Prem ane Mitrata - 6 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ અને મિત્રતા - ભાગ 6

Featured Books
Categories
Share

પ્રેમ અને મિત્રતા - ભાગ 6

(મિત્ર માટે પ્રેમ ને બલિદાન આપવા વાળો હું...શું હું ખરેખર એ બલિદાન આપી શકીશ...?? નીરજા સાથે વાત કર્યા પછી અને એની સાથે સમય કાઢ્યા પછી હું પોતાની જાત ને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો..કે એ મારો પ્રેમ નથી મારા મિત્ર નો પ્રેમ છે...૨ થી ૩ દિવસ સુધી હું નીરજા સાથે આવતો અને જતો.... પણ રાહુલ માટે ની જ વાત ના કરી શક્યો..કેમ કે મને એના થી પ્રેમ હતો. નીરજા ની બેસ્ટ ફ્રેન્ડ પ્રેક્ષા, જેમ હું રાહુલ નો મિત્ર હતો..એ બધી જ વાત પ્રેક્ષા ને કરતી હતી..)


(થોડા દિવસ પછી રાહુલ એ પ્રેક્ષા સાથે વાત કરી...)


રાહુલ : હેલો પ્રેક્ષા....તું મારી ફ્રેન્ડ છે અને નીરજા ની પાક્કી ફ્રેન્ડ છે...તો મારી એક મદદ કરીશ..??


પ્રેક્ષા : બોલ ને ...હું તારી શું મદદ કરી શકું...??


રાહુલ : ઘણા સમય થી હું પ્રેમ નો ઇજહાર નીરજા ને કરવા માંગુ છું. પણ નીરજા ના મન માં શું છે, એ મને નથી ખબર પડતી..જો તું એના મન ની વાત જાણી ને મને કહે તો મને ખબર પડે એને ઇજહાર કરવાની...


પ્રેક્ષા : હા પણ એતો તું એને સામે જ કહી શકે છે...તારી વાત તો એ સાંભળશે જ ને...!!


રાહુલ : મને ખબર છે એ મારી વાત સાંભળશે.. પણ...મને મન માં એક ડર છે જો કદાચ એ મને પસંદ નહિ કરતી હોય, અને એ છે ગુસ્સા વાળી, અને જો હું એને પ્રેમ નો ઇજહાર કરું અને એ મારી જોડે મિત્રતા પણ તોડી ને જતી રહેશે.., તો એ યોગ્ય નથી...


પ્રેક્ષા : હા...એ વાત તો છે એ છે ગુસ્સા વાળી....તો હું તારી શું મદદ કરી શકું રાહુલ...??


રાહુલ : તારે મારી એટલી જ મદદ કરવાની છે...કે તું એની પાક્કી ફ્રેન્ડ છે જો તું તારી રીતે એને પૂછે તો એ શું કે છે એ તું મને કહે તો હું એને પ્રેમ નો ઇજહાર કરી દઉં...


પ્રેક્ષા : પણ હું જ કેમ...?


રાહુલ : વાત એમ છે કે મેં ધૈર્ય ને પણ એને વાત કરવાની કહી છે...પણ એને પણ એ જ ડર છે, તો જો તું વાત કરવાની હોય તો હું ધૈર્ય ને ના પાડી દઉં કે તું હમણાં કઈ જ ના કર...કેમ કે મિત્રતા ધૈર્ય ની તૂટે તો મારી સાથે પણ તૂટી જ જશે...


પ્રેક્ષા : હા...એ વાત તો છે...સારું ચલ મારી રીતે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છુ...


રાહુલ : તારો ખુબ ખુભ આભાર...!!

(રાહુલ એ મને વાત કરી કે એને પ્રેક્ષા સાથે આ વાત કરી છે. મારા મન નો બોજ હલકો થયો કેમ કે હું નીરજા સામે રાહુલ ની વાત કરી શકું એ હાલત માં ન હતો...)

(પ્રેક્ષા અને નીરજા બંને વાત કરી રહ્યા હતા...)


પ્રેક્ષા : ઘણો સમય થઇ ગયો આપણે બંને એકલા બેઠે...


નીરજા : હા...સાચી વાત છે...પહેલા સારું હતું આપણે બંને એક બીજા ને સમય આપતા...તો પણ શું થયું મારી પાક્કી ફ્રેન્ડ તો તું જ રહીશ ને...


પ્રેક્ષા : હા...તારી બેસ્ટ ફ્રેન્ડ તો હું જ છુ...!!


નીરજા : તો પછી...!


પ્રેક્ષા : મારે તને એક વાત પુછવી હતી...???


નીરજા : તારી વાત હું પછી સાંભળીશ પહેલા તું મારી વાત સાંભળ.


પ્રેક્ષા : હા...કેમ નહિ, પહેલા તું કે બસ...!


નીરજા : પણ તું મને પ્રોમિસ કર કે આ વાત તું કોઈ ને નહિ કે...


પ્રેક્ષા : પ્રોમિસ હું કોઈ ને કહી જ નહિ કહું...બોલ શું વાત છે...??


નીરજા : વાત એમ છે કે...મને એક છોકરો ગમે છે...


પ્રેક્ષા : (હાશ સારું થયું મારા કહ્યા પહેલા જ આ રાહુલ ની વાત કરશે)....સરસ...લો કોણ છે એ ખુશ નસીબ...??


નીરજા : તું એને ઓળખે પણ છે...


પ્રેક્ષા : અચ્છા...એમ..!


નીરજા : એની સાથે રહુ છુ...તો મારુ મન એના માં જ લાગી જાય છે...એને મારુ મન જીત્યું છે...


પ્રેક્ષા : બસ બસ મેડમ હવે એટલું પણ સસ્પેન્સ ના વધારે મને કહી દે ને એ કોણ છે...??? જેને તારું મન જીત્યું છે ???


નીરજા : એનું નામ છે.....


પ્રેક્ષા : હા.....એનું નામ ?


નીરજા : ધૈર્ય....!!!!!!!


(પ્રેક્ષા ની આંખો પહોળી થઇ ગયી...)


પ્રેક્ષા : (આશ્ચર્ય સાથે) કોણ ધૈર્ય ???


નીરજા : હા.....ધૈર્ય....બહુ જ ઓછા સમય માં એને મારુ દિલ જીત્યું છે....


પ્રેક્ષા : એટલે એને તને પ્રેમ નો ઇજહાર કર્યો...???


નીરજા : અરે ના...નથી કર્યો એ જ ને...પણ એની વાતો...એની સાથે રહેવું મને એક અલગ જ ફીલિંગ આપે છે...ટૂંક માં કહું તો એની સાથે મને ગમી ગયું છે....બસ.


પ્રેક્ષા : નીરજા ....આ પ્રેમ કેમનો હોય હજુ તો તારે એની સાથે થોડા દિવસ જ થયા છે...


નીરજા : તું કેમ આટલી ચિંતા માં આવી ગયી છે...તું મારી સારી મિત્ર છે એટલે મેં આ વાત કોઈ ને નથી કરી ખાલી તને જ કરી છે...


પ્રેક્ષા : કોઈ ને કરતી પણ નહિ હમણાં....નીરજા..!!


નીરજા : તને આટલો પરસેવો કેમ વળે છે...??


પ્રેક્ષા : અરે કઈ નહિ...તને પેહલી વાર કોઈ છોકરો ગમ્યો એટલે...અંદર થી એ વાત જાણવાની તાલાવેલી હતી અને જાણી લીધી એટલે બાકી બીજું કઈ જ નથી..


નીરજા : અચ્છા....બસ હવે મને ધૈર્ય સામે થી પ્રેમ નો ઇજહાર કરે અને હું એને હા પડી દઉં પછી હું બધા ને મારા મોઢે થી કહીશ કે હું ધૈર્ય ને પ્રેમ કરું છુ...


પ્રેક્ષા : તને લાગે છે ધૈર્ય તને પ્રેમ નો ઇજહાર કરશે...?? શું તને લાગે છે કે ધૈર્ય તને પ્રેમ કરશે...??


નીરજા : અરે...હા એ નહિ કરે તો હું એને પ્રેમ નો ઇજહાર કરી દઈશ...બસ ત્યારે એ મને હા પાડે...


પ્રેક્ષા : હા...પણ હમણાં ના કરતી....થોડો સમય આપ એને અને મેહરબાની કરી ને આ વાત તું કોઈ ને ના કરતી...


નીરજા : હા અને તું પણ ના કરતી...પછી ધૈર્ય અને હું બંને એક થઇ જઈશું તો હું જ બધા ને માઈક લઇ ને કહી દઈશ કે અમે બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ...


પ્રેક્ષા : ખરી છે તું નીરજા...ચલ નીરજા હું જાઉં મારે ઘણું કામ છે....

નીરજા : અરે પણ તું પણ મને કોઈ વાત કરવા આવી હતી...એ તો કહી ને જા...

પ્રેક્ષા : તારી વાત આગળ એ વાત નું કોઈ મહત્વ નથી...અત્યારે મને જવા દે મને એક કામ યાદ આવ્યું છે..એ વાત તો હું તને ગમે ત્યારે કહીશ...એ વાત નું કોઈ મહત્વ નથી અત્યારે એટલે...

નીરજા : સારું..ઠીક છે.

(પ્રેક્ષા ના હાથ પગ ઢીલા પડી ગયા રાહુલ ની વાત કરવા જઈ રહી હતી,  નીરજા એ એને જ આશ્ચર્ય માં નાખી દીધી...હવે એ ના રાહુલ ને વાત કરી શકે છે ના ધૈર્ય ને....એને કઈ જ નતુ સમજાતું કે હવે એ કરે તો કરે શું...?? રાહુલ ની સામે જશે તો એને શું જવાબ આપશે...??)

(હવે નીરજા પણ ધૈર્ય ને પ્રેમ કરવા લાગી હતી પણ ધૈર્ય ને કહી શકે એમ ન હતી...અને ધૈર્ય તો નીરજા ને ચાહી ને પણ કહી શકે એમ ન હતો કેમ કે એને નીરજા અને રાહુલ બંને એક થાય એવી પ્રતિજ્ઞા લીધી છે...એ એના પ્રેમ નું બલિદાન આપશે...બધો જ ગોટાળો ચાલી રહ્યો હતો...)

(સંપૂર્ણ હકીકત કોઈ જાણતું ન હતું...)


(નયન અને નિકિતા ને એમ હતું કે ધૈર્ય એ નીરજા ને પ્રેમ કરે છે...પણ ધૈર્ય એનું બલિદાન રાહુલ માટે આપી દેશે...)


(રાહુલ એ બધી વાત થી અજાણ એને નીરજા ને પ્રેમ નો ઇજહાર કરવો છે...)


(નીરજા ને એમ હતું કે ધૈર્ય એને પ્રેમ નો ઇજહાર કરે અને જો એ ના કરે તો નીરજા ધૈર્ય ને પ્રેમ નો પ્રસ્તાવ મુકશે...)


(પ્રેક્ષા ને ખબર હતી કે ધૈર્ય નીરજા ને પ્રેમ નથી કરતો પણ રાહુલ એને પ્રેમ કરે છે પણ નીરજા ધૈર્ય ને પ્રેમ કરે છે...)


(કિસ્મત ને શું મંજુર છે અને આગળ શું થવાનું છે એ કોઈ ને કઈ જ ખબર ન હતી...)

 

(પ્રેક્ષા અને રાહુલ બંને...રાહુલ ફરી એને પૂછે છે...)


રાહુલ : મેં તને પેલી વાત કરી હતી પછી એની કોઈ ચર્ચા નીરજા સાથે થઇ તારે ??


પ્રેક્ષા : ના....હા....!!


રાહુલ : હા કે ના...??


પ્રેક્ષા : અરે એમાં એવું છે...કે હજુ મારે એની સાથે સરખી વાત જ નથી થઇ...


રાહુલ : પ્રેક્ષા...કેમ તું આમ ચિંતા માં હોય એમ લાગે છે...??


પ્રેક્ષા : કોણ હું ??? ના તો...!!!


રાહુલ : જે પણ હોય એ તું મને સાચું કહી શકે છે....મને દુઃખ નહિ થાય...


પ્રેક્ષા : (અરે તને કેવી રીતે કહું એને એક સમય એ ના પાડી હોત તો તને કહી પણ દેત પણ એને તો એવી વાત કરી છે કે હું તને કહી પણ નથી શકતી) અરે એવું કઈ જ નથી...રાહુલ...મને થોડા દિવસ નો સમય આપ...હું મારી રીતે એને વાત કરીશ...


રાહુલ : સારું...વાંધો નહિ...તું સમય લઇ લે...પણ જે પણ હોય તું મને સાચે સાચું કહીશ...


પ્રેક્ષા : હા...કેમ નહિ...જેવી વાત થાય એવી હું તને પહેલા કહીશ...

(પ્રેક્ષા એક દમ ચિંતા માં હતી...એને વિચાર કર્યો કે આ વાત એને કોઈક ને તો કરવી જ પડશે...એ પોતાની જાતે કોઈ જ નિર્ણય લઇ શકે તેમ ન હતી...પણ નીરજા એ એને પ્રોમિસ કર્યું છે કે આ વાત એ કોઈ ને ના કહે...તો એ જે પણ નિર્ણય છે એ એને જાતે જ લેવાનો હતો...હવે પ્રેક્ષા શું નિર્ણય લેશે એ હવે જોવાનું રહ્યું...)

ભાગ : ૦૬ સમાપ્ત.