અભિનેત્રી 1
(પ્રિય વાંચકો. તમારા માટે આ વખતે એક સસ્પેન્સ થ્રીલર *અભિનેત્રી* નામની વાર્તા લઈને આવ્યો છુ.જે ચોક્કસ તમને ગમશે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર આપજો.)
*અભિનેત્રી ૧*
ઇન્સ્પેક્ટર બ્રિજેશ.
ઉંચો.દેખાવડો.સ્ફૂર્તિલો.અને તંદુરસ્ત ઑફિસર હતો.ત્રીસ વર્ષનો થયો હતો પણ છતા હજુ સુધી અનમેરીડ હતો.
ચેહરા ઉપર આછી પાતળી દાઢી.અને વાંકડી મૂછોના કારણે એ અત્યંત આકર્ષક લાગતો હતો.
પણ હજુ સુધી લગ્ન ન કરવાનુ એનુ એકજ કારણ હતુ કે એ સાધારણ પરિવાર માથી આવતો હતો.પણ અત્યંત મહત્વકાંક્ષી હતો. અને એણે એકજ લક્ષ રાખ્યુ હતુ કે જીવનમા પહેલા કંઇક નામ અને દામ કમાવવા પછી જ ઠરીને ઠામ થવુ.
એમ ન હતુ કે એને કોઈ લગ્ન માટે માગા આવતા ન હતા.પણ એણે તો નક્કી કરી રાખ્યુ હતુ કે જ્યા સુધી પોતે કંઈ બની નો જાવ ત્યા સુધી તો લગન બગન નુ નામ પણ નથી લેવાનુ.
એ બે વર્ષથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જોઈન્ટ થયો હતો.પણ હજી સુઘી એવો એકેય કેસ એના હાથમા આવ્યો ન હતો કે જેનાથી એને કોઈ જશ યા કોઇ નામના મળી હોય.
એ છેલ્લા બે વર્ષથી કોઈ એવા કેસની તલાશ માં હતો જે એને નામના અને પ્રતિષ્ઠા બન્ને અપાવે.
અત્યારે એ વર્સોવાના પોલીસ સ્ટેશન મા છેલ્લા એક વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો. પણ હજી સુઘી કોઈ એવો એકેય કેસ એના હાથમા આવ્યો ન હતો કે જેનાથી એની વાહ વાહ થઈ હોય.યા એના નામનુ કોઇ વજન પડે.એ આતુરતા પૂર્વક એવા જ કોઈ કેસની તલાશમા હતો ઇંતેજારીમા હતો.
રાતના સાડા અગીયાર વાગવા આવ્યા હતાં. બ્રિજેશની ડ્યુટી પુરી થઈ ચૂકી હતી.અને હમેશા એ ઘરે જતા પહેલા અચૂક કૉફીની ચૂસકી મારતો.
એણે કોન્સ્ટેબલ જયસૂર્યાને કહ્યુ
"જયસૂર્યા ભાઈ.કંઇક કૉફી બોફીનો બંદોબસ્ત કરો એટલે આજની ડ્યુટીનુ પૂર્ણવિરામ કરીને ઘર ભેગો થાવ."
"અરે હમણા જ મંગાવું સાહેબ.બસ બેજ મિનિટ આપો."
કહીને જ્યસુર્યાએ કૉફી મંગાવી.બન્નેએ અડધી અડધી કૉફી પીધી.કૉફીને ન્યાય આપીને એ પોતાના ધરે જવાની તૈયારીમા હતો.
અને ત્યાંજ.પોલીસ સ્ટેશનના ફોનની રિંગ રણકી.
ટ્રીન.. ટ્રીંન.ટ્રીંન..ટ્રીંન.
હવાલદાર જયસૂર્યાએ રીસીવર કાને લગાડતા કહ્યુ.
"કોન્સ્ટેબલ જયસૂર્યા સ્પિકિંગ.વર્સોવા પોલીસ સ્ટેશન."
"પ્લીઝ જરા ઇન્સ્પેક્ટર બ્રિજેશને ફોન આપશો?"
સામે છેડેથી એક પુરુષનો સ્વર સંભળાયો.
"કોણ છો તમે?શુ કામ છે?"
"બહુ અગત્યનુ કામ છે પ્લીઝ વાત કરાવોને ઇન્સ્પેક્ટર સાથે."
જયસૂર્યાએ બ્રિજેશ તરફ નજર નાખી તો બ્રિજેશ ચોકીનો ઉંબરો ઓળંગી રહ્યો હતો.
"બ્રિજેશ સાહેબની ડયુટી ખતમ થઈ ગઈ છે.જે કહેવુ હોય તે મને કહો."
"મોટા ભાઈ.મારે એમનુ જ ખાસ કામ છે પ્લીઝ."
જયસૂર્યાએ બ્રિજેશને હાંક મારી ને કહ્યુ.
"સર.તમારો ફોન છે."
બ્રિજેશે કંટાળેલા અવાજે કહ્યુ.
"એને કે કાલે બપોરે બે વાગ્યા પછી ફોન કરે."
"સાંભળ્યુ તમે?સાહેબે કહ્યું છે કે કાલે બપોરે બે વાગ્યા પછી ફોન કરજો."
કહી જયસૂર્યા ફોન મુકવા જતો હતો.પણ સામે છેડે થી એ અજનબીએ ઉતાવળા સ્વરે કહ્યુ.
"એમને કહો કે એક અગત્યની અને એમના કામની ઇન્ફોર્મેશન મારે એમને આપવી છે."
અગત્યની ઇન્ફોર્મેશન સાંભળીને જયસૂર્યાએ કહ્યુ.
"એક મિનિટ હોલ્ડ કરો."
રીસીવર ટેબલ પર મૂકીને એ બાહર દોડ્યો. ત્યારે બ્રિજેશ પોતાની બાઈક ઉપર બેસી ચૂક્યો હતો.અને બાઈકને કિક મારવા જતો હતો.ત્યા જયસૂર્યા ઉતાવળે લાંબા લાંબા ડગલા ભરતો એની પાસે આવ્યો.
"શુ થયુ?"
બ્રિજેશે પૂછ્યુ.
"સર.એ કહે છે કે એને કોઈક અગત્યની ઇન્ફોર્મેશન આપવી છે અને એ પણ ફકત તમને જ."
"અગત્યની ઇન્ફોર્મેશન?"
જયસૂર્યાના શબ્દોને બ્રિજેશે દોહરાવ્યા. બાઈકને ફરીથી સ્ટેન્ડ પર ચડાવીને બ્રિજેશ પાછો ચોકી મા આવ્યો.અને ટેબલ પર રાખેલા રીસીવરને કાને લગાવતા બોલ્યો.
"હેલ્લો.કોણ બોલો છો?"
"એક જાગૃત નાગરિક."
સામેથી જવાબ આવ્યો.
"નામ કહોને તમારુ."
"નામ ને શુ કરશો સાહેબ?કામની વાત સાંભળોને."
"નામ કહેવામાં શુ પ્રોબ્લેમ છે?"
"હુ મારુ નામ ન્યુઝ મા આવે એમ નથી ઈચ્છતો.અને હવે સમય નિકળી જાય એ પહેલાં મારી બાતમી સાંભળી લો પ્લીઝ."
(કોણ હતો એ અજનબી?અને કઈ ઇન્ફોર્મેશન એ ઇન્સ્પેકટર બ્રિજેશને આપવા માંગતો હતો?)