અભિનેત્રી ૫*
બહેરામ અને ઉર્મિલા વચ્ચે ભાઈ બહેનના પવિત્ર સંબધની શરુઆત આ રીતે થઈ હતી......
બહેરામ એક વકીલ હતો.અને એ ડ્રીસ્ટિક કોર્ટ અંધેરીમા પ્રેક્ટીસ કરતો હતો.એ પારસી પંચાયત રોડ પર રહેતો હતો.એની ઑફિસ મરોલ માર્કેટ પાસે હતી.એને આજ મોડુ થઈ ગયુ હતુ પોતાની ઓફિસે પોહચતા.
એક ક્લાઈન્ટ એને મળવા આવવાનો હતો.
બહેરામે એને સવારના સાડા દસ નો ટાઈમ આપ્યો હતો.પણ ઘરેથી નીકળતા જ એને દસ ને વીસ થઈ ગઈ હતી.અને એની ઑફિસ એના ઘરથી બાય રોડ અડધી કલાકના અંતરે હતી.એ પોતાની સ્કૂટી ઉપર માર માર કરતો ઝડપથી જઈ રહ્યો હતો.
આજ સુધી એવુ ક્યારેય બન્યુ ન હતુ કે બહેરામે કોઈને ટાઈમ આપ્યો હોય અને એ મોડો પડયો હોય.પણ આજે પહેલી વખત એને ધાસ્તી થતી હતી કે પોતે મોડો પડશે ઓફિસે પોહચતા.
પણ છતા એ એવી કોશિષ મા હતો કે એ પોતાના કલાઈન્ટ ને ઓછામા ઓછી રાહ જોવરાવે.
અને એટલા માટે એ ઝડપથી સ્કૂટી દોડાવતો હતો.
પણ આજે એનુ દુર્ભાગ્ય એનાથી બે કદમ આગળ હતુ.ચકાલા પાસે અચાનક એક ગલુડિયું એની સ્કૂટીની સામે આવી ગયુ અને બહેરામે એ કુરકુરિયાને બચાવવાના ચક્કર મા સ્કુટીનુ હેન્ડલ ઝડપભેર ફેરવ્યુ.અને એ સમતોલપણુ ખોઈ બેઠો.સ્કુટી એક તરફ જઈ પડી અને પોતે બીજી તરફ.અને કહેવત છે ને કે તમાશાને તેડુ ના હોય.એમ બહેરામની આજુ બાજુ માણસોનું ટોળુ ભેગુ થઈ ગયુ.અને એ ટોળા મા ઉર્મિલા પણ હતી.
ઉર્મિલા બીમાનગર મા રહેતી હતી.અને એ તરકારી ખરીદવા ચકાલા આવી હતી.એટલે એ પણ આ ટોળા મા સામેલ હતી.
ટોળા મા મદદ કરનારા કરતા સલાહ દેનારા હમેશા વધુ હોય છે.કોઈકનો અવાજ આવ્યો.
"દેખકે ગાડી ચલાના ચાહીયે ના"
બીજો અવાજ
"યે મ્યુનિસીપાલટી કુ કુત્તો કા કુછ કરના ચાહેયે"
ત્રીજો અવાજ.
"બિચારે કી સુભા સુભા હડ્ડી પસલી એક હો ગઈ."
પણ ઉર્મિલા તરત પાણીની બોટલ લઈને દોડતી બહેરામ પાસે ગઈ.બહેરામની પાસે બેસીને એણે પહેલા બહેરામને પાણી પિવરાવ્યુ.
અને પછી પૂછ્યુ.
"ભાઈ ઠીક છો તમે?બહુ લાગ્યુ તો નથી?"
"ના બેન"
કહીને બહેરામ ઉભો તો થયો.પણ એના જમણા પગના ગોઠણમા લાગ્યુ હોવાથી એ બરાબર ઉભો રહી શકતો ન હતો.
"ચાલો તમારે કયા જવુ છે?હુ તમને મુકી દવ."
ઉર્મિલાએ કહ્યુ.
તો બહેરામ આભારવશ થતા બોલ્યો.
"ના.ના.બેન.હુ જતો રેવાનો.તમે તસ્દી ના લો."
"કમાલ કરો છો ભાઈ.બહેન પણ કહો છો અને તક્લીફ ના લ્યો એમ પણ કહો છો.હવે પ્લીઝ કંઈ પણ બોલતા નહી."
આમ કહીને ઉર્મિલાએ બે ચાર છોકરાઓની મદદથી સ્કુટી ઉભી કરાવી.અને પોતે આગળ બેસી ગઈ.અને બહેરામને પાછળ બેસાડીને એને ઠેઠ એની ઑફિસ સૂધી એ મુકવા ગઈ.
અને બસ ત્યારથી બહેરામે ઉર્મિલાને પોતાની બહેન બનાવી લીધી હતી.અને ઉર્મિલાએ બહેરામને પોતાનો ભાઈ.
આમ છેલ્લા બે વર્ષથી ઉર્મિલા બહેરામને રાખડી બાંધતી હતી.આમ પણ ઉર્મિલાને ફ્કત એક ટ્વિન્સ બહેન જ હતી.એને ભાઈ એક પણ ન હતો.આ રીતે બહેરામના રુપ મા એની જાણે ભાઇની ખોટ પુરી થઈ ગઈ હતી........
ઉર્મિલાએ બહેરામને રાખડી બાંધી ને પંદર મિનિટ થઈ ગઈ હતી.સુનીલ હજુ બાથરુમ માથી બાહર આવ્યો ન હતો.બહેરામને જાણે સુનીલની ખોટ સાલતી હોય એમ એણે પૂછ્યુ.
"કેમ બેન બનેવી દેખાય નથી રહ્યો?"
"અરે એ તો મોટા બહેન પણ આવશે ને એને રાખડી બાંધવા.તો એ ફ્રેશ થવા ગ્યો છે બાથરૂમમા.હમણા આવી જશે.આપણે ત્યા સુધી નાસ્તો પતાવી લઈએ?"
ઉર્મિલા એ પૂછ્યુ.
"અરે ના બેન.આવી જાવા દે ની બનેવીને. નાસ્તો કયા ભાગી જવાનો છે."
બહેરામે હજી તો વાક્ય પૂરું કર્યું ત્યા ટોવેલથી માથુ લૂછતાં લૂછતાં સુનીલ બાથરુમ માથી બાહર નીકળ્યો.
"આ જો મારા બનેવીની ઉમર ખોદાયજી પુરા સો વરસની કરશે.નામ લેતાનીજ વાર હતી."
બહેરામને જોતા જ સુનીલ એકદમ ખુશ ખુશાલ થઈ ગયો.
"અહો.બહેરામ ભાઈ તમે?ધન્ય ભાગ્ય અમારા સવાર સવારમા દર્શન કરાવ્યા."
"એતો તમારો ધક્કો ઓછો કરવા હુ આવેલો છવ "
"એ બદલ થેંક્યું."
કહીને સુનીલ નાસ્તાના ટેબલ ઉપર બેઠો.ટેબલ ઉપર રાખેલા ફાફડા અને જલેબી જોઈને બોલ્યો.
"બહેનની પસંદની જલેબી બરાબર યાદ રાખીને લાવો છો.ક્યારેય અમારી પસંદનું પણ લાવતા જાવ."
"તમારી પસંદની ચીજ ઘરમા ન લવાય એનાં માટે બાર મા જવુ પડે."
બહેરામ ની વાત સાંભળીને બધા હસી પડ્યા.
(શર્મિલાને બ્રિજેશે ગિરફ્તાર કરી કે ફ્કત ચેતવણી આપી ને જવા દીધી.શુ થયુ હશે?)