(પ્રેક્ષા એક એવી અસમંજસ માં હતી...કે આ બધા માં થી નીકળવાનો રસ્તો શોધતી હતી...છેલ્લે એને ફરી નીરજા સાથે વાત કરવાનું વિચાર્યું.)
(પ્રેક્ષા અને નીરજા)
પ્રેક્ષા : તને એક વાત કહું, તને ખોટું ના લાગે તો....!!
નીરજા : તારી વાત નું મને ક્યારે ખોટું લાગ્યું છે...??
પ્રેક્ષા : મને હજુ સુધી એ નથી સમજાતું કે ધૈર્ય સાથે તે એટલો બધો સમય નથી કાઢ્યો...તો પછી તને એ કેમ ગમે છે...??
નીરજા : ખબર ના પડી તું શું કહેવા માંગે છે...??
પ્રેક્ષા : મને ખબર છે ત્યાં સુધી તારી આસપાસ મેં રાહુલ ને જ જોયો છે...ઉઠતા બેસતા....તો તને રાહુલ ગમવો જોઈએ તો પછી ધૈર્ય કેમ ???
નીરજા : વાત તો તારી સાચી છે...મને ખબર છે રાહુલ મને ક્યાંક ને ક્યાંક પસંદ કરે છે...એની વાતો પર થી અને એના હાવભાવ પર થી તો મને લાગે જ છે....
પ્રેક્ષા : એ જ તો...મને પણ એવું જ લાગે છે કે રાહુલ તને પસંદ કરે છે...
નીરજા :તો હવે સાંભળ, એ લોકો આપણા મિત્રો ન હતા બન્યા એ પહેલા જ મને નિકિતા એ એની વાત કરી હતી કે આ છોકરો તને પસંદ કરે છે...ત્યારે મેં મગજ પર ન હતું લીધું...પછી જયારે એ લોકો આપણા મિત્રો બન્યા ત્યારે મને લાગ્યું કે આ બધું રાહુલ અને મને એક કરવા થઇ રહ્યું છે.
પ્રેક્ષા : સાચી વાત છે મને પણ એવું જ લાગે છે...તો પછી તે મિત્રતા કેમ કરી..?? તને આ વાત ની જાણ હતી તો....!
નીરજા : ધૈર્ય માટે થઇ ને....!
પ્રેક્ષા : ધૈર્ય માટે થઇ ને ??? હું કઈ સમજી નહિ...તું શું કહેવા માંગે છે..?
નીરજા : તો સાંભળ....જયારે હું ધોરણ ૧૦ માં હતી...હું અને ધૈર્ય એક જ સ્કૂલ માં હતા...પણ અમારા બંને ના ક્લાસ અલગ હતા...એટલે કે મેં એને ૩ વર્ષ થી જોયો છે...અને આ કોલેજ ના એક વર્ષ થી મારા બસ માં એને જોયો છે...અમારા બંને ના ઘર જવાનો રસ્તો પણ એક જ છે...ક્યારે એને મારી સાથે વાત નથી કરી.. એ મને ત્યાર થી જ ગમે છે..હવે આ મારો પ્રેમ છે કે પસંદ એ મને નથી સમજાતું...એ લોકો આપણા મિત્રો બન્યા પણ હું અને ધૈર્ય એક બીજા ને વાત જ ન હતા કરી સકતા.. કેમ કે મારી હિંમત જ ન હતી એની સાથે વાત કરવાની અને એ મારી સાથે શરમ માં વાત ન હતો કરતો...પણ એ દિવસે જયારે પેહલી વાર એને મારી સાથે વાત કરી...એને મને માન આપ્યું...એના થી ખબર પડે છે કે એ એક સ્ત્રી નું સન્માન કરે છે...એના મન માં કોઈ ખોટ નથી...એ એક દમ શાંત છે...એના નામ પ્રમાણે એના માં ધૈર્ય છે...કોઈ ઉતાવળ નથી...વધારે પડતું બોલવાનું નથી...બસ એની આ સાદગી મને બહુ જ ગમે છે એટલે મારા જીવનસાથી તરીકે જો હું કોઈ વિચાર કરું છુ તો મને એનો જ ચેહરો સામે આવે છે...
પ્રેક્ષા : હમ્મ....સમજી ગયી...મને માફ કરજે....!!
નીરજા : તું કેમ માફી માંગે છે...??
પ્રેક્ષા : મને આ વાત ની જાણ ન હતી...અને મને ગુસ્સો પણ એ વાત નો છે કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ થઇ ને મને આ વાત ના કરી...!
નીરજા : અરે કેવી રીતે કરું ત્યારે હું પોતે જ મુંજવણ માં હતી...મારી બધી જ મુંજવણ ઓછી થઇ પછી સૌથી પહેલા તો મેં તને જ કીધું ને...
પ્રેક્ષા : કદાચ તે સારા વ્યક્તિ ની પસંદગી કરી છે...પણ હવે તું મારા મન નું નિરાકરણ કર...
નીરજા : એટલે ??
પ્રેક્ષા : મને માફ કરજે...મને રાહુલ એ તારા મન ની વાત જાણવા માટે કીધું હતું એ દિવસે તને હું એ જ વાત કરવા આવી હતી પણ તે ધૈર્ય ની વાત કરી ને મને અસમંજસ માં નાખી દીધી...હવે ધૈર્ય અને રાહુલ બંને પાક્કા મિત્રો છે...જો તું ધૈર્ય ને પ્રેમ કરીશ તો એ બંને વચ્ચે ના સબંધો માઠા થશે...અને ધૈર્ય એ રાહુલ નો સારો મિત્ર છે..મને ખબર છે ત્યાં સુધી એ તને હા નહિ પાડે...
નીરજા : તું રાહુલ ને કહી દે જે સાચું છે...કે હું એને એક મિત્ર તરીકે પસંદ કરું છુ પણ પ્રેમ તરીકે એ મારી પસંદગી નથી...એ એક સારો વ્યક્તિ છે તારી એ વાત ને સમજી જશે...અને જો તું ના કહી સકતી હોય તો હું એને વાત કરું...!!
પ્રેક્ષા : ના....એને હું જ વાત કરીશ...પણ તું અત્યારે ધૈર્ય ની વાત કોઈ ને ના કરતી...
નીરજા : હા...તું પણ ના કરતી હવે તું રાહુલ ને કેવી રીતે સમજાવીશ મને ખબર નથી પણ હું ધૈર્ય ને પ્રેમ કરું છુ એ વાત પણ તું એને નહિ કહી શકું......કેમ કે મને ડર છે કે એ બંને ની મિત્રતા તૂટશે તો ધૈર્ય મને ક્યારે હા નહિ પાડે...
પ્રેક્ષા : એ જ તો એની માટે શું કરશુ...???
નીરજા : કહી નહિ તું અત્યારે રાહુલ ને પણ કોઈ વાત ના કર.......આગળ શું કરવું છે એ આપણે વિચારીશુ....
(થોડા દિવસ વીતી ગયા....પ્રેક્ષા અને નીરજા બંને એ નિર્ણય લીધો કે...ધૈર્ય અને રાહુલ નો મિત્ર નયન જેની સાથે વાત કરી ને આ નિર્ણય લઇ શકીએ છીએ...)
(નયન અને નિકિતા સાથે બેઠા હતા ત્યાં જ નીરજા અને પ્રેક્ષા પહુંચે છે...)
નીરજા : હેલ્લો...કેવું ચાલે છે...???
નિકિતા : કઈ નહિ આ બેઠા છીએ....!
નીરજા : અને નયન ??? તું કે !
નયન : બસ ચાલે છે....આજે બંને સાથે, કઈ નવા જૂની ??
પ્રેક્ષા : નવા જૂની માં તો અત્યારે કઈ જ નથી...
નયન : તો પછી અહીં નો રસ્તો કેમ ભૂલ્યા પડયા આજે...?
નીરજા : કેમ ફ્રેન્ડ્સ ને મળવા ના આવી શકીએ...?
નયન : હા...હા કેમ નહિ...!
(નયન જાણતો હતો કે ધૈર્ય નીરજા ને પ્રેમ કરે છે...હવે નિકિતા પણ એ જાણતી હતી...નિકિતા નયન ની પાક્કી મિત્ર હતી એટલે એને એ વાત નિકિતા ને કરી હતી પણ એને પ્રોમિસ કર્યું હતું કે એ વાત એ કોઈ ને ના કરે)
પ્રેક્ષા : નયન...હવે અમે લોકો થોડી મૂંઝવણ માં છીએ...જેનો રસ્તો અમે તારી પાસે લેવા આવ્યા છીએ...
નયન : હા...હા...બોલો...મારા લાયક કંઈક હશે તો હું ચોક્કસ તમારી મદદ કરીશ...કેમ કે આપણે બધા ફ્રેન્ડ્સ છીએ...
પ્રેક્ષા : હું કહું કે તું કહીશ...નીરજા ??
નીરજા : હું વાત કરું છુ...!
પ્રેક્ષા : હમ્મ....આભાર.
નીરજા : હવે વાત એમ છે...કે મારી વાત ધ્યાન થી સંભાળજો ...અને મને વચન આપો કે આ વાત બીજા કોઈ ને નહિ કરો બસ આ વાત જાણી ને અમને એમાં થી બહાર કેવી રીતે નીકળીએ એ રસ્તો આપજો...
નિકિતા : કેમ એવી તો શું વાત છે નીરજા....??
નયન : હા....વાંધો નહિ અમે બંને વચન આપીએ છીએ કે આ વાત અમે કોઈ ને નહિ કરીએ...!
નીરજા : આભાર...નયન !!! તો વાત એમ છે કે...હું ધૈર્ય ને પ્રેમ કરું છુ અને રાહુલ મને પ્રેમ કરે છે
નિકિતા અને નયન : શું ??? તું ધૈર્ય ને પ્રેમ કરે છે ?
નીરજા : ધીરે ધીરે....
નયન :(ધીમે થી) શું વાત કરે છે તું....ધૈર્ય ને પ્રેમ કરે છે રાહુલ ને નહિ...
નીરજા : હા....! રાહુલ એ ધૈર્ય અને પ્રેક્ષા બંને ને મારા મન ની વાત જાણવા માટે કીધું હતું....તમને પણ કદાચ એ વાત ની ખબર હશે (પછી તો નીરજા એ બધી જ વાત કરી કે એ ધૈર્ય ને ક્યાર થી પ્રેમ કરે છે....વગેરે વગેરે... ) અમે લોકો એટલે મુંજવણ માં છીએ કે જો રાહુલ ને ખબર પડશે તો એ બંને ની મિત્રતા તૂટી જશે અને ધૈર્ય મને ક્યારે હા નહિ પાડે....
નયન : (મુંજાતા) નીરજા એક મિનિટ તમે અહીંયા બેસો...મારે નિકિતા સાથે વાત કરવી છે....પછી આપણે આનો કોઈ રસ્તો કાઢીએ...
નીરજા : હા વાંધો નહિ...પણ જલ્દી કે જે...
નયન : હા....!
(નિકિતા અને નયન થોડા દૂર આવી ને વાત કરે છે)
નયન : અરે નિકિતા મારુ મગજ કામ નથી કરતુ આ નીરજા શું કે છે...??
નિકિતા : મગજ તો મારુ પણ કામ નથી કરતું...નયન !
નયન : હવે ધૈર્ય પણ નીરજા ને પ્રેમ કરે છે પણ રાહુલ ના લીધે એ આગળ કઈ જ કરવા નથી માંગતો...
નિકિતા : હા...અને નીરજા પણ એને પહેલા થી જ પ્રેમ કરતી હતી...શું કરીશું...???
નયન : અરે...મારુ તો મગજ જ કામ નથી કરતુ...આ ધૈર્ય એ રાહુલ નું કરાવા માં મોટી મુસીબત હાથ માં લઇ લીધી છે...
નિકિતા : હા..સાચ્ચે, તો હવે આપણે ધૈર્ય ને જ વાત કરીએ કે નીરજા પણ તને એક તરફી પ્રેમ કરે છે એ પણ એ સ્કૂલ માં હતી ત્યાર થી...એટલે તું રાહુલ નું એની સાથે કરાવવાની જીદ મૂકી દે...
નયન : એવું નહિ કહેવાય...કેમ કે જૂની નીરજા જેને રાહુલ પસંદ કરતો હતો એને પણ રાહુલ ની સામે બીજા છોકરા ને પસંદ કરું છુ એમ કીધું હતું...એટલે જો ધૈર્ય ને કહીશું તો એ પણ નહિ ચાહે કે રાહુલ જોડે ફરી એવું થાય...આ નીરજા એ પહેલા વાળી નીરજા જેવી નથી...એ ચાહતી તો રાહુલ ને આ વાત કરી શકે એમ હતી પણ એને મિત્રતા નું વિચારતા આ વાત આપણી જોડે શેર કરી...
નિકિતા :હા રાઈટ...તો હવે આપણે શું કરીશું....???
નયન : મને તો કઈ જ નથી સુજતુ...ના ધૈર્ય ને હું કઈ કહી શકું ના રાહુલ ને....પ્રેમ ને બચાવીસુ તો મિત્રતા તૂટશે અને મિત્રતા ને સાચવીશું તો પ્રેમ...નિકિતા ખરા ભરાયા છીએ....!!
નિકિતા : પણ આ બંને ને કંઈક તો કહેવું પડશે ને...!
નયન : એક કામ કરીએ...આપણે બંને થોડો સમય લઇ લઈએ વિચારવા માટે...
નિકિતા : હા...એ જ કરવું પડશે અત્યારે ઉતાવળ માં બધું બગડશે...
નયન : હમ્મ....
(નિકિતા અને નયન બંને નીરજા અને પ્રેક્ષા પાસે આવે છે)
નીરજા : બોલ નયન શું વિચાર્યું....???
નયન : હવે...તારી વાત સાચી છે નીરજા અત્યારે કઈ પણ વિચારીશુ તો એ બંને ની મિત્રતા બગડશે...અને ધૈર્ય તને હા નહિ પાડે...!
નીરજા : (દુઃખી થઇ ને) એ જ તો....!
નયન : એક કામ કરીએ થોડો સમય જવા દઈએ...હું કંઈક વિચારું પછી આપણે આ વાત કરવા ભેગા થઈએ...કેમ કે આપણે કંઈક એવું વિચારવું પડશે...કે એ બંને ની મિત્રતા પણ ના તૂટે અને ધૈર્ય તને હા પાડી દે.
નીરજા : બરોબર....એ જ ને....
નયન : જેના પણ મગજ માં એવો કોઈ આઈડિયા આવે તો આપણે એને એક બીજા સાથે શેર કરી ને વિચારીશું કે શું કરવું....!!
પ્રેક્ષા : હા....સાચી વાત છે.
ભાગ ૦૭ સમાપ્ત