહરો ઘણી વખત આવ્યો છે..પણ એને ક્યારે લાગવા નથી દીધું કે હું એને પ્રેમ કરું છુ...અમારા ડીપાર્ટમેન્ટ માં રાહુલ જે નીરજા ને પ્રેમ કરે છે એના થી આ નીરજા બિલકુલ અલગ જ હતી...)
(વર્તમાન ની વાત કરું તો રાહુલ ને નીરજા ના પ્રેમ જાળ માં થી બહાર લાવવા...મેં નયન સાથે મુલાકાત કરી...)
(નયન અને હું )
ધૈર્ય : રાહુલ સાથે જે થયું એતો તને ખબર જ છે...!
નયન: હા...એ મેં સાંભળ્યું...બહુ જ ખોટું થયું એની સાથે...એક સમય પર એને ના પાડી હોત તો કઈ વાંધો ન હતો...
ધૈર્ય : હવે એને એના પ્રેમ જાળ માં થી બહાર આપણે જ લાવો પડશે...
નયન : તો ભાઈ હું એમાં તારી શું મદદ કરી શકું...?
ધૈર્ય : તારે કઈ જ કરવાની જરૂર નથી...આપડા બીજા ડીપાર્ટમેન્ટ માં તારા ઘણા ફ્રેન્ડ્સ છે...તો કોઈ એક સાથે આપણે રાહુલ નું કરાવી દઈએ...તો...!
નયન : પણ...ભાઈ એક ને મૂકી ને બીજા સાથે કરાવીએ એ પણ એવી નીકળી કે એને ના પાડી...તો શું કામ આપણે એને વારે ઘડીયે એક જ ખાડા માં પાડીએ.
ધૈર્ય : તારી વાત વિચારવા જેવી છે..આમ તો એ ભણવા માં ધ્યાન આપે એટલું સારું છે...
નયન : એ જ તો કહું છુ...ભાઈ મને આ બધા નો બહુ જ અનુભવ છે...કોઈ સાચો પ્રેમ નથી કરતુ આ દુનિયા માં...
ધૈર્ય : એવું નથી ભાઈ પ્રેમ કરવા વાળા તો નિભાવી જાય છે.
નયન : હા હોય છે એકાદ...હજારો માં...
ધૈર્ય : તો તારા મત પ્રમાણે શું કરાય ???
નયન : મારા મત પ્રમાણે તો એક જ વસ્તુ કરાય...એને એના હાલ પર હમણાં મૂકી દેવાય..આપને મિત્રો જે રીતે એન્જોય કરીએ છીએ...એ રીતે કરાય. તો એ ભૂલી જશે..બધું..!
ધૈર્ય : ઠીક છે...હા તો આપણે એવું રાખીએ...
(અમે લોકો પ્રેમ નો રસ્તો છોડી ને એક પાક્કા મિત્રો તરીકે કોલેજ જીવન જીવતા...ભણવાનું, કેન્ટીન...અને પોતાની મસ્તી માં રેવાનું...ઘણા દિવસો થઇ ગયા..ત્યારબાદ હું નીરજા ને જોવા માટે એની બસ માં બેઠો અને ઘરે જવા નીકળ્યો, મારો અને નીરજા નો ઘરે જવાનો રસ્તો એક જ હતો...એટલે રોજ એ જતા અને આવતા બંને વખતે મને જોવા મળતી...એને સવારે જોઉં અને સાંજે જોઉં મારો દિવસ સુધરી જતો..મને બીજી કોઈ આશા ન હતી..બસ એને જોઈ લઉ એજ મારો સ્વાર્થ. જયારે પણ એ મને જોવા ના મળતી...મારો દિવસ જ ના જતો.)
(નયન એની ફ્રેન્ડ નિકિતા સાથે જેને રાહુલ ની બધી જ વાત કરી નાખી હતી.)
નિકિતા : અમારા ડીપાર્ટમેન્ટ માં પણ એક નીરજા છે...જો તું કહેતો હોય તો વાત ચલાવું...??
નયન : ના...યાર રહેવા દે નથી કરવું એવું...
નિકિતા : સાચું હું કરાવી આપીશ એને...નીરજા નામ ની જ છોકરી રાહુલ ને મળશે...!
નયન : વિચારી ને કહું...!
(મારા દાદા દેવલોક પામેલા હતા...હું કોલેજ આવી શકું એમ ન હતો...નયન નો મારા પર ફોન આવે છે.)
નયન : ભાઈ...મારી જે મિત્ર છે એ રાહુલ નું એક છોકરી સાથે મેળાપ કરવા તૈયાર છે...તો શું કરવું છે..??
ધૈર્ય : હા...કરાવી દે..હું થોડો અહીંયા વ્યસ્ત છુ, મારા દાદા ની વિધિ ને એ બધા માં..તો તું તારી રીતે બધું હેન્ડલ કરી લઈશ...?
નયન : સારું....હું કરાવું છુ...
(નયન એ નિકિતા ને કહી દીધું કે તું તારી રીતે રાહુલ ની વાત કરી શકે છે...ત્યારબાદ...નયન અને રાહુલ બંને સાથે રહેતા અને નિકિતા નીરજા ની સાથે રહેતી..)
(નીરજા અને નિકિતા)
નિકિતા : એક વાત કેવી હતી નીરજા...!
નીરજા : હા બોલ ને બકા.
નિકિતા : આપણા બાજુ ના ડીપાર્ટમેન્ટ માં રાહુલ કરી ને એક છોકરો છે જે તને પસંદ કરે છે...એનો એક મિત્ર છે નયન, એ મારો મિત્ર છે એને મને કીધું કે તું વાત કર...તો શું તું એની સાથે મિત્રતા કરીશ..?
નીરજા : નથી કરવું નિકિતા મારે...કોઈ મને પસંદ કરે છે તો સામે થી આવે, મારી પાસે ને મને વાત કરે...
નિકિતા : પણ તારો ગુસ્સો બૌ જ છે મને જ બીક લાગતી હતી તને કહેતા.
નીરજા : એવું નથી...હું ખાલી ખાલી ક્યારે ગુસ્સો નથી કરતી...પણ મારે આ બધા માં નથી પડવું...મને મારી આ જિંદગી બહુ જ ગમે છે....
નિકિતા : વાંધો નહિ તું...મારી વાત પર વિચાર કરજે હું તને અત્યારે કોઈ દબાણ નથી કરતી.
નીરજા : સારું...
(રાહુલ ને નયન બંને બસ સ્ટેન્ડ પર જવા નીકળ્યા...અને નિકિતા અને નીરજા પણ એ સમય એ ત્યાં પહુંચ્યા...)
નયન : પેલી છોકરી છે ને નિકિતા ની બાજુ માં એ તને કેવી લાગે છે..??
રાહુલ : શું ભાઈ...તું એ કોઈ ને પણ બતાઈ ને પૂછે છે કેવી લાગે છે...?? મારા વિવાહ કરવા માટે નો કોન્ટ્રાક્ટ લીધો છે તે ?
નયન : હા લીધો છે ને ધૈર્ય પાસે થી...!
રાહુલ : એટલે....???
નયન : તું પેલી નીરજા માં થી બહાર નથી આવી શકતો એટલે મને ધૈર્ય એ કીધેલું હતું...કે તારો પ્રેમ શિફ્ટ કરી આપું...સામે જે પેલી છોકરી છે, તને ખબર છે એનું નામ શું છે ??? નીરજા.
રાહુલ : શું ?? નીરજા ?
નયન : હા..એનું નામ પણ નીરજા જ છે....
રાહુલ : બરોબર છે...પણ આ એ જેવી નીરજા તો નથી ને...??
નયન : આ એ નીરજા છે એને તારા પ્રેમ ના લાયક તું બનાય...પ્રેમ શોધવો પડે છે...અને સાચો પ્રેમ એને જ કહેવાય જે બંને તરફ થી એક જ લાગણી હોય અને એક બીજા ની ચિંતા હોય. જેને એક બીજા વગર બંને બાજુ થી ના ચાલે... શું તું નથી ચાહતો કે એ પ્રેમ તને આ નીરજા તરફ થી મળે.
રાહુલ : ચાહું તો છુ ભાઈ એવું...!
નયન : તો બસ મેં મારી ફ્રેન્ડ ને વાત કરી છે એ...તારી મિત્રતા પેહલા એની સાથે કરાવી આપશે.
રાહુલ: સારું....હું ધૈર્ય સાથે પણ એક વાર વાત કરી લઈશ તો મારા મન ને શાંતિ મળી જશે...
નયન : વાંધો નહિ...
(રાહુલ મને સાંજે ફોન કરે છે)
રાહુલ : બોલ ભાઈ બધું શાંતિ થી પતિ ગયું છે ? તારા દાદા નું ?
ધૈર્ય : હા ભાઈ...બસ કાલ થી હું કોલેજ આવી જઈશ.
રાહુલ : મને નયન એ છોકરી બતાવી છે....
ધૈર્ય : વાહ...તો તું તૈયાર છે ને બીજી વાર ?
રાહુલ : હા...એને મને સમજાવ્યો.
ધૈર્ય : કઈ વાંધો નહિ...બોલ શું નામ છે એ છોકરી નું...
રાહુલ : નામ તો તું ઓળખે છે..બસ છોકરી ને નથી ઓળખતો તું...
ધૈર્ય : અચ્છા...નામ ઓળખું છું. એટલે ?
રાહુલ : એનું નામ પણ નીરજા જ છે...જે કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ માં છે.
ધૈર્ય : (અચંબિત થઇ ને) શું નીરજા ?? તું સાચું કે છે...એનું નામ નીરજા જ છે.
રાહુલ : હા ભાઈ એનું નામ પણ નીરજા જ છે.
ધૈર્ય : હું કાલે વાત કરું તારી જોડે...અત્યારે મારે થોડું કામ છે.
(મારુ મગજ કામ કરતું બંધ થઇ ગયું....મેં નયન ને ફોન કર્યો...)
ધૈર્ય : તે કઈ છોકરી રાહુલ માટે પસંદ કરી છે ?
નયન : નીરજા કરી ને છોકરી છે એ કેમ ?
ધૈર્ય : (ગુસ્સા માં) તને બીજું કોઈ ના મળ્યું ભાઈ...એ છોકરી ને ના બતાવીશ તું !
નયન : ભાઈ હવે મેં એને મારી રીતે સમજાઈ ને એની માટે રેડી કર્યો છે..નિકિતા એ એની સાથે રાહુલ ની વાત પણ કરી લીધી છે.
ધૈર્ય : તો જવાબ આવ્યો ?
નયન : ના હજી એને હા નથી પાડી...પણ કાન માં વાત નાખી દીધી છે...
ધૈર્ય : અરે ભાઈ પેહલા મને પૂછવું તો હતું...
નયન : પણ શું કામ ?? થયું છે શું ?
(મેં ત્યારબાદ મારી અને નીરજા ની સંપૂર્ણ વાત નયન ને કરી...)
નયન : અરે ભાઈ...તારે મને આ વસ્તુ પેહલા કહેવાય ને...હવે રાહુલ ને ના પાડી દઉં છુ કે તું એની પાછળ ના પડીશ એને ધૈર્ય પ્રેમ કરે છે.
ધૈર્ય : હાલ કઈ જ ના વાત કર મને આજ નો દિવસ વિચારવા માટે નો સમય આપ.
(મને એ રાત્રે નીંદર જ ના આવી..વિચારો કર્યા પછી હું એ પરિણામ પર પહુચ્યો જે મારી માટે ઘણું મુશ્કેલ હતું...હું મારા પ્રેમ ને ભૂલી જઈશ અને નીરજા માટે રાહુલ ની પસંદગી કરું, મારા મિત્ર ની ખુશી મારી માટે વધારે છે...મેં નયન ને સવારે ફોન કર્યો.)
ધૈર્ય : કાલે મેં તને રાત્રે જે પણ કીધું એ તું ભૂલી જા.
નયન : કેમ ?
ધૈર્ય : નીરજા નું રાહુલ સાથે જ થવું જોઈએ...
નયન : પણ તું એને પ્રેમ કરે છે...!
ધૈર્ય : હા તો નીરજા મને ક્યાં પ્રેમ કરે છે...હું એક તરફી પ્રેમ કરું છુ. અને હું એને ભૂલી જઈશ..તું મારી ચિંતા છોડ અને રાહુલ અને નીરજા એક થાય એવું કરી નાખ. અને મેં તને જે પણ કીધું એ પથ્થર ની લકીર ની જેમ તારા મન માં રાખ જે કોઈ ને પણ આ વાત કહેતો નહિ...તને જે પણ વ્હાલું હોય તને એની કસમ છે.
નયન : અરે ભાઈ પણ કેમ તું આટલી કુરબાની આપે છે...??
ધૈર્ય : એક મિત્ર માટે મારા પ્રેમ ની કુરબાની આપવા હું તૈયાર છુ.
નયન : સલામ તારી મિત્રતા ને...ક્યારે કોઈ મિત્ર માટે આવું નથી વિચારતું...
ધૈર્ય : તો આજ થી તું મારી સાથે રહેજે...હું તને જેમ કહું એ રીતે કરજે...નીરજા ને હું સારી રીતે ઓળખું છુ...એ વાત કરી ને જ હા નહિ પાડે...બહુ ગુસ્સા વાળી છે એટલે..
નયન : હા ભાઈ...
ભાગ : ૩ સમાપ્ત.