રાજસ્થાનના 'તલવાણા' ગામનો એક 26 વર્ષનો યુવાન ધંધો અને રોજગારીની શોધમાં અહીં-તહી ફરતો હતો. સૌ પ્રથમ તે શિરોહી આવ્યો. અહીં કોઈ ધંધો સેટ કરવા માટે તેણે એક -બે વર્ષ કાઢ્યાં ,પરંતુ કોઈ ઠેકાણું ન પડ્યું ત્યાંથી કંટાળીને તે મંડાર આવ્યો .અહીં પણ એક- બે ધંધા ઉપર તેણે હાથ અજમાવી જોયો. તેમાં પણ ફાવટ ન આવવાથી તેણે ઓઇલ એન્જિન રીપેરીંગ કરવાનો ધંધો ચાલુ કર્યો. આ ધંધો સારો ચાલતો હતો. પરંતુ મહેનતના પ્રમાણમાં તેમાં કમાણી બહુ ઓછી થતી હતી. છતાં બે વર્ષ તેણે એ ધંધામાં ખેંચી કાઢ્યાં .આખરે કંટાળીને એ ધંધો પણ છોડી દઈને તે આબુરોડ આવ્યો. એનામાં તરવરાટ હતો, બુદ્ધિ હતી, અને ધંધો કરવાનું સાહસ પણ હતું. પરંતુ કોઈ 'લાઈન' હજુ પકડાતી ન હતી .એક દિવસ કોઈ કામ અર્થે તેને ગુજરાતમાં 'પાલનપુર' આવવાનું થયું. અહીં દારૂબંધી હતી. છતાં તેણે જોયું તો અહીં 'ઈંગ્લીશ અને દેશી 'દારૂ છૂટથી મળતો હતો . પરંતુ તેનો ભાવ રાજસ્થાન કરતાં ડબલ હતો. જ્યારે રાજસ્થાનમાં 'ટ્રકો' ભરાય એટલો ઇંગ્લિશ દારૂ સસ્તા ભાવે મળતો હતો . અચાનક તેના મગજમાં 'ઝબકારો' થયો . ગુજરાતમાંની દારૂબંધીના 'કાયદા'નો ફાયદો ઉઠાવીને, આ ધંધાને 'વિકસાવી' ના શકાય ?' અને તેના માટે તેને તપાસ આરંભી . તેણે જોયું કે ,આ ધંધો ગુજરાતમાં ચાલુ કરવો હોય ,અને વિકસાવવો હોય તો , ગુજરાત પોલીસ, અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસના સહકાર અને 'મિલી ભગત' વગર તે શક્ય ન હતું .અને ગુજરાત પોલીસથી તેને કોઈ સીધી ઓળખાણ પણ ન હતી. વધુ તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે, રાજસ્થાનમાંથી 'શેખાવત 'નામનો એક શખ્સ અગાઉથી જ ડીસા માં બાબુસિગ નામના વ્યક્તિના અડ્ડે ટ્રક દ્વારા ઇંગ્લિશ દારૂની પેટીઓ પહોંચાડે છે . અને ત્યાં માલનું 'કટીંગ' થાય છે.અને ત્યાંથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં, અને અડધા ઉત્તર ગુજરાતમાં માલ પહોંચે છે. તપાસમાં તેને એ પણ જાણવા મળ્યું કે, ડીસામાં જ એક બીજો પણ 'માસી'ના નામનો 'પ્રખ્યાત' અડ્ડો ચાલે છે. તે પણ 'ફૂલ ભરણ' થી ચાલે છે પરંતુ ત્યાં પણ ઈંગ્લીશ દારૂ તો બાબુસિગ ના મારફત જ જાય છે .
એક ખુલ્લી ફરારી જીપ 'માસી ના અડા' સામે આવીને ઉભી રહી. તેમાંથી એક 'સફારી' શૂટ પહેરેલો 32 વર્ષનો યુવાન ઉતર્યો. તેણે આંખો ઉપર ગ્રીન કલરનાં ગોગલ્સ પહેર્યા હતાં.માથા ઉપર ગોળ હેટ પહેરી હતી. ગાડીમાંથી ઉતરીને ગાડી ની હાથમાં ની ચાવી જમણા હાથની મોટી આંગળી ઉપર ધુમાવતો -ધુમાવતો તે માસીના અડ્ડા તરફ આગળ વધ્યો. અડ્ડા ના બારણા પાસે જ એક સ્ત્રી ખુરશી અને ટેબલ ઢાળી ને પગ ઉપર પગ ચડાવીને રૂઆબથી બેઠી હતી. પહેલી નજરે તો તેની ઉંમર 30 આસપાસ હોય તેવું લાગતું હતું. પેલા પુરુષે આંખ ઉપરથી ગોગલ્સ હાથ માં લીધા.અને હિન્દીમાં જ પૂછ્યું.' મૌસિકા 'અડ્ડા' યહી હૈ ?
'હા સાહેબ ,પધારો !'મોના એ તેને આવકાર આપ્યો .
તેણીએ માન્યું કે કોઈ અધિકારી, કે સ્ટાફનો માણસ હશે એ લોકો ઘણી વખત આમ આવી રીતે જ આવી ચડતા. 'મૌસી અડ્ડે પે નહીં હૈ ?'પહેલા એ ફરીથી હિન્દીમાં પૂછ્યું 'હું જ મોના બોલું છું. બોલો શું કામ છે ?' મોનાએ કહ્યું 'મુઝે આપવા નહીં, મૌસી કા હી કામ હૈ !' પેલો હિન્દીમાં બોલ્યો . ' માસી ' કહો કે મોના કહો ,એ બંને હું જ છું. બોલો શું કામ છે ?' મોના બોલી.
માસી નો આ જવાબ સાંભળીને પેલો પુરુષ તેના સામે જોઈ જ રહ્યો.તેને તો મનમાં હતું કે બધા લોકો તેને માસી કહેતા હતા. એટલે તે કોઈ મોટી ઉંમરની 'ઉંમરલાયક' સ્ત્રી હશે.જ્યારે સામે ઊભેલી સ્ત્રી તો યુવાન પણ લાગતી હતી સાથે સ્વરુપવાન પણ દેખાતી હતી . તે કંઈક વિચારીને બોલ્યો.' ઠંડી બિયર મિલેગી ?'. 'હા જી, મિલેગી !'
'તો એક બોતલ દેના !'. ' પેલ્લા રૂમમાં જઈને બેસો.' અંદર ત્રણ વિભાગો પાડેલા હતા . તેમાં અધિકારીઓ માટે ના વિભાગ તરફ આંગળી ચીંધતા મોના બોલી. તે પુરુષ તે વિભાગમાં જઈને બેઠો. અંદર પાંચ-છ ખુરશીઓ અને એક-બે પાટલીઓ ગોઠવેલી હતી વચ્ચે મોટું ટેબલ પણ ગોઠવેલું હતું.થોડી જ વારમાં એક છોકરી હાથમાં બિયરની બોટલ લઈને ત્યાં આવીને, મીઠા સાથે ટહુકી.' લ્યો સાહેબ ઠંડુ બીયર તમે જ મંગાવ્યું છે ને !' કહીને પે'લા પુરુષ સામે બોટલ ધરીને એ છોકરી મુસ્કુરાઈ .ને આ છોકરીને જોઈને તે પુરુષ તેના સામે જોઈ જ રહ્યો .જાણે કે ઉડતું પતંગિયું ઉડી આવ્યું હતું . ' હાં જી, મૈને હી મંગવાઈ હૈ.' કહીને તેણે બોતલ હાથમાં લીધી . અને તેને જોઈને તે બોલ્યો .' યે નહીં ,મુજે તો એલિફન્ટ ચાહિયે .'
' યહાં તો સાબ યે બુલેટ હી મિલેગી .' પેલી છોકરી એ પણ સામે હિન્દીમાં જવાબ આપ્યો . 'અચ્છા તો ચલેગી ! કહીને પેલા પુરુષે બોતલ ખોલી .અને ધીમે -ધીમે બિયર પીવા લાગ્યો. બોતલ ખાલી કરીને તે કાઉન્ટર પાસે આવ્યો અને બોલ્યો . 'કિતના પેસા ?' 'એશી રૂપિયા !' તેણે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને તેમાંથી સોની નોટ કાઢી માસી તરફ ધરતાં બોલ્યો .'બહોત જ્યાદા નહીં હૈ? હમારે યહાં તો ચાલીસ મે મિલતી હૈ !'
'તમારે ત્યાં મિલતી હશે ,અમારે ત્યાં તો આ એક જ ભાવ હૈ .અને આ ભાવે વેચીએ ત્યારે જ તો માંડ પોષાય હૈ !' માસી એ ખીચડી હિન્દીમાં જવાબ આપ્યો. માસીએ 100 ની નોટ ગલ્લામાં મૂકી .20 રૂપિયા પાછા આપ્યા. જે પેલા પુરુષે પોતાના ખિસ્સામાં મૂક્યા. ને પછી માસી પાસે પડેલી બીજી ખુરશીમાં બેસતાં બોલ્યો .'મૌસી, વસે તો મૈં રાજસ્થાન મે રહેતા હૂ. ઔર ખાસ આપ સે હી મિલને આયા હૂ.'. માસીને તૂટ્યું- ફૂટ્યું બાબા હિન્દી આવડતું હતું. જ્યારે સામેનો વ્યક્તિ શુદ્ધ હિન્દીમાં વાત કરતો હતો તેથી તેણી એ બૂમ પાડી.' કાળી... ઓ ...કાળી... અહીં આવ..તો..!' બૂમ સાંભળીને પે'લી બિયર આપવા આવનાર છોકરી ત્યાં આવી .ને પાસેની ખુરશીમાં બેઠી. અને બોલી.' બોલીએ, સાહબ ! ક્યા કામ હૈ ?'
'મેરા નામ દીપસિહ ઠાકુર હૈ. ઓર મેં રાજસ્થાન મે રહેતા હૂ.' પે'લા પુરુષે પોતાનો પરિચય આપ્યો.
'વો તો સહી, લેકિન આપકો હમારા ક્યા કામ હૈ ?' કાળી એ હિન્દીમાં જ પૂછ્યું . ' મૈને સુના હે કી આપકે પૂરે ગુજરાત મે,' દારૂબંધી' હૈ ! ફિર ભી આપ ઇસ તરહ ખુલ્લેઆમ' શરાબ' કૈસે બેચતે હો..?'. ' સાહબ પેસા ક્યા નહીં કર સકતા ?' નીચે સે ઉપર તક, પૂરા ભરણ દેતે હૈ .તભી તો ઈસ તરહ ખુલ્લેઆમ' દારૂ બેચતે હૈ !'કાળી બોલી. 'યહ તો સહી, લેકિન બહોત મહંગા બેચતે હો!' ' મહંગા આતા હૈ, ઇસ લિયે માહંગા બેચતે હૈં !' ' કહાં સે આતા હૈ ? ઓર કોન સી રેટ મે આતા હૈ ?' ' યહાં તો બસ એક હી ઠેકેદાર હે. બાબુસિંગ ! જો હમારે ડીસા કા હી હૈં. પહેલે તો વો ચાલુ પેટી 900 રૂપૈયા મેં, બિયર 500 રૂપૈયા મેં,ઓર મીડિયમ 1200 રૂપૈયા મેં દેતા થા. લેકિન દો મહિને પહલે જ, ઉન્હોને હર પેટી પર 100 રૂપિયા રેટ બઢા દિયા હૈ !'
અને આ ભાવ સાંભળીને તે પુરુષ દંગ થઈ ગયો અને બોલ્યો. ' ઓર ફિર ભી આપ ઉનસે ઈતના મહંગા માલ ખરીદતે હો ?'. 'ક્યા કરે સાહબ, ઉનકે શિવા કોઈ ચારા હી નહિ હૈ !'. 'અગર કોઈ ઈનસે કમ રેટ મે આપકો માલ દેને કો તૈયાર હો જાય. તો આપ ખરીદોગે ?'
'હમ તો તૈયાર હે. ક્યુ કી હમ તો પુરા ભરણ' દેતે હૈ .
લેકિન ઉનકે કે શિવા, ઈનસે સસ્તા માલ યહાં કોણ દે સકતા હૈ ભલા ?' કાળી એ ક્હ્યું .
' મૈ દૂંગા ઉનસે સસ્તા માલ આપકો ,લેકિન લેને કી હિમત હૈ ?' દીપ સિંહ મક્કમતાથી બોલ્યો.
'હિંમત હે તભી તો માં -બેટી અકેલી અડ્ડા ચલાતી હૈ. લેકિન આપ રેટ કયા લોગે. યે તો બતાઓ ?'
' મે આપકો ચાલુ પેટી 700 રૂપૈયા મેં, મીડીયમ એક હજાર મેં, ઔર બિયર 400 રૂપિયા મેં પેટી દૂગા .'
અને આ ભાવ સાંભળીને મા અને દીકરી બંને દીપસિહ સામે જોઈ રહ્યાં . આ ભાવે માલ મળે તેવી તો તેઓ કલ્પના પણ કરી શકે તેમ ન હતાં. કાળી એ મગજમાં કેલ્ક્યુલેટર દાબી હીસાબ ગણી જોયો. રોજનું તેમનું ૨૦ પેટી નું છૂટક કાઉન્ટર હતું પેટીએ 300 ગણીએ તો રોજના 6 000 થાય. તે નફો બાબુસિંહ તેમની પાસેથી બેઠા-બેઠા જ લઈ જતો હતો. આમ મહિને ₹1,80000 રૂપિયા નફો બાબુસિગ તેમના પાસેથી લઈ જતો હતો. મોના પણ થોડું ઘણું હિન્દી સમજતી હતી .તેથી ભાવ સાંભળીને તેને પણ આ વાતોમાં હવે રસ પડ્યો. તે બોલી ' ભાવની વાત તો બરાબર છે સાહેબ, પરંતુ બાબુસિંહ ને હજુ તમે ઓળખતા નથી, તે બહુ જ 'માથાભારે 'અને પહોંચેલો માણસ છે. અને સાથે એક નંબરનો બદમાશ પણ છે.જેવી તેને ખબર પડી કે તમે અહીં ઓછા ભાવે માલ પહોંચાડો છો .તે ઘડી એ જ, એ તમારો એક નંબરનો દુશ્મન થઇ જશે .અને પછી એ ગમે તે હદે જશે. અને જો એનું ચાલ્યું તો, ડીસા જ નહીં પરંતુ બનાસકાંઠા પણ તમને ક્યાંય પગ મૂકવા નહીં દે .' 'ઇસકી ચિંતા તુમ મુઝ પર છોડો મૌસી : મેં ભી ઠાકુર કા બચ્ચા હૂ. ઔર જાન હથેલી પર લેકર હી ધૂમતા હૂ. બસ આપ અપની સેફ્ટી સોચ લો.' ઔર આપ હાં કહે તો, મૈં સન્ડે કો હી માલ પહોચાને કો તૈયાર હૂ.' ' હમ તો નીચે સે ઉપર તક પુલીસ કો પૂરા હપ્તા દેતે હૈ ! ફીર હમારી તો સેફ્ટી હી હે ! ઓર રહી બાત બાબુસિંગ કી, તો વો જો કરેગા વો ભી દેખા જાયેગા કાળી મક્કમતાથી બોલી. દિપસિંહ બોલ્યો.' અરે હાં,મૌસી.હમ તીનો નેં બાતે તો બહોત કી.લેકિન આપને અભી તક અપના ઓર અપની બેટી કા નામ તો બતાયા હી નહીં .' 'મેરા નામ 'મોના' છે .ઓર મારી છોકરી કા નામ 'કાળી': ને માસીની આ ખીચડી હિન્દી સાંભળીને એ ત્રણેય હસી પડ્યાં. 'ઓર મેરા નામ દીપ સિંહ સંગ્રામસિંહ ઠાકુર હેં ! લેકિન આપ મુજે શોર્ટ મે ડી. એસ. કહોગે, તો ભી ચલેગા . પે'લા પુરુષે પણ પોતાની ઓળખાણ આપી. તે પછી ડી.એસ.એ કહ્યું તે ભાવે માલ પહોંચાડવાની વાત નક્કી થઈ . મંડાર થીં ગુદરી ચેકપોસ્ટ થીં કરીને ,છેક ડીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી ઢળે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ડી.એસ.એ પોતાના માટે લીધી . જ્યારે તે પછી તેની સંપૂર્ણ જવાબદારી માસી'એ પોતાના માટે લીધી .અને આમ લગભગ એક કલાક રોકાઈને 'સોદો' પાકો કરીને ડી.એસ. પોતાની ખુલી ઇન્ટર સફારી માં બેસીને મંડાર જવા રવાના થયો.
રવિવારે સવારે વહેલા 5:00 વાગે ડી એસ બંધ બોડીની 540 ગાડીમાં 51 પેટી ભરીને મોના ના અડ્ડે હાજર થઈ ગયો. તેની સાથે તેનો ખલાસી (ક્લીનર) પણ હતો .
બુટલેગરો હંમેશા શુકનના ફેરા માં 51, 71 કે 101 પેટીથી મુહુર્ત કરવાનું માનતા હોય છે. ગાડીનો અવાજ સાંભળીને મા- દીકરી પણ જાગી ગયાં .વાયદા પ્રમાણે ડી એસ માલ ભરીને હાજર થઈ ગયો હતો. ડી.એસ.ખલાસી અને કાળી ત્રણેયે મળી ને પેટીઓ ગાડીમાંથી ઉતારીને અડ્ડા માં થપ્પી મારી. ઞણી તો પૂરી 51 પેટી હતી . તેમાં ચાલુ માલમાં ગોલ્ડ રિમાઈન્ડ ,ડિપ્લોમેન્ટ, ઓફિસર ચોઈસના ક્વાર્ટર, હાફ, અને હોલ ની પેટીઓ હતી. તો મેકડોનાલ્ડ નંબર-૧ અને રોયલ સ્ટેગ જેવા મીડિયમ માલની પેઢીઓ પણ હતી કીગ પ્રેશર અને હેવર્ડ 5000 જેવી બિયર ની પેટીઓ પણ હતી. તો સિગ્નેચર અને એન્ટીગુટી જેવી ઊંચી જાતની પણ પાંચ- છ પેટીઓ હતીઃ 'આમ આજ દિવસ સુધી કોઈ દિવસ નહોતો આવ્યો ,તેવો નવો -નવો માલ આજે માસી ના અડ્ડે આવ્યો હતો. પેટીઓ ગણી ને ચા-પાણી પીને માલ વેચીને પછી જ પેમેન્ટ આપજો.' એવું કહીને ડી.એસ. 540 ગાડી લઈને રવાના થઈ ગયો .મા અને દીકરી માટે આજે આનંદ નો દિવસ હતો. એક તો નવો- નવો અને સારો માલ આવ્યો હતો. અને ઉપરથી પેમેન્ટ પણ પાછળ થી આપવાનું હતું. જ્યારે બાબુસિંહ તો ભાવ પણ દોઢો લેતો હતો. અને ગાડી સાથે જ પેમેન્ટ પણ મૂકવું પડતું હતું બે- ત્રણ દિવસ સુધી બાબુસિગ નેં તેની ખબર ના પડી . તેને મનમાં થયું કે ધરાકી કદાચ ઓછી હશે. અથવા તો આગળ નો સ્ટોક પડ્યો હશે તેમાંથી એ લોકો માલ વેચતાં હશે. પરંતુ જ્યારે ચોથા દિવસે પણ માસી તરફથી કોઈ ઓર્ડર ન આવ્યો ત્યારે તેને આશ્ચર્ય થયું. પહેલા તો મનમાં થયું કે ક્યાંક એ લોકો એ અડ્ડો તો બંધ નથી કરી દીધો નેં ?પરંતુ તેની તેના માણસો દ્વારા ખાનગી તપાસ કરાવી તો જાણવા મળ્યું કે માસી નો અડ્ડો તો પહેલાંથી પણ ધમ- ધોકાર ચાલે છે. અને નવી નવી બ્રાન્ડનો જોઈએ એટલો માલ ખુલ્લે આમ મળે છે.બાબુસિગ ના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેના અને શેખાવત વચ્ચે એવા કદાચ થયા હતા કે, બનાસકાંઠામાં એક પણ પેટી બીજો કોઈ પણ બુટલેગર ગમે એટલી ઊંચી કિંમત આપે તો પણ, પોતાના સિવાય આપવાની નહીં. ને શેખાવત સિવાય બીજો કોઈ પણ માણસ છેક રાજસ્થાનમાંથી ડીસામાં માલ પહોંચાડી શકે તે શક્ય ન હતું . ખાનગી રીતે ઊંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે, ડી .એસ. નામનો એક કોઈ નવો નિશાળીયો યુવાન, દર આંતરા- દિવસે માસીના અડ્ડે માલ પહોંચાડી જાય છે. બાબુસિંગે પોતાના માણસોને મોના પાસે મૂકીને, મોના અને કાળી ને ધમકી આપી કે' તેમણે અડ્ડો ચલાવવો હોય તો, પોતાનો જ માલ લે ! નહીં તો બિસ્તરા -પોટલા બાંધીને ડીસા છોડીને ,ગમે ત્યાં રવાના થઈ જાય.' પરંતુ મા- દીકરી ઉપર આ ધમકીની કોઈ અસર ન થઈ. કારણ કે બાબુસિંહ કરતાં પણ વધુ હપ્તો તે હવે પોલીસ ખાતામાં આપતાં હતાં .અને તેથી બધા જ અધિકારીઓ સાથે તેમને સીધી ઓળખાણ થઈ ગઈ હતી ધમકીની કંઈ અસર ના થવાની બાબુસિગે મા - દીકરીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું .તેણે માસી ના અડ્ડે તોડફોડ કરી, મા- દીકરી ના હાથ- પગ ભાંગી નાખવા માટે પોતાના ચાર- પાંચ માણસો મોકલ્યા. જેવા એ લોકો અડ્ડે જઈને ગાળો બોલીને, હુમલો કરવા ગયા કે : મા અને દીકરી હાથમાં હથિયાર લઈને તેમનો સામનો કરવા નીકળી પડ્યાં કાળી ના હાથમાં લાંબુ ધારિયું હતું. જ્યારે મોનાના હાથમાં કડિયાળી ડાંગ હતી. પાંચ- છ ગ્રાહકો જે દારૂ પીવા આવે લ હતા. તેમણે પણ 'માસી'નો પક્ષ લીધો. રમેશ અને વશરામ પણ માસી ની મદદે આવ્યા .અને આ પરિસ્થિતિ જોઈને બાબુસિગ ના માણસો ને ત્યાંથી ભાગવું પડ્યું. ઉપરથી મોનાએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી કે બાબુસિગ ના માણસો તેમના ઘેર હુમલો કરવા આવ્યા હતાઃ પોલીસે બાબુસિગ નેં બોલાવીને કડક ચેતવણી આપી કે,' ધંધો' કરવો હોય તો બંને સંપીને કરો, નહીં તો બંને અડ્ડા બંધ કરવામાં આવશે .' ' તે પછી બાબુસિગ ના માણસો એ એક- બે વખત રસ્તામાં જ ડી.
એસ. ને આંતરવાની કોશિશ કરી, પરંતુ ડી એસ પોતાની લાઇસન્સ વાળી છ રાઉન્ડ વાળી રિવોલ્વર હંમેશા પોતાની કમ્મરે લટકાવી ને જ રાખતો હતોં .અને તે પાકો નિશાન બાજ હતો .તેથી બાબુસિગ ના માણસો ડી એસ ઉપર હુમલો કરવાની હિંમત ન કરી શક્યા . પરંતુ તે દિવસ થી બાબુસિંહ માસી અને ડી.એસ.નો જાની દુશ્મન બની ગયો. . બાબુસિગ ના પસ્તાવાનો હવે પાર ન હતો. જે મોના ને દયાથી પ્રેરાઈ ને, તેની આંગળી પકડી ને તેને ધંધા માં દોરી હતી. એ જ મોના આજે તેની સામે પડી હતી. માસીનો ધંધો બંધ નીકળવા માટે તે હવે નવો આઈડિયા વિચારવા લાગ્યો .તેણે પોલીસને કહ્યું કે મોના નો ધંધો બંધ કરાવો તો જ હું હપ્તો આપું. પરંતુ 'માસી' પોલીસની હવે બાબુસિંહ કરતાં પણ ડબલ હપ્તો આપતી હતી. તેથી પોલીસ તેનો ધંધો બંધ કરાવવા માટે તૈયાર ન હતી. જેમ જેમ માસી ના અડ્ડા નું નામ પ્રખ્યાત થતું ગયું. તેમ- તેમ બનાસકાંઠા જ નહીં, ગુજરાત રાજ્યના અલગ -અલગ પોલીસ ખાતા નાં સ્કોડ અને શેલ પણ પોતાના વહીવટ દારો દ્વારા, હપ્તો લેવા માટે અહીં આવવા લાગ્યાં હતાં . અને પોલીસ દ્વારા માસીનો ધંધો બંધ ના કરાવવાથી બાબુસિગે હવે હાથ અધ્ધર કરી દીધા. તેણે પોલીસને કહ્યું કે 'મોના ના ધંધા ને લીધે પોતાનો ધંધો હવે ચોંપટ થઈ ગયો છે .અને એનો ધંધો હવે માત્ર પૂરતો જ ચાલે છે. તેથી તે પોલીસને આપતો હતો એનાથી હપ્તાની રકમ અડધી કરી નાંખી .બાબુસિગ ભલે મોં એથી એમ કહેતો હતો .પરંતુ આજે પણ વાસ્તવમાં ખાનગીમાં તો જથ્થાબંધ મોટો ધંધો તો એનો જ હતો. તે દરરોજ એક ટ્રક માલ મંગાવતો અને રાતો-રાત કટીંગ કરીને સમગ્ર બનાસકાંઠા'અને ઉત્તર ગુજરાતમાં જથ્થાબંધ માલ પહોંચાડી દેતો હતો .
આ બાજુ ડી એસ પણ માસીને જોઈએ એટલો અને જુએ તેવો માલ નિયમિત પહોંચાડતો હતો. તે ક્યારેક હવે મોડા વહેલાં આંહીં રોકાઈ પણ જતો હતો. અને સતત સહવાસથી મોના અને ડી એચ એકબીજા તરફ આકર્ષાયા હતાં .ડી એસ ની ઉમર 32 વર્ષની હતી જ્યારે મોનાની ઉંમર ૩૬ વર્ષની હોવા છતાં તે 30 વર્ષની હોય તેવી યુવાન લાગતી હતી. ઉંમર ગમે તે હોય, દરેક પુખ્ત અને તંદુરસ્ત સ્ત્રી પુરુષના શરીરમાં જીસ્મ ની ભૂખ દબાયેલી ,ધરબાયેલી પડી જ હોય છે . અને યોગ્ય વાતાવરણ મળતાં જ તે જાગી ઊઠે છે. તેમાંથી ફક્ત 'રોગી' કે 'મહાયોગી' જ બાકાત હોય છે .ડી.એસ.અને મોના રોગી પણ ન હતાં અને મહાયોગી પણ ન હતાં બંને એ એકબીજાના દિલની વાત જાણી લીધી હતી. પ્રથમ પ્રસ્તાવ ડી.એસ.એ મૂક્યો હતોં .જેનો મોના એ સ્વીકાર કર્યો હતો. પ્રથમ એ બંને એ ખાનગીમાં વાત પાકી કરી લીધી. અને પછી કાળી ને વાત કરી. મા અને દીકરી આ દુનિયામાં એકલાં જ હતાં .તેમને પણ આવી કોઈ કાયમી છત્ર છાયા ની જરૂર હતી .કે જે તેમની જવાબદારી લઈ શકે. જીવનભર તેમનો સાથ નિભાવિ શકે .ડી.એસ.એ આ બધી તૈયારી બતાવી હતી. અને સાથે તેમને વચન પણ આપ્યું હતું . સામે ડીએસ ને પણ કોઈ એવા વિસામા ની જરૂર હતી જેને તે પોતાનું ઘર ગણી શકે .માથું ટેકવીને તે નિરાંતે પોતાનો થાક ઉતારી શકે . અને તે દિવસ થી કોઈપણ પ્રકારની વિધિ કર્યા વિના જ, કોઈપણ પ્રકારના લેખિત કરાર વગર ,મોના અને ડીએસ હવે પતિ -પત્નીની જેમ રહેવા લાગ્યાં .'શરૂઆતમાં અમુક લોકોએ થોડી ઞુસ -પુસ કરી .પરંતુ આમાં કોઈને કંઈ લાગતું -વળગતું ન હતું અને મોના , કાળી અને ડીએસ ને આ સંબંધ મંજૂર હતો. તેથી થોડા જ દિવસોમાં બધાં ચૂપ થઈ ગયાં . દેશી દારૂની માંગ હવે થોડી ઓછી રહેતી હતી. તેથી વશરામ અને રમેશ હવે જરૂર પૂરતા એક -બે ઘાણ ઉકાળી નેં અહીં અડ્ડા માં કામમાં મદદ કરવા આવી જતા હતા. રમેશને તો અહીં કાળી સાથે કામ કરવામાં બહુ આનંદ આવતો હતો જ્યારે વશરામ પણ આંહીં વફાદારીથી નોકરી કરતો હતો અને એ બંને હવે માસીના ખાસ વિશ્વાસુ માણસો થઈ ગયા હતા .
ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ઇંગલિશ દારૂ નો અડ્ડો ચાલુ કરવો હોય ,તેની લાઈન ચાલુ કરવી હોય , કે કોઈપણ પ્રકારનો 'બે નંબરી' ધંધો ચાલુ કરવો હોય, અને જો તેને સારી રીતે ચલાવવો હોય તો ,પોલીસ તંત્રમાં 'સાત નહીં 'નવ' કોઠા ભેદવા પડે છે . (૧) ટાઉન જમાદાર (૨) પી.એસ.આઇ .(૩) પી.આઇ.(૪) ડી.વાય.એસ.પી.(૬) એલ.સી.બી .(૭) ડી.એસ.પી .(૮) ડી.આઇ.જી. સ્કોડ (૯) સ્ટેટ વિજિલન્સ સ્કોડ આ નવ વિભાગોને સાચવી શકો, તો જ ધંધો સારી રીતે કરી શકો. આ બધામાં પરમિશન નો મુખ્ય આધાર એલ.સી.બી ખાતા ઉપર હોય છેઃ કારણ કે તે ડી.એસ.પી .ના સીધા હાથ નીચે નું ખાતું છે અને તેને જિલ્લામાં ગમે તે સ્થળે ,'રેડ' કરવાની અને 'કેસ કરવાની 'સત્તા' મળેલી છે.' ત્યારબાદ બીજા નંબરે આવે છે સ્થાનિક પી.એસ.આઈ. અને જો શહેરી વિસ્તાર લાગતો હોય તો પી.આઇ. જો આ બે વિભાગો તરફથી પરમિશન મળી જાય તો ,બીજા વિભાગો નો સ્ટાફ તો હપ્તો લેવાની રાહ જોઈને જ બેઠો હોય છે.
ઇંગ્લિશ દારૂની પેટીઓમાં ત્રણ સાઈઝની બોટલ પેક કરવામાં આવે છે. ક્વાર્ટસ, હાફ અને હોલ. એક પેટી ની અંદર 48 ક્વાર્ટર્સ , 24 હાફ, કે 12 હોલ પેકિંગ કરેલાં હોય છે જ્યારે કાચ બિયર ની પેટીમાં 12 નંગ અને ટીન બિયર ની પેટીમાં 24 નંગ પેક કરેલાં હોય છે. એક ક્વાર્ટર માં 180 મિલિગ્રામ હાફ માં 350 ml અને હોલમાં 750 ml દારૂ ભરેલો હોય છે. માસીના અડ્ડે હવે તો દરરોજ એક 540 જીપ ગાડી ભરીને માલ ખપી જતો હતો. અને એ માલ ક્યારેક ડી.એસ.જાતે ભરવા જતો, તો ક્યારેક તેનો ખલાસી એકલો ભરીને લઈ આવતો. ધંધો વધતાં 'કાળી' ની કામગીરી હવે વધી ગઈ હતી. છુટક ગ્રાહકો સાચવવા ઉપરાંત, કોઈ પાંચ- દસ કે પંદર પેટીનો ભેગો ગ્રાહક આવે તો પેટી ઉપર સારો એવો નફો ચડાવીને તેને માલ ભરાવી દેતાં હતાં .પરંતુ આ લોકોની જવાબદારી બનાસકાંઠા પૂર્તિ જ રહેતી હતી.
ધંધાના અનુભવના કારણે પેટી ઉપરના સ્ટીકરને વાંચ્યા વિના જ પેટી ઉપર નો કલર અને સાઈઝ જોઈને જ કાળી તે કઈ બ્રાન્ડનો દારૂ છે તે ઓળખી જતી હતી .આમ ચાલુ માલ થી કરીને હાઈ લેવલ સુધીની દરેક બ્રાન્ડ નેં તેં આસા ની થી ઓળખી જતી હતી. અડ્ડા માં પગ મૂકતાં જ ગ્રાહક ને જોઈને, તે ગ્રાહક કઈ બ્રાન્ડ નો દારૂ માગશે તે પણ તે પારખી જતી હતી . ધૂમ ઘરાકી અને અઢળક આવક થી કાળી ના જૂના શોખ, હવે નવા રૂપરંગ સાથે ખીલી ઉઠ્યા હતા. તે રોજ નવી -નવી જાતનાં કપડાં પહેરતી. અવનવી સ્ટાઇલથી વાળ ગૂથતી. મેક-અપ કરી સજતી -ધજતી અને ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા ચેનચાળા કરતી અને તેમની સાથે મુક્ત પણે હસી મજાક પણ કરતી. અનુભવના આધારે તેને હવે એવી પ્રેક્ટિસ પડી ગઈ હતી કે બીયર ની બોટલ નું ઢાંકણું તે જમણા હાથના અંગૂઠા ના નખ થી એક જ ઝાટકે ખોલી નાખતી. અને બોટલ ગ્રાહકને પીવા માટે ધરતી. ને કેટલાક ગ્રાહકો તો તેની આ 'અદા' જોવા માટે જ તેમના અડ્ડે 'બિયર' પીવા આવતા હતા. ડી.એસ.પી. ધગલ સાહેબ સાથે 'મોના' અને ડી.એસ.ને હવે સીધી ઓળખાણ થઈ ગઈ હતી .ધગલ સાહેબ એકલાને જ મહિને એક લાખ રૂપિયા નો હપ્તો આ લોકો પર્સનલ આપતાં હતાં જે એમનો વહીવટદાર દર મહિનાની એક થી પાંચ તારીખે એડવાન્સમાં આવી ને લઈ જતો હતો એના ઉપરાંત બીજાં પણ પોલીસનાં બધાં જ ખાતાં ,તેઓ તેમની 'કેપીસીટી ' પ્રમાણે નિયમિત હપ્તો લઈ જતાં હતાં તેથી તેમનો ધંધો હવે કોઈ રોકી શકે તેમ ન હતું . સામે બાબુસિંહ પણ રોજનું ખાનગીમાં એક 'ટ્રક'નું કટીંગ કરતો હતો. છતાં પોતાને ધંધો હવે ઓછો ચાલે છે, તેમ કહી 'તે ડી.એસ.પી. સાહેબને મહીને 50 હજાર રૂપિયા હપ્તો આપીને છટકી જતો હતોં .
ધંધો વધતાં માલ નો વધુ સ્ટોક રાખવાની જરૂરિયાત જણાતાં મોના, કાળી અને ડી.એસ.એ અડ્ડા થી ખાસ્સું દુર એક પાકી ઈંટોનું મકાન પણ બનાવી દીધું હતું . જેનો ઉપયોગ આ લોકો જથ્થાબંધ બાદ રાખવાના ગોડાઉન તરીકે તથા રહેવા માટે કરતાં હતાં .ઘણી વખત મોના અને ડી એસ ત્યાં આરામ ફરમાવતાં હોય, ત્યારે કાળી ગમે તેવી ઘરાકી હોય ,કે તેમનું ગમે તેવું જરૂરી કામ હોય તો પણ તેમને ડિસ્ટર્બટ કરતી ન હતી . અને તેમને એકાંત માટે પુરતી મોકળાશ આપતી હતી. જોત- જોતામાં બે વર્ષ ક્યારે પસાર થઈ ગયાં .તેની ખબર પણ ન પડી.'કાળી' હવે 16 વર્ષની થઈ હતી. ડી એસ ની ઉમર 34 વર્ષની થઈ હતી. જ્યારે મોના 38 વર્ષે પહોંચી ચૂકી હતી આ બે વર્ષના ગાળામાં આ લોકો ખૂબ કમાયા હતાં .બસ વધુ બે- ત્રણ વર્ષ ધંધો કરી અને આ ધંધો છોડી દેવાનું તેમને વિચાર્યું હતું
પી.આઇ .ડી.જે. ચુડાસમા બહુ વિચિત્ર અધિકારી હતો . તેવો જ તેનો ઇતિહાસ પણ અજીબો- ગરીબ હતો. રાજકોટ પાસેના મોટા ગામના જાગીરદાર કુટુંબનો તે વારસ હતો. અને તેના માતા-પિતાનું તે એકનું એક સંતાન હતો. તેનાં લગ્ન પાસેના જ એક ગામમાં ઉચ્ચ જાગીરદાર ની પુત્રી સાથે થયાં હતાં.તેની પત્ની ખૂબ જ ખૂબસૂરત હતી સાથે હોશિયાર પણ હતી . તેના થકી તેને એક પુત્ર પણ થયો હતોં .તેના બાપદાદાના ગામમાં તેના કુટુંબના નામે હજારો એકર જમીનમાં ફેલાયેલો રાજમહેલ જેવો ભવ્ય બંગલો હતો. વડવાઓ પાસેથી તેને વારસામાં એટલી વિશાળ સંપત્તિ મળી હતી કે' તે બેઠાં- બેઠાં સાત પેઢી સુધી ખાય તોય ખૂટે એમ ન હતું .તે માત્ર શોખ ખાતર જ ભણ્યો હતો. એટલું જ નહીં તેણે મુખ્ય વિષય અંગ્રેજી સાથે જી.પી.એસ.ની પરીક્ષા પણ પાસ કરી હતી. તેને નોકરીની કોઈ જરૂરિયાત ન હતી. છતાં શોખ ખાતર તેણે પોલીસ ખાતામાં નોકરી સ્વીકારી હતી. તેનું પ્રથમ પોસ્ટિંગ પી.આઇ. તરીકે પોરબંદર થયું હતું .પોતાની ફરજ દરમ્યાન ભલ-ભલા કાઠીયાવાડી 'દાદા'ઓની શાન તેણે ઠેકાણે લાવી દીધી હતી. અને તેમનું પાણી ઉતારી દીધું હતું 'મેર, ખારવા, જાડેજા કે બીજાં બધાં જ અસામાજિક તત્વો, તેમના નામથી થર-થર કાંપતા હતા .ઘણા સમય પછી પોરબંદર ને આવો. બાહોશ અધિકારી મળ્યો હતો. પોરબંદરની આમ જનતા ઈચ્છતી હતી કે, પી. આઈ ચુડાસમા કાયમી આંહીં જ નોકરી માં રહે.પરંતુ બે વર્ષની નોકરી પછી ગ્રહ ખાતામાંથી બદલી તો તેને ઓર્ડર આવ્યો હતો. અને ગ્રહ ખાતું સારી કામગીરી કરવાની કદર કરવાને બદલે, તેને સજા કરતું હોય તેમ અચાનક તેની બદલી બનાસકાંઠા જિલ્લામાં 'ડીસા' પોલીસ સ્ટેશન પી.આઇ. તરીકે કરવામાં આવી હતી .
બનાસકાંઠાની બોર્ડર ઇંગલિશ દારૂની હેરા-ફેરી માટે ખૂબ જ બદનામ છે .ગુજરાતમાં દારૂબંધી છે .છતાં કોઈપણ જગ્યાએ દેશી અને વિદેશી દારૂ છૂટથી મળી રહે છે. અને મોટાભાગના લોકોનું માનવું છે કે રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં આવતા વિદેશી દારૂમાંથી 60 ટકા દારૂ એકલા બનાસકાંઠા બોર્ડરેથી જ ઘુસાડવામાં આવે છે. અને વાત પણ સાચી છે. કારણ કે રાજસ્થાનમાંથી બનાસકાંઠા પ્રવેશવા માટે ખોડા, નેનાવા, ગુદરી ,અમીરગઢ અને છાપરી વગેરે જગ્યાએ પાકા રસ્તે ચેકપોસ્ટો ગોઠવેલી છે. જ્યાંથી પોલીસ ને હપ્તો આપી ને બનાસકાંઠામાં દારૂ ઘૂસાડવામાં આવે છે . તે ઉપરાંત વિરૂલ,કુંભારડી, આરખી, અને માવસરી જેવી સરહદે કાચા રસ્તા છે . ત્યાંથી વગર હપ્તે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે .
બનાસકાંઠામાં તે વખતે અંબાજી, પાલનપુર, ડીસા અને રાધનપુર આ ચાર જ પોલીસ સ્ટેશનમાં પી.આઇ ની પોસ્ટ હતી.પી.આઈ.ની હદમાં આવતા જે તે વિસ્તારમાં કાયદો - વ્યવસ્થા જાળવવા ની સંપૂર્ણ જવાબદારી પી.આઈ.ની હોય છે .અને સાથે સંપૂર્ણ સતા પણ એમની જ ચાલે છે .
કોઈપણ બે નંબરી ધંધાનો એ નિયમ હોય છે ક