અભિનેત્રી 10*
ડોર બેલ વાગતા જ ઉર્મિલા હાફળી ફાફળી થઈને દરવાજા તરફ દોડી.એને ગળા સૂધી ખાતરી હતી કે આ મારો સુનીલ જ હશે?
પહેલા તો એણે રડી રડી ને લાલ ઘુમ થઈ ગયેલી આંખોને પોતાની હથેળી થી લુછી. બેબાકળા ચેહેરે અને ધ્રુજતા હાથે ઉર્મિલાએ દરવાજો ખોલ્યો.દરવાજો ખોલીને એ સીધી સુનીલને વળગી જવા ઈચ્છતી હતી.
"સુની...."
કહીને એણે સુનીલને ભેટવા પોતાના બન્ને હાથ ફેલાવ્યા.પણ સામે પોતાના મુહ બોલ્યા ભાઈ બહેરામ અને ભાભી મહેરને જોઈને એ ભોંઠી પડી.
"બહેરામ ભાઈ.ભાભી.તમે?"
"હા ઉર્મી બહેન.સુનીલનુ કામ હતુ.ક્યા છે એ? હુ ક્યારનો એને ટ્રાય કરુ છુ પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે."
બહેરામની વાત સાંભળીને ઉર્મિલા બહેરામને વળગીને પોક મુકીને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.
"શુ..શુ વાત છે બહેન?શુ થયુ છે."
ઉર્મિલા ની પીઠ પંપાળતા બહેરામે પૂછ્યુ. જવાબમા ઉર્મિલા વધુ જોશ ભેર રડવા લાગી.
મહેર અને બહેરામ બન્નેએ એક એક હાથ પકડીને ઉર્મિલાને એના બેડરૂમ મા લઈ આવ્યા. મહેર ઉર્મિલાના માથા પર પ્રેમ પૂર્વક હાથ ફેરવવા લાગી.બહેરામ ફ્રીઝ માથી પાણીની બોટલ લઈ આવ્યો અને ઉર્મિલાનુ ધ્યાન ન પડે એ રીતે એણે હળવેથી બેડરૂમનો દરવાજો બંધ કરી નાખ્યો.
અને પાણીની બોટલ ઉર્મિલા સામે ધરતા બોલ્યો.
"લે ઉર્મી.પહેલા થોડુ પાણી પી લે.પછી માંડીને વાત કર કે આખરે થયુ છે શુ મારી બહેનને?"
ઉર્મિલા એ હીબકા ભરતા કહ્યું.
"ભાઈ.સુનીલનો બપોરે બે વાગે ફોન આવ્યો હતો કે હું ફ્લાઈટ મા બેસવા જઈ રહ્યો છુ અને પાંચ વાગ્યા સુધીમાં ઘરે પોહચી જઈશ. પણ એ ના આવ્યો.મે આંઠ વાગ્યા સુધી એની રાહ જોઈ.પછી એને ફોન કર્યો તો એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.શુ થયુ હશે મારા સુનીલને?"
આટલુ બોલીને એ ફરી એકવાર પોતાની બન્ને હથેળીમાં ચહેરો છુપાવીને રડવા લાગી.મહેર મમતા ભર્યો હાથ એના મસ્તક પર ધીરે ધીરે પસરાવતી હતી.
"કદાચ સીધો એની ઓફિસે ગયો હોય.એની ઓફીસે ફોન કર્યો હતો?"
બહેરામે પૂછ્યું.
"હા ભાઈ.એના બોસ ચંપકલાલને ફોન કર્યો હતો.પણ એણે તો એકદમ ઠંડા કલેજે કહી દીધુ રાહ જુવો આવી જશે.પોતાના એમ્પ્લોઇ ની એને જરા જેટલી પણ ફિકર નથી.જે માણસ સાંજે પાંચ વાગે આવી જવાનો હતો એની ઘરવાળી રાતના આઠ વાગે ફોન કરીને પુછે છે.તો પણ એકદમ શાંતીથી એ ભાઈ સાહેબ ફ્કત રાહ જોવાનુ કહે છે."
ઉર્મિલા સુનીલના બોસ ચંપક લાલ ઉપર પોતાનો બળાપો કાઢે છે.
બહેરામે ઉર્મિલાના ગાલ પરથી દડી રહેલા અશ્રુને પોતાના આંગળીએથી લૂછતા પૂછ્યુ.
"બેના.તુ કંઈ જમી કે નઈ?"
બહેરામનો પ્રશ્ન સાંભળીને આશ્ચર્યથી બહેરામ ના ચેહરાને તાકતા ઉર્મિલા બોલી.
"મારા સુનીલનો કોઈ પત્તો ન હોય.એનુ કોઈ ઠેકાણુ ના હોય એમા મને જમવાનુ ક્યાંથી ભાવે?"
અને પછી બહેરામના હાથને લાગણી વશ થઈને પકડતા ઉર્મિલાએ દયામણા સ્વરે કહ્યુ.
"હુ હમણા તમને જ ફોન કરવાની હતી ભાઈ. પણ ત્યાં તમે પોતેજ અહીં આવી પોહચ્યા. આપણે એની તપાસ તો કરવી પડશે ને ભાઈ?"
"હા..હા..જરૂર."
બહેરામે જરાક ખચકાતા ખચકાતા ઉર્મિલાની વાત મા સંમતિ આપતા કહ્યું.
અને પછી પૂછ્યુ.
"ક્યાં અને કેવી રીતે શરુઆત કરીશુ?"
"આપણે પોલીસ સ્ટેશને જઈએ.અને સુનીલના ગુમ થયાની FIR નોંધાવીએ"
પોલીસ સ્ટેશન નુ નામ આવતા જ બહેરામના કપાળ પર પરસેવો બાઝવા લાગ્યો.એનુ હ્રદય ફફડવા લાગ્યુ.એ કંપકપાતા અવાજે બોલ્યો.
"ઠીક છે બેન.પણ તુ.તુ થોડુક કંઇક પહેલા જમી લે જોવ."
"જ્યા સુધી મારા સુનીલનો પત્તો નહી લાગે હુ અન્નનો દાણો મોઢામાં નથી નાખવાની."
મક્કતાપૂર્વક ઉર્મિલાએ પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો.તો હવે બહેરામ પાસે કોઈ ઈલાજ બચ્યો ન હતો.આથી એણે કહ્યુ
"હુ બાહર બેઠો છુ.તુ ફટાફટ તૈયાર થઈ જા."
ઉર્મિલા સડાક કરતી પલંગ પરથી ઉભી થઈ ગઈ.અને બોલી.
"ભાઈ તમને થઈ શુ ગયુ છે? "
"કે..કે.. કેમ?"
બહેરામે ચોંકી પડતા પૂછ્યુ.
"પોલીસ સ્ટેશન જવુ છે.એમા તૈયાર થવાની શી જરૂર?"
ઉર્મિલાનુ જેવુ વાક્ય પૂરુ થયુ કે તરત બહેરામ ના મોબાઈલ પર એક મેસેજ આવ્યો.
એ મેસેજ વાંચતા જ બહેરામનો ચિંતા મા સફેદ પડી રહેલો ચેહરો અચાનક ખિલી ઉઠ્યો.
"ઠીક છે આમ જ ચાલો."
બેડરૂમનો દરવાજો ખોલીને એ ત્રણેએ જેવો હોલ મા પગ મૂક્યો તો હોલની લાઈટો બંધ હતી.હોલ મા અંધારુ છવાયેલુ હતુ.ઉર્મિલાને અંધારામાં કંઈ સુજતું ન હતુ.એના મોઢા માથી ગભરાહટ ભર્યા ઉદગારો નીકળ્યા
"ભાઈ.ભાઈ."
અને બીજી જ ક્ષણે કોઈએ એને પોતાના બાહુપાશમાં મજબૂતીથી જકડી લીધી.
(કોણ હશે એ જે અંધકારનો નાઝાયજ
ફાયદો ઉપાડવા માંગતો હતો?શુ થયુ હશે સુનીલની સાથે?અને હવે ઉર્મિલા સાથે શૂ થવાનુ છે?વાંચતા રહો અભિનેત્રી)