(નયન, નિકિતા, નીરજા અને પ્રેક્ષા....)
નીરજા : હવે હું શું કરું...અમે બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ એને નથી ખબર કે હું પણ એને પ્રેમ કરું છુ...
નયન : એટલે જ કહું છુ...હવે તું એને કહી દે...જે સાચી હકીકત છે...એ કોઈક ને કોઈક રસ્તો કાઢશે જ...
નીરજા : હા...હું હમણાં જ જાઉં છુ એની પાસે....
પ્રેક્ષા : હું આવું તારી સાથે...??
નયન : પ્રેક્ષા એને એકલી જ જવા દે...તું જા નીરજા...!
(નીરજા એ ધૈર્ય ને શોધતી શોધતી એના ડીપાર્ટમેન્ટ બાજુ જાય છે...)
નિકિતા : પ્રેક્ષા ને કેમ ના મોકલી એની સાથે ??
નયન : એ બંને ખુલી ને વાત કરી શકે એટલા માટે....મન માં કોઈ સંકોચ ના રહે એક બીજા ને કહી તો શકે...એટલે.
(નીરજા ધૈર્ય ના ક્લાસ માં પહુંચે છે...ધૈર્ય અને રાહુલ બંને સાથે બેઠા હોય છે.. રાહુલ ને સાથે જોઈ ને નીરજા એના મન ના બધા સવાલો ને ગળી જાય છે...ધૈર્ય અને રાહુલ નીરજા ને આ રીતે જોઈ ને થોડા ચકિત થઇ જાય છે.)
રાહુલ : અરે...નીરજા તું અહીંયા...અચાનક...???
નીરજા : હા...!!
ધૈર્ય : (જીણા સ્મિત સાથે) તમે આ બાજુ આમ દોડતા આવ્યા હોવ એવું લાગે છે...થોડી વાર બેસો અને શ્વાસ લઇ લો.
નીરજા : (પ્રેમ ભરી નજરો થી ધૈર્ય ને નિહારી ને) અરે ના મારો કોઈ લેક્ચર ન હતો...અને મારી બધી ફ્રેન્ડ્સ લેબ માં છે...તો મેં વિચાર્યું લાવ તમારા ક્લાસ બાજુ આંટો મારતી આવું...તમને બંને ને કોઈ પ્રોબ્લેમ તો નથી ને ???
રાહુલ : અરે હોય કઈ... તું રોજ ક્યાં આવે છે ?? અમારા ક્લાસ બાજુ...ઉલ્ટા ના અમે લોકો તમારી બાજુ આવીએ છીએ...તું તો આજે અમારા માટે મહેમાન છે.
નીરજા : અરે...રાહુલ શું મહેમાન...હું કઈ મહેમાન નથી...મિત્રો માં એવું ના હોય.
ધૈર્ય : સાચી વાત કીધી તમે...આ રીતે તમે આવતા રહો તો અમને પણ ગમે... શું કહેવું રાહુલ...
રાહુલ : હા...સાચી વાત ભાઈ...!!
નીરજા : અરે...સાચ્ચે તો હવે હું રોજ આવીશ બસ...!
રાહુલ : હમ્મ...વાંધો નહિ તો હું તારી રાહ જોઇશ...એટલે કે અમે તારી રાહ જોઈશું...
નીરજા : કેમ તમારે આજે લેક્ચર નથી..???
ધૈર્ય : ના અમારી લેબ છે પણ અમે બંને નથી ગયા... બાકી બધા ગયા છે...
નીરજા : કેમ...??? ભણવા નથી આવ્યા તમે ??
ધૈર્ય : ના....ભણવા તો આવ્યા છીએ...પણ આજે મૂડ નથી...
નીરજા : ઓહ્હ મૂડ...(અરે યાર આ રાહુલ સાથે છે ને હું ધૈર્ય સાથે કેવી રીતે વાત કરું...હે ભગવાન મને લાગે છે ઘરે જતા જ બસ માં વાત કરવી પડશે.)
(સરળ વાતચીત ૩ એ વચ્ચે ચાલતી રહી...ઘરે જવાનો સમય આવ્યો....અને નીરજા બસ સ્ટેન્ડ પર ધૈર્ય ની રાહ જોઈ ને ઉભી હતી...ઘણો સમય થયો ધૈર્ય આવ્યો નહિ...તો નીરજા એ ધૈર્ય ને ફોન કર્યો....)
નીરજા : અરે હું અહીંયા બસ સ્ટેન્ડ પર ઉભી છું....તમે આવ્યા નહિ હજુ ???
ધૈર્ય : તમે નીકળી જાઓ...મારે હજુ કલાક જેવું તો થશે જ...
નીરજા : (હતાશા સાથે) અરે પણ કેમ શું થયું...?
ધૈર્ય : અરે....પ્રોફેસર સાથે છું...કાલે પ્રેક્ટિકલ એકઝામ છે તો મશીન ચેક કરીએ છીએ...તો મારે એ પતાવ્યા વગર નહિ નીકળાય. રાહુલ ત્યાં જ આવે છે આજે તમે એની સાથે જતા રહો...
નીરજા : ઓકે...ઠીક છે...
(નીરજા ને મારી સાથે વાત કરવી છે પણ મારી અને નીરજા ની એકાંત મુલાકાત નથી થઇ રહી...રાહુલ ત્યાં પહુંચે છે...બંને બસ માં બેસે છે...નીરજા ને રાહુલ સાથે હવે થોડું અજીબ લાગવા લાગ્યું...જ્યાર થી એને ખબર પડી છે કે ધૈર્ય પણ એને પ્રેમ કરે છે તો રાહુલ સાથે એને થોડું અજીબ લાગી રહ્યું હતું.. કેમ કે હવે એને એક જ વ્યક્તિ મન માં દેખાઈ રહ્યો હતો અને એ હું હતો. રાહુલ એ વિચારી કર્યો હતો કે આજે એ નીરજા ને એના મન ની વાત કહી દેશે.)
રાહુલ : ઘણો સમય થયો આપણે સાથે બસ માં બેઠે...
નીરજા : હા...કેમ કે રોજ તો ધૈર્ય મારી સાથે બેઠા હોય છે..
રાહુલ : હમ્મ...મારે એક વાત તને પુછવી હતી...
નીરજા : હા કે...ને...!
રાહુલ : તું બધા સાથે તું કરી ને વાત કરે છે અને ધૈર્ય ને આટલું માન આપે છે...એનું ખાસ કારણ ??
નીરજા : એવું કોઈ ખાસ કારણ તો નથી...પણ એ પહેલા થી મને માન થી બોલાવે છે તો એ મને ગમે છે....તો હું પણ એને સામે માન આપું છું.
રાહુલ : તો હું...પણ તને માન થી બોલાવીશ...
નીરજા : અરે ના રાહુલ...તું મને તું કહી ને જ વાત કર તું મને માન થી બોલાઇશ તો મને થોડું ઓડ લાગશે..
રાહુલ : કેમ પણ...
નીરજા : એમ જ...બસ...હવે સવાલ ના કરીશ કે કેમ....
રાહુલ : ઓકે ઠીક છે...
નીરજા : હમ્મ....કાલે તો પ્રેકટીકલ પરીક્ષા એમને તમારે લોકો ને...
રાહુલ : હા....ધૈર્ય એટલે જ ત્યાં રોકાયો છે...એને કીધું...તું જઈ આવ...
(થોડા કલાકો પેહલા)
(જયારે નીરજા, ધૈર્ય અને રાહુલ ને મળી ને એના ક્લાસ થી નીકળે છે ત્યારે...)
(રાહુલ : અરે ભાઈ...હું નીરજા ને જોઉં છું...તો મને કઈ જ નથી ગમતું...એને મારા મન ની વાત કરવી તો પડશે...
ધૈર્ય : હમ્મ...તો તું એના મન ની વાત એને કરી જ નાખ...
રાહુલ : પણ મને ડર લાગે છે..
ધૈર્ય : મેં તને પહેલા જ કીધું કે ભાઈ પોતાના મન ને એટલું ડરપોક ના બનાવ કે એ તારા પર ભારે પડે...તું આજે એની સાથે બસ માં જા અને આજે જે પણ છે એ વાત કરી લે...
રાહુલ : હા...આજે તો મારે એને વાત કરવી જ પડશે...
ધૈર્ય : એનો મારી પર ફોન આવશે હું એને કોઈ પણ બહાનું બનાવી ને કહી દઈશ કે હું નથી આવતો રાહુલ આવે છે...
રાહુલ : હા ભાઈ...
ધૈર્ય : બેસ્ટ ઓફ લક...)
(વર્તમાન માં)
નીરજા : કાલ માટે બેસ્ટ ઓફ લક...
રાહુલ : ઓહ...થેન્ક યુ...(નીરજા ને મારા મન ની વાત કેવી રીતે કરું ??? કેવી રીતે મારા પ્રેમ નો ઇજહાર કરું...મને કઈ સમજાતું નથી...પણ શરૂઆત તો કરવી જ પડશે. આજે નહિ તો પછી ક્યારે નહિ...)
રાહુલ : મારે તને એક વાત કરવી છે..!!!
નીરજા : હા....બોલ ને...
રાહુલ : એ વાત મારા મન ની છે તો જે પણ તારો જવાબ હોય એ શાંતિ થી આપજે ગુસ્સે થયા વગર ...
નીરજા : (હે ભગવાન મને લાગે છે રાહુલ મને પ્રેમ નો ઇજહાર કરશે....) હા બોલ...!!!
રાહુલ : તું મને પસંદ છે... અને હું તને પ્રેમ કરવા લાગ્યો છુ...શું હું તને પસંદ છુ ???
નીરજા : શું......? (હે ભગવાન જેનો ડર હતો એ જ થયું યાર આ મારે ધૈર્ય ને વાત કરવાની હતી તો આને મને કરી દીધી ફસાઈ ગયી શું કરું હું હવે...)
રાહુલ : હા....હું તને સાચે પ્રેમ કરું છુ...ઘણા સમય થી કહેવું હતું પણ કહી ન હતો શકતો... વિચારતો હતો કે તું શું વિચારીશ મારા માટે.... પણ આજે મારે તને આ વાત કરવી જરૂરી હતી..તો કહી દીધી...તો તારો શું જવાબ છે...???
નીરજા : રાહુલ...પણ મેં ક્યારે પણ તને એ રીતે નથી જોયો...એક મિત્ર ની નજર થી જોયો છે...તો હું તને શું જવાબ આપું...??
રાહુલ : જે પણ હોય...તું મને કહે...મારી કોઈ વાત ના ગમે...મારા માં એવી શું ખામી છે જે સુધારું તો હું એ બધું કરવા તૈયાર છું...પણ તું મારા માટે થઇ ને વિચાર...
નીરજા : હાલ...તો મને કઈ જ નથી સમજાતું પણ હા...તારા માં કોઈ જ ખામી નથી...પણ મને મન થી વિચારવા માટે થોડો સમય જોઈએ છે....
રાહુલ : કઈ વાંધો નહિ....તું સમય લઇ લે...
નીરજા : વાંધો નહિ...હું મારો જે પણ જવાબ હશે એ તને સામે થી કહીશ ત્યાં સુધી મને આ વિષે પૂછતો નહિ....
(રાહુલ અને નીરજા છુટા પડ્યા)
(રાહુલ એ તરત જ ધૈર્ય ને ફોન કર્યો)
રાહુલ : ભાઈ....મેં એને મારા પ્રેમ નો ઇજહાર કરી દીધો...
ધૈર્ય : સરસ....તો શું કીધું ??
રાહુલ : એટલે એ મારા પર ગુસ્સે ના થઇ અને એમ કીધું કે મને વિચારવાનો સમય જોઈએ છે...
ધૈર્ય : સરસ ચાલ...તો તારા મન નો ભાર હલકો થયો હશે...
રાહુલ : હા...બહુ જ મોટો ભાર હલકો થઇ ગયો...એને મારા મન ની વાત કર્યા પછી...
ધૈર્ય : સરસ કાલે...બેસી ને ચર્ચા કરીશું બીજી...
રાહુલ : હા ભાઈ...
(નીરજા એ નયન ને ફોન કર્યો...)
નીરજા : અરે યાર...આ મારી સાથે શું થાય છે...???
નયન : કેમ શું થયું ?
નીરજા : આ રાહુલ મારી સાથે બસ માં આવી ગયો અને એને મને પ્રોપોઝ કર્યો છે...
નયન : શું ??? એ પણ આજે જ...???
નીરજા : હા...એ જ તો એને પણ આજે જ પ્રોપોઝ કરવાનું સુજ્યું...
નયન : તે શું કીધું પછી...
નીરજા : મેં એને કીધું મને વિચારવાનો સમય આપ..
નયન : હા બરોબર કર્યું....
નીરજા : તો હવે....શું કરીશું...???
નયન : કઈ નહિ...હવે તો રાહુલ એ આ વાત ધૈર્ય ને પણ કરી દીધી હશે...
નીરજા : એ જ તો...હું એને ના પણ ના પાડી શકું કેમ કે પછી ધૈર્ય મારી સાથે વાત ના કરે...
નયન : હા સાચી વાત....!!!
નીરજા : હવે હું શું કરું નયન ???
નયન : હવે તું અત્યારે કઈ જ ના કર...કાલે હું એ બંને સાથે રહીશ...હવે એ લોકો શું વિચારે છે પછી આપણે શું કરવું એ નિર્ણય લઈએ...
નીરજા : યાર...આજે ક્યાં હું રાહુલ સાથે બેઠી...
નયન : થઇ જશે બધું સારું...તે ક્યાં રાહુલ ને હા પાડી છે...
નીરજા : હા પણ મારે જવાબ પણ આપવાનો છે વિચારી ને...
નયન : વાંધો નહિ ત્યાં સુધી કંઈક રસ્તો શોધી લઈશું...
નીરજા : હમ્મ....સારું ચાલ બાય...
ભાગ - ૯ સમાપ્ત.