અભિનેત્રી ૬*
બ્રિજેશે ડ્રગની થેલી હાથમા લીધી અને પોલિસ વેનમા આવીને એ પાછલી સીટ પર બેસેલી શર્મિલાની બાજુમા આવીને બેઠો.અને એ થેલી શર્મિલાને દેખાડતા પૂછ્યુ.
"આ શુ છે શર્મિલાજી?"
શર્મિલા મુદ્દામાલ સાથે રંગે હાથે પકડાઈ ચુકી હતી. પોતાનાથી હવે કોઈ જ બહાનુ કે બચાવ થઈ શકે એમ નથી એવુ એ સમજી ચૂકી હતી.આથી
જવાબ આપવાના બદલે શર્મિલાએ પોતાની નજર શરમથી નીચે ઝુકાવી દીધી.
"તમે માનો યા ના માનો.મેડમ.પણ હુ તમને કેટલો પસંદ કરતો હતો.હુ તો તમને મારો આદર્શ ગણતો હતો."
બ્રિજેશ નિરાશા ભર્યા આવજે બોલ્યો.
"I am sorry.ઑફિસર.મારાથી ખરેખર બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ."
ધીમો નંખાય ગયેલો સ્વર શર્મિલાના ગળા માથી નીકળ્યો.
"પરંતુ.પ્લીઝ.હુ મારુ વ્યસન સુધારવાનો પ્રયત્ન કરીશ."
બ્રિજેશની સામે હાથ જોડતા દયામણા અવાજે શર્મિલા બોલી.
અને એની વાત સાંભળીને એક આશ્ચર્યનો આંચકો લાગ્યો બ્રિજેશને.
બ્રિજેશ તો શર્મિલાને ડ્રગસની કેરિયર સમજતો હતો.એને લાગ્યુ હતુ.કે શર્મિલા ડ્રગ્સના બિઝનેસ મા કોઇની સાથે ઇન્લોવ હશે.પણ શર્મિલા જાતે ડ્રગ લેતી હશે એવુ તો એ માની જ શકતો ન હતો.પણ શર્મિલાના ખુલાસાથી પરેશાની ભર્યા અવાજે એણે પૂછ્યુ.
"તો શુ તમે આ ડ્રગ લ્યો છો?"
બ્રિજેશના પ્રશ્નના ઉત્તરમા શર્મિલાની ગરદન હકારમા આપોઆપ નીચે ઝુકી ગઈ.
"મને મારી પસંદ પર આજ શરમ આવે છે શર્મિલાજી.તમને હુ શુ સમજતો હતો અને તમે શુ નીકળ્યા?મારી માનીતી.મારી ફેવરિટ હિરોઈન અને એ ડ્રગસની બંધાણી?"
બ્રિજેશે દુઃખી થતા કહ્યુ.પણ પછી મન મક્કમ કરતા સખતાઈ પૂર્વક બોલ્યો.
"મને અફસોસ થાય છે કે મારે તમારી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા પડશે."
શર્મિલાએ કરુણા ભરી નજરે બ્રિજેશ તરફ જોતા કંપતા સ્વરે આજીજી કરતા કહ્યુ.
"શુ મારી એક ભુલ તમે માફ ના કરી શકો?"
"સોરી મેડમ.કોઈ બીજો ગુનાહ તમે કર્યો હોત ને.તો કદાચ તમે મારા ફેવરિટ છો એ કારણે હુ આંખ આડા કાન કરી પણ લેત.પણ આતો ડ્રગ્સનો મામલો છે.માટે મારે એક્શન તો લેવુ જ પડશે"
બ્રિજેશના શબ્દો સાંભળીને શર્મિલા જાણે સાવ જ ટુટી ગઈ.અને પોતાની બન્ને હથેળીમાં ચહેરો છૂપાવીને એ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.
અને બ્રિજેશ એને થોડીવાર રડતા જોઈ રહ્યો. શર્મિલાનુ રડવુ એના હ્રદયને જાણે વલોવવા લાગ્યુ.એણે જરા ખચકાતા પોતાનો ધ્રૂજતો હાથ શર્મિલાના ખંભા ઉપર મૂક્યો.અને બોલ્યો.
"હવે રડવાનો શો અર્થ શર્મિલાજી?અપરાધ તો તમે કર્યો જ છે."
"પ્લીઝ મને બચાવી લ્યો ઑફિસર."
કહીને શર્મિલા આક્રંદ કરતા બ્રિજેશને વળગી પડી.
શર્મિલા આમ પોતાને વળગી પડશે એવુ તો બ્રિજેશે સ્વપ્નમા પણ વિચાર્યું ન હતુ.આવા સમયે પણ એક રોમાંચનો અનુભવ થયો બ્રિજેશ ને.
એના રોમે રોમમાં એક અજબ પ્રકારની ઝણઝણાટી વ્યાપી ગઈ.
આગલી ડ્રાઈવરની સીટ પર બેસેલા કોન્સ્ટેબલ જયસૂર્યાની અગર અત્યારે હાજરી ન હોત તો એણે પણ શર્મિલાને પોતાના આલિંગનમાં લઈ લીધી હોત.જેને અનેક વાર સ્વપ્નમા પોતે પ્રેમ કરી ચૂક્યો હતો.એને આજે સાચેસાચ મસળી નાખી હોત.
પોતાની સ્વપ્ન સુંદરી.જેને એણે અત્યાર સુધી ફ્કત સિનેમા હોલના પરદા ઉપર જોઈ હતી યા સ્વપ્નમા.એ ડ્રીમ ગર્લ.એ પરી.પોતાની એટલી કરીબ હતી કે એના અશ્રુ આજ એની વર્દીને ભીંજવી રહ્યા હતા.એના શ્વાસો શ્વાસ. પોતાના શ્વાસ સાથે અથડાઈ રહ્યા હતા.અને આથી એને પોતાને પોતાના વધવા લાગેલા શ્વાસો શ્વાસને કન્ટ્રોલ કરવામા ઘણી જહેમત પડી રહી હતી..
બ્રિજેશને એમજ વળગેલી રહેતા જ રડતા રડતા એક બાળકની જેમ શર્મિલા બોલી.
"મારુ કેરિયર ખતમ થઈ જશે ઑફિસર.હુ.હુ ક્યાયનીય નહી રહુ."
શર્મિલાની કાકલૂદી બ્રિજેશના હ્રદયને પીગળાવી રહી હતી.
શર્મિલા બ્રિજેશથી અળગી થતા.પોતાના બન્ને હાથ જોડતા દયામણા સ્વરે કહી રહી હતી.
"મને ફ્કત એક ચાન્સ આપો ઑફિસર. આજથી હુ ક્યારેય આ ડ્રગને હાથ પણ નહી લગાડુ.અને.અને આજીવન તમારી ઋણી રહીશ."
(શુ બ્રિજેશ શર્મિલાને જવા દેશે.કે પોતાના કર્તવ્યનું પાલન કરશે.જાણવા માટે વાંચતા રહો*અભિનેત્રી*)