Abhinetri - 11 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 11

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 11

અભિનેત્રી 11*
  
       બરાબર દોઢ વાગે પોતાના રોજના ટાઈમે બ્રિજેશ ડ્યુટી ઉપર પોંહચી ગયો.
પણ ગઈ કાલના ઉજાગરાને કારણે તેની આંખોં લાલ ઘુમ થઈ ગઈ હતી.ઉંઘ પુરી ન થવાના લીધે નૈનોની પાંપણ એને ભારે ભારે લાગી રહી હતી.
  જયસૂર્યા બ્રિજેશની શકલ જોઈને જ સમજી ગયો કે આજે સાહેબને ઉજાગરો થયો લાગે છે એણે પૂછી જ લીધુ 
 "શુ વાત છે સર?રાત્રે ઉંઘ થઈ નથી લાગતી?"
"હા જયસૂર્યા ભાઈ.તમારુ અનુમાન સાચુ છે."
"તો તમારા માટે તમારી સ્પેશ્યલ કૉફી લઈ આવુ?"
 "તમે તો અંતરયામી છો.યાર મારા મનની વાત જાણી લીધી તમેતો."
 "પાંચ મિનિટમા આવ્યો."
કહીને જયસૂર્યા કૉફી લેવા રવાના થયો.
અને બ્રિજેશ ગઈ રાતે થયેલા સુંવાળા ઉજાગરાને વાગોળવા લાગ્યો            
          ........... ફોનની રીંગ વાગતા સ્ક્રીન પર શર્મિલાનું નામ દેખાયુ.અને શર્મિલાનુ નામ દેખાતા જ એનુ હૈયુ છાતીમાં કૂદાકૂદ કરવા લાગ્યુ.
    ફોન કલેક્ટ કરીને એણે મોબાઈલ કાન પર લગાવ્યો.એના મુખેથી માંડ માંડ શબ્દ નિકળ્યો.
 "હેલ્લો..."
જવાબમા સામેથી કોયલના ટહુકા જેવો.કાનમા જાણે અમૃતનો અહેસાસ કરાવતો શર્મિલાનો મધુર સ્વર સંભળાયો.
 "હેલ્લો...ઑફિસર."
 "જી..જી."
બ્રિજેશ થોથવાયો.
 "હજી સુતા નથી?"
શર્મિલાના પ્રશ્નથી બ્રિજેશનુ હૃદય વઘુ જોર શોરથી ધડકવા લાગ્યુ.પણ પોતાના સ્વરને કંટ્રોલ કરતા એ બોલ્યો.
"તમારા ફેસબુક પર તમારી ક્લિપ અને ફોટા ઓ જોતો હતો.અને ત્યાથી તમારી બર્થ ડેટ મળી તો તમને વિશ કર્યુ."
"થેંકયુ.અગેઇન ઑફિસર.સો સોરી...સોરી. ઑફિસર નહી બ્રિજેશ.બરાબર?પણ શુ આમ દૂરથી જ વિશ કરશો?"
 ઓહ્!આતો ઓપન આમંત્રણ હતુ શર્મિલા તરફથી.અને એ ના સમજી શકે એટલો નાદાન કે નાનો બ્રિજેશ હતો પણ નહી.ઘડી ભર તો એને થયુ કે એનુ હ્રદય પાંસળા તોડીને બાહર નિકળી જશે.એક ઉંડો શ્વાસ છાતીમાં ભરતા. એણે નિશ્ચય કરી લીધો.અને કહ્યુ.
 "તમારુ એડ્રેસ સેન્ડ કરો તો તમારી સમક્ષ આવીને વિશ કરુ."
 "ઓકે.હુ તારી રાહ જોવ છુ બ્રિજેશ."
શર્મિલા તમે પરથી હવે તુંકારે આવી ગઈ.અને આ બ્રિજેશે પણ નોટીસ કર્યું.અને એ ઔર રોમાંચિત થયો.  
    મ્હાડા પોતાના ઘરેથી બ્રિજેશ બાઈક લઈને નીકળ્યો.અને સાત બંગલાJ/Pરોડ પર આવેલા સુપર ફ્લોરલ બ્યુટિક પાસે આવીને ઉભો રહ્યો.
     રાતના દોઢ વાગવા આવ્યો હતો.બ્યુટિક તો બંધ હતુ.છતા બ્રિજેશે સાઈન બોર્ડ પર લખેલો નંબર ડાયલ કર્યો.ઉંઘરેટી ભર્યો અને કંટાળા જનક સ્વર સંભળાયો બ્રિજેશ ને.
 "કોન હે ઈતની રાત કો?"
  "પુલીસ."
સપાટ સ્વરમા બ્રિજેશ બોલ્યો અને આ શબ્દની બરાબર અસર થઈ.
 "ક્યા...ક્યા..હુવા સર?"
 દુકાનમાં જ સૂતેલો દશરથ ગભરાઈ જતા બોલ્યો.
 "દરવાજા ખોલ કામ હે અર્જન્ટ."
બ્રિજેશે રુઆબદાર અવાજે કહ્યું.
 દશરથે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર બ્યુટિકનું બારણું ઉઘાડ્યું.એ બ્રિજેશને ઓળખતો હતો. થોડોક નશામા હતો છતા એણે ડાબે હાથે સલામ કરી.
 "ક્યા.ક્યા.હુવા સાહેબ."
 "એક અચ્છા સા બુકે દે"
ચેહરા પર સ્મિત ફરકાવતા બ્રિજેશ બોલ્યો.
 "હેં..બુકે ચાહીયે સાબ?આપને તો મુજે ડરા હી દીયા થા."
ચેનનો શ્વાસ લેતા દશરથ બોલ્યો.અને ગુલાબો થી ભરપુર એક બુકે એણે બ્રિજેશને આપ્યો. બુકેનુ પેમેન્ટ આપીને બ્રિજેશે હાથમા પકડેલા મોબાઈલમા શર્મિલાએ મોકલેલું સરનામુ વાંચ્યુ. 
  સંભવ રેસીડેન્સી.
   ગ્રાઉન્ડ ફ્લોર. 
    બ્લોક નં=4.
બ્રિજેશે ફરી એકવાર મોટર સાયકલને કીક મારી અને બે જ મિનિટમાં શર્મિલાના ડોર પર પોહચ્યો.અને બેલ વગાડી.શર્મિલા એની જ રાહ જોઈ રહી હતી.તરત એણે બારણું ઉઘાડ્યું.અને મારકણા સ્મિત સાથે આવકાર આપ્યો.
 "વેલકમ.બ્રિજેશ.આપનું સ્વાગત છે."
 પારદર્શક ગાઉન માથી દેખાતા શર્મિલા ના ગોરા અને માદક અંગોને જોઈને બ્રિજેશ જાણે મંત્ર મુગ્ધ થઈ ગયો.
     એ શર્મિલા માટે લાવેલો બૂકે પણ શર્મિલા ને આપતા ભુલી ગયો.અને હેપ્પી બર્થડે કહેવાનુ પણ ભુલી ગયો.તરસી નજરે એ શર્મિલાની સુડોળ કાયાને તાકી રહ્યો ત્યારે શર્મિલાએ શબ્દોથી એને ઢંઢોળ્યો 
 "આ બુકે શાયદ મારા માટે છે?"
 શર્મિલાના પ્રશ્ને બ્રીજેશની મંત્ર મુગ્ધતાને તોડી પોતાના આ વર્તનથી એ ભોંઠો પડ્યો.
"યેસ.યેસ.અફકોર્સ આ તમારા માટે જ છે"
 "તમારા નહી તારા કહે બ્રિજેશ."
 શર્મિલા નશીલા સ્વરે બોલી.અને એના શબ્દો સાંભળીને બ્રિજેશની શ્વાસોની રફતાર ઓર વધી ગઈ.એના અવાજમા ધ્રુજારી ઉત્પન્ન થઈ.બુકે શર્મિલા તરફ લંબાવતા એ બોલ્યો.
 "હેપ્પી બર્થડે.શર્મી.."
 *લા* અક્ષર જાણે એના ગળા માજ અટકી ગયો.
 "થૅન્ક યુ બ્રિજેશ.મે ધાર્યું ન હતું કે તુ અત્યારે આવીશ."
શર્મિલાના શબ્દે શબ્દે નશો ટપકી રહ્યો હતો. અને બ્રિજેશ પણ જાણે એ નશામા તણાવા લાગ્યો.
 "તુ સામે ચાલીને બોલાવે તો કોની મજાલ છે કે ખુદ ને રોકી શકે?"
 શર્મિલાએ બુકે એક ટેબલ પર મુક્યુ.અને પોતાના શરીર પરથી ગાઉનને નીચે સરકાવતા બબડી.
 "તો પછી હવે શેનુ મુરત જોવાનુ છે?"
 શર્મિલાની અર્ધનગ્ન કાયા બ્રિજેશની સામે હતી.અને હવે પોતાના આવેગોને રોકવા બ્રિજેશ માટે પણ મુશ્કેલ હતા.એણે પોતાના હોંઠ શર્મિલાના હોંઠ પર ચાંપી દીધા.,.......
 "લ્યો સર કૉફી."
જયસૂર્યાના હાથે કોફીના કપને ટેબલ પર મુકાતાની સાથે જ ગઈ રાતે ગુજરેલી શર્મિલા સાથેની એ નાજૂક પળો હવામાં કપૂરની જેમ ઓગળી ગઈ.

  (શર્મિલા સાથેનો આ શરુ થયેલો પ્રેમ બ્રિજેશ ને ક્યા લઈ જશે?શુ અંજામ થશે બ્રિજેશનો?)