એના માટે બાબુસિંહ એકાંતમાં બેસી રાત- દિવસ નવી નવી યોજનાઓ ઘડયા કરતો હતો.કેટલાક વિચારના અંતે બાબુસિંહ એક- બે યોજનાઓ મનમાં વિચારી. ધંધાકીય ભાઈ હોવાના કારણે તેના અને લતીફ વચ્ચે બહુ નજીકના સંબંધો હતા. પોતે ડીસા માં માલ કટિંગ કરતો હતો. જ્યારે લતીફ અમદાવાદમાં કટીંગ કરતો હતો. પરંતુ લતીફે હવે દારૂની સાથે- સાથે બીજા પણ ધંધા ચાલુ કર્યા હતા. જેમાં કેફી પદાર્થોની હેરાફેરી કરવી, કોઈને ધમકી આપવી ખંડણી વસુલવી, પ્રોપર્ટી ઉપર કબજો કરવો વગેરે ધંધે પણ ચડ્યો હતો.લતીફને ખંડણી આપી ચુડાસમા નું 'કાશળ બારોબાર કઢાવી નાખું કેવું તેણે મનમાં નક્કી કર્યું .
પરંતુ તેણે આગળ વિચાર્યું કે પોતે લતીફ ને ખંડણી આપે અને લતીફના માણસો ચુડાસમા નું કાશળ કાઢી પણ નાખે પરંતુ લોકો વચ્ચે એમાં પોતાની બહાદુરી ક્યાં દેખાય. આ તો બદલો પણ લેવો હતો .અને તે પણ ખુલ્લેઆમ લેવો હતો .જેથી દુનિયા પણ જાણે કે બાબુસિંહ સાથે દુશ્મની વહોરવી કેટલી 'મોંઘી' છે . અને એના માટે તે નવી જ યોજના મનમાં વિચારવા લાગ્યો. બાબુ સિંગ ચુડાસમા નો કાંટો જડમૂળથી કાઢવા માંગતો હતો. અને કેટલાક વિચાર
ના અંતે એને લાગ્યું કે આ ઘટનાનું જો કોઈ મૂળ હોય તો તે 'મોના' યા ને કી માસી જ છે .એના મનમાં પાકી શંકા હતી કે પોતાને અડ્ડે એ રાત્રે માલ ઉતર્યો છે એની પાકી બાતમી, મોના એજ ચુડાસમા ને આપી છે. અને તે પછી જ પોલીસે તેને અડ્ડે રેડ કરી છે .બાબુસિગે આગળ વિચાર્યું ,કદાચ પોતે ચુડાસમા ને ખતમ કરીને જેલમાં જાય અને પછી મોના આખા ડીસામાં 'માસી 'બનીને રાજ કરે. એના કરતાં તો એક કરતાં બે ' ગૂન્હા'ભેગા કરવા સારા, પહેલાં મોના અને તેની છોકરીનું કામ તમામ કરી લેવું .અને પછી એ ચુડાસમા ના બચ્ચા નો વારો લેવું એવું તેણે મનમાં નક્કી કર્યું .
તેના માટે તેણે એક ગુપ્ત યોજના બનાવી મોડી રાત્રે બધા સૂઈ જાય પછી અચાનક 8,-10 માણસો સાથે મોનાના અડ્ડા ઉપર છાપો મારવો. મા અને દીકરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજારવો .અને લૂંટાય એટલી મજા લૂંટીને પછી બંનેની હત્યા કરીને ,તેમની લાશો ને રાતો- રાત બનાસ નદીના વિશાળ પટ ની રેતીમાં કોઈને પણ પતો ન પડે તેમ દાટી દેવી અને ત્યારબાદ પાછળથી ભલેને ગમે તેવું ભયંકર પરિણામો આવે તો પણ, ભર બજારમાં કે કાં તો ઠેક પોલીસ સ્ટેશન માં ઘુસી ને પણ એ ચુડાસમા ના બચ્ચા ઉપર તૂટી પડવુ અને તેનું કામ તમામ કરી નાખવું એવું મનમાં નક્કી કર્યું .
પરંતુ તેમની આ યોજનામાં જો કોઈ મોટું અડચણરૂપ રૂપ હોય તો તે ડી.એસ હતો. જે ધંધો બંધ હોવા છતાં અહીં મા- દીકરી સાથે રાત- દિવસ પડ્યો પાથર્યો રહેતો હતોં તેની પાસે લાયસન્સ વાળી રિવોલ્વર હતી.અને તે સામનો કરવા પણ સક્ષમ હતો. એ પણ એનો દુશ્મન તો હતો જ પરંતુ એની સાથેની લડાઈમાં ક્યાંક આ ચુડાસમા ન બચી જાય તેની તેને બીક હતી . માટે બાબુ સિગના માણસો ખાનગીમાં મોના ના અડ્ડા ની અને ડી.એસ ની 'રેકી'કરતા હતા .અને તેમને જોઈ તો મોકો આ લોકોને આજે જ મળી ગયો હતો.ડી.એસ તેની ગાડી લઈને આજે રાજસ્થાન ગયો હતો. અને મા અને દીકરી બંને અડ્ડા માં આજે એકલાં જ હતાં .
રાત્રિના 11:00 વાગે 'મોના'ના અડ્ડા થી થોડી દૂર, એક 540 જીપ ગાડી અને એક ઇન્ટર જીપ આવીને ઊભાં રહ્યાં શિયાળાની ઋતુ હોવાથી 11 વાગે પણ 'સોપો' પડી ગયો હતો. બંને વાહનો માંથી ફટાફટ પાંચ- પાંચ માણસો ચૂપ કીદી થી ઊતરી પડ્યા. તેમના હાથમાં તલવાર , ધારિયાં કડીયાળી ડાંગ , જેવાં ઘાતક હથિયારો હતાં .જ્યારે બાબુ સિંગના હાથમાં રિવોલ્વર હતી .એ લોકોએ સાવધાનીથી ચારે બાજુથી મોના ના અડ્ડા ને ઘેરી લીધો.
ટોળા માંથી પ્રથમ ચાર માણસો અડ્ડાના પાછળના દરવાજે ગોઠવાઈ ગયા. ત્યારબાદ બે માણસોએ આગળના દરવાજાને જોરથી ધક્કો માર્યો .એમના આશ્ચર્ય વચ્ચે દરવાજો અંદરથી લોક કર્યા વગર ખુલ્લો જ પડ્યો હતો. આ વિસ્તારમાં નજીકમાં કોઈ માનવ વસ્તી ન હતી .છતાં પણ તેમને આ કામ ચૂપકીદી થી પાર પાડવાનું હતું. અડ્ડા ની અંદર અંધારું હતું .એક જણે ટોર્ચ ચાલુ કરીને તેનો પ્રકાશ અડ્ડા ની અંદર બધી જ બાજુ ફેરવ્યો . અડ્ડો અંદરથી ખાલી હતો .એ લોકોએ એક પછી એક એમ ત્રણે ખંડમાં ટોચનો પ્રકાશ ફેંકીને જોઈ લીધું. તેમના આશ્ચર્ય વચ્ચે બધા જ રૂમ ખાલી હતા. દરવાજા પાસે ના બંને ખંડમાં, ટેબલ, ખુરશી, પાટલીઓ ,ગ્લાસ, પાણીનાં માટલાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું . જ્યારે છેલ્લા, તેમને રહેવાના રૂમમાં ,ખાટલા , ગાદલાં, સીધું સામાન ,રસોઈ બનાવવાનાં સાધનો, એક -બે સુટકેશ સાથે તલવાર , ધારિયું ,લાકડી, કાતોર જેવા હથિયારો પણ પડ્યાં હતાં .પરંતુ આ રૂમમાં પણ મોના કે તેની છોકરી ન હતાં .રાત્રિના નવ વાગ્યા સુધી તો બાબુસિંહના માણસે તેની સગી આંખે એ બંન્ને ને અહીં અડ્ડા ની અંદર જ જોયાં હતાં.તો પછી એ બંને ગયાં ક્યાં?
અંદર ઘૂસેલા માણસો એ અડ્ડા નો પાછળનો દરવાજો ખોલી ને પોતાના સાથીદારોને પૂછ્યું.' અહીં થી એ ભાગી તો નથી ગઈ ને ?' સાથીદારોએ ના કહીએ એટલે ફરી પાછો એ લોકો એ ટોર્ચ નો પ્રકાશ ત્રણે રૂમમાં ફેંકીને જોઈને ખાતરી કરી લીધી .અને પછી બહાર આવી તેમના માણસો ને વાત કરી. કે'' અંદર અડ્ડામાં તો કોઈ જ નથી !'
બધા જ એકબીજાના મોં સામે જોવા લાગ્યા. અચાનક એક જણને કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યો 'એ બંને ક્યાંક ગોડાઉનમાં તો નહીં સંતાઈ ગઈ હોય ને ?'પરંતુ આ લોકોને ખબર હતી કે ગોડાઉન નો ઉપયોગ તો આ લોકો પેટી ઓ ભરવા અને ડી.એસ અને મોના નવરાશના સમયે આરામ કરવા માટે જ કરતાં હતાં . બાકી તેમનું કાયમી રહેઠાણ તો આ અડ્ડો જ હતો. અને ડી એસ આજે અહીં હાજર ન હતો .તેની આ લોકોને પૂરી બાતમી હતી .અને એટલે જ તેમણે આયોજન બદ્ધ અહીં હુમલા નો પ્લાન કર્યો હતો .
તેમ છતાં પાકી ખાતરી કરવા આ લોકો ગોડાઉન તરફ દોડ્યા. પહેલા ગોડાઉનને ચારે બાજુથી ધેરી લો.પછી જ બારણું ઠોકજો.'બાબુ સિંગે એ સૌને ધીમા સાદે સૂચના આપી. ગોડાઉન નું મકાન અડ્ડા થી ખાસ્સું દૂર બનાવેલું હતું .ગોડાઉન નું મકાન મોટું અને લંબચોરસ આકારનું બાંધેલું હતું. અને તે પાકી ઈંટોનું બનાવેલું હતું .અને તેની છત ઉપર સિમેન્ટ નાં પતરાં ઢાંકેલ હતાં . ગોડાઉન માં આગળ અને પાછળ એમ બે લોખંડના દરવાજા પણ લગાવેલ હતા .ને તે ઉપરાંત અંદર એક ચોર બારી પણ મુકેલ હતી .આ મકાન મોના અને ડી .એસ એ સારી આવક થવાથી એક વર્ષ પહેલાં જ બનાવ્યું હતું. જેનો ઉપયોગ આ લોકો દારૂ ની પેટીઓ સંગ્રહ કરવા ના ગોડાઉન માટે કરતાં હતાં .
ટોળા ના લોકોની ધીરજ હવે ખૂટી ગઈ હતી. ગોડાઉનના બંને દરવાજા એકી સાથે ખોલીને , આ લોકોએ બંને બાજુ થી સાથે જ ગોડાઉન માં પ્રવેશ કર્યો. ટોર્ચ નો પ્રકાશ કરીને જોયું તો ગોડાઉન પણ અંદરથી ખાલી હતું . તેમાં બે ખાટલા ઢાળેલા પડ્યા હતા .ને તે ઉપર ગાદલાં પણ પાથરેલા પડ્યાં હતાં. ખાટલા પાસે જ એક પાણીનો ઘડો ભરેલ પડ્યો હતો. અને પાસે એક લોટો પણ પડ્યો હતો. અંદર ઇંગ્લિશ દારૂની પેટીઓના આઠ- દસ ખાલી ખોખાં આમ-તેમ અસ્તવ્યસ્ત પડ્યાં હતાં .બાકી ગોડાઉન ખાલી ખમ હતું .હવે જ આ લોકોને ખ્યાલ આયો કે તેમનો શિકાર એમના હાથમાંથી છટકી ગયો છે .
આ ટોળાના લોકોનો ક્રોધ હવે ભભૂકી ઉઠ્યો .અને ચૂપ કીદી છોડીને તેમણે તાંડવ નૃત્ય મચાવવાનું ચાલુ કર્યું. ગોડાઉનમાં ની એક -એક વસ્તુ ની તેમણે તોડફોડ કરી અને પુરા ગોડાઉનને સળગાવવા ની એક- બે વખત કોશિશ કરી પરંતુ દીવાલો પાકી ઈંટોની બનાવેલ હોવાથી ગોડાઉન સળગાવવા માં તેમને સફળતા ના મળી .ને તે ક્રોધિત ટોળું હાકોટા -પડકારા કરતું પાછું મોના ના અડ્ડા તરફ દોડ્યું .
છેલ્લા 15 દિવસથી એમનો અડ્ડો બંધ હોવાથી 'મોના' બેચેન રહેતી હતી તેમાં પણ બાબુસિંહ ને ત્યાં રેડ કરીને માલ પકડીને બાબુસિંહ સાથે પોલીસે જાહેરમાં જે વર્તન કર્યું ,તેનાથી તેની ઊંઘ ઊડી ગઈ હતી .કારણ કે બાબુસિગ ના સ્વભાવને તે સારી રીતે જાણતી હતી .કોઈપણ ભોગે બાબુસિંહ ચુડાસમા ને છોડશે નહીં, તેની તેને પાકી ખાતરી હતી . શહેરમાં જાત-જાતની વાતો થતી હતી. પરંતુ બાબુ સિંહ કે તેના માણસો તે દિવસ પછી ક્યાંય જાહેરમાં દેખા યા ન હતા .તેથી શહેરના લોકો અજંપાભરી સ્થિતિમાં જીવતા હતા. બધાને દહેશત હતી કે ,આ ક્યાંક ભયંકર તોફાન પહેલાની શાંતિ તો નથી ને ?'
મોના વિચારી રહી હતી કેટલી મહેનત અને કેટલા સંઘર્ષ પછી પોતાને ડીસામાં એક નવી ઓળખ મળી હતી 38 વર્ષની ઉંમર એ કંઈ બહુ મોટી ઉંમર ન કહેવાય હજુ તો તે યુવાન લાગતી હતી તેમ છતાં આખું ડીસા તેને 'માસી' ના હુલામણા નામથી ઓળખતુ હતુ . અને આ ઓળખ તેને 'અડ્ડા' દ્વારા મળી હતી. પરંતુ શહેરનું આ ડહોળાયેલુ વાતાવરણ અને લોકોમાં ચાલતી જાત-જાતની વાતોથી તેને હંમેશા મનમાં સતત ચિંતા રહ્યા કરતી હતી. તેને મનમાં થતું હતું કે બાબુસિંગ અને ચુડાસમા બન્ને વચ્ચેની વેર ની જ્વાળાઓ ક્યાંક પોતાને તો નહીં દઝાડી દે ને ?' તેથી મોના ને હમણાંથી ઊંઘ આવતી ન હતી .પરંતુ આ તંગ વાતાવરણની કાળી ને જાણે કે કોઈ જ પરવાહ ન હોય તેમ, તે બિન્દાસ ફરતી હતી .
આમતો મા-દીકરી બંને દરરોજ અડ્ડા વાળા રૂમ માં જ સૂતાં હતાં .પરંતુ છેલ્લા બે -ત્રણ દિવસથી મોનાને ન જાણે કેમ કોઈ કુદરતી સંકેત થયો કે કેમ ' તે બે -ત્રણ દિવસથી મોડી રાત્રે મા- દીકરી ઊંઘવા માટે ગોડાઉનમાં આવી જતાં હતાં. આજે અચાનક પોતાના અડ્ડા થી છોડે દૂર બે-જીપો આવીને ઊભી રહી. એટલે અડધી જાગતી મોના સફાળી બેઠી થઈ ગઈ. તેણે ઊંઘમાં પડેલી કાળીને પણ જગાડીને સચેત કરી દીધી. ઝબકીને જાગેલી કાળી એ અંધારામાં જ પલંગ નીચે હાથ નાંખીને, નીચે પડેલું લાંબુ ધારિયું હાથ માં લઈ લીધું. મોનાએ પણ પોતાના ખાટલા નીચે પડેલી લાકડી હાથમાં લીધી . અને ધીરેથી ગોડાઉન નો દરવાજો ખોલીને એ બંને બહાર સરખી આવી.ને ગોડાઉનની દિવાલ ની આડશ પાસે સંતાઈને જીપમાંથી કોણ ઉતરે છે, અને શું કરે છે તે જોવા લાગી .તે બંને એ જોયુ તો અંધારામાં આઠ -દસ ઓળા તેમના અડ્ડા તરફ આગળ વધ્યા હતા. તેમના અડ્ડા ને ચારે બાજુથી એ લોકોએ ઘેરી લીધો હતો આ જોઈ ને કાળી હાથમાં ધારિયું લઈને આગળ વધવા ગઈ. પરંતુ મોના એ તેનો હાથ પકડીને તેને રોકી લીધી. 'કાળી' યુવાનીમાં ડગ માંડતી હતી. જ્યારે 'મોના 'પાકટ અને અનુભવી હતી. તેની દહેશત સાચી પડી હતી. આજે કોઈ નક્કી મોટી નવા-જૂની થઈને જ રહેવાની હતી .
મોના પરિસ્થિતિ પામી ગઈ .બીજી જ પળે તેણી એ હાથમાંની લાકડી ફેંકી દીધી.કાળી ના મોં ઉપર હાથ મૂકીને તેને પણ ચુપ રહેવાનો ઈશારો કર્યો. અને તેનો હાથ પકડી ને થોડે દૂર આવેલી કાંટાળા ગાંડા બાવળ ની ગીચ ઝાડીમાં તેને ખેંચી ગઈ . અને મા- દીકરી અંધારામાં ઝાડી વચ્ચે ઊભાં રહીને ટોળાનો આ તમાશો જોતાં હતાં .અને સદ -નશીબે તે બચી ગયાં હતાં .
ગોડાઉન સળગાવવામાં નિષ્ફળતા મળવાથી ટોળાએ બધી જ દાઝ અડ્ડા ઉપર કાઢી. ને અડ્ડા ને ચારે બાજુથી ધેરીને તેને આગ ચાંપી . અડ્ડો અંદરથી ભલે સોઇ-સગવડ વાળો હતોં .પરંતુ તે છાણ, ઘાસ, કંતાન અને પ્લાસ્ટિકના મેણિ યા નો બનેલો હતો. થોડી જ વારમાં પેટ્રોલમાં આગ ચાંપી હોય તેમ અડ્ડો ભડ-ભડ સળગવા લાગ્યો .અને આ ટોળા ને કોઈ નો પણ ડર ના હોય તેમ આ લોકો અડ્ડા ની આજુ -બાજુ હાથમાં હથિયારો લઈને ઊભા હતા .અને હાકોટા- પડકારા કરતા હતા . અગ્નિની ની જ્વાળાઓ થીં પડતા તેમના પડછંદ પડછાયા બિહામણું .રૂપ ધારણ કરતા હતા. બાવળની ઝાડીમાં સંતાઈને દૂરથી મા અને દીકરી આ બધું જોતાં હતાં .પોતાનું ઘર, પોતાની કમાણીનો આધાર, પોતાનો પ્યારો 'અડ્ડો 'તેમની નજરો સામે જ ભડ-ભડ સળગી રહ્યો હતો. અને તેમાં કંઈ પણ કરીશકવા માટે તે અત્યારે શક્તિમાન ન હતાં. 'ક્યાં ગઈ એ વેશ્યાઓ ?આજે તો પાતાળમાંથી શોધીને પણ , જીવતી નથી જ છોડવાની .' જેવા અવાજો આટલા દૂરથી પણ સ્પષ્ટ સંભળાતા હતા .અને આ લોકોનું રોદ્ર રૂપ જોઈને કાળી ને હવે જ ખ્યાલ આવ્યો કે તેની 'મા' એ કેવું ડાહપણ ભર્યું કામ કર્યું હતું . અને બંને બચી ગયાં હતાં .
અગ્નિની જ્વાળાઓ શાંત થઈ એટલે પે'લા ટોળા ના માણસો જીપો માં બેસીને ત્યાંથી રવાના થયા .જે ડીસા માં બાર વર્ષથી ઘર બાંધીને તેઓ રહેતાં હતાં . ત્યાં રહેવું મા અને દીકરી માટે હવે સલામત ન હતું. બાબુસિંહ ની તાકાત ને મોના સારી રીતે જાણતી હતી. આખી બનાસકાંઠા ની પોલીસને તે સામે પડતો હતો .ડીસામાં તે જાહેરમાં ગમે તે કરે તો પણ તેના વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારવાની કોઈ ની પણ હિંમત ન હતી .જેમાં એકમાત્ર 'અપવાદ'રૂપ આ ચુડાસમા નીકળ્યો હતો .અને એ બંનેની લડાઈમાં પોતાનો 'ભોગ' લેવાઈ જવાનું હવે નક્કી હતું. ડીસામાં કોઈની પણ નજરે ચડવું પણ હવે મા- દીકરી માટે ખતરા થી ખાલી ન હતું . અડ્ડા માં નો લેન્ડલાઈન ફોન તો આ લોકોએ અડ્ડા ની સાથે જ બાળી નાખ્યો હતો. તેથી આની કોઈને જાણ પણ કરી શકાય તેમ ન હતી . કેટલાક વિચારના અંતે મોના એ મનમાં એક નિર્ણય કર્યો. તે વિચારી રહી .'હા ,આ દુનિયા માં 'તેના' વિના મા- દીકરી નું કોણ હતું ? એકમાત્ર એ જ સહારો હતો .' અને રાતના અંધારામાં લપાતી છુપાતી મા- દીકરી પાંચ કિલોમીટર ચાલીને ડીસા આખોલ ચાર રસ્તા પાસે એમના જૂના -રહેઠાણ પાસે આવી. રાત્રિના બે વાગ્યે હોવાથી વાહનોની અવર-જવર નહીવત હતી .
ચાર રસ્તા થી એક રસ્તો થરાદ જતો હતો .એક રસ્તો ભીલડી જતો હતો. અને એક રસ્તો ધાનેરા તરફ જતો હતો. ધાનેરા જતા રસ્તે આશરે એક કિલોમીટર દૂર જઈને મા- દીકરી રોડની સાઈડમાં ઉભી રહી .અને કોઈ વાહન મળે તો તેની રાહ જોવા લાગી. લગભગ અડધા કલાકની પ્રતિક્ષા બાદ ચાર રસ્તા તરફથી આવતા કોઈ વાહનની હેડલાઈટ નો પ્રકાશ તેમને દેખાણો. બંને માં દીકરી પાકી સડકના કિનારે આવી ગઈ. અને વાહને રોકવા માટે હાથ ઊંચા કરીને ઈશારો કરવા લાગી .
બે સ્ત્રીઓને રાત્રીના અઢી વાગે સડક ઉપર એકલી જોઈને દયાથી પ્રેરાઈને કે પછી કોઈ બીજા આશયથી પણ ડ્રાઈવરે વાહન નેં ઉભું રાખ્યું .આવનાર વાહન એક ટ્રક હતી. બંને ઝડપથી તેમાં ચડી ગઈ .ટ્રકમાં ડ્રાઇવર અને ક્લીનર બે જણા જ હતા. અને એમના સદનશીબે ટ્રક કુચાવાડા, પાંથાવાડા, ગુંદરી બોર્ડર થઈને રાજસ્થાનમાં જતી હતી .
બીજા દિવસે ડીસા માં અજંપાભરી સ્થિતિ હતી. માસીનો અડ્ડો બળીને ખાખ થઈ ગયો હતો. એમના ગોડાઉનમાં પણ ખૂબ જ તોડ-ફોડ કરવામાં આવી હતી. જેનાં બંને બારણાં હજુ પણ ખુલ્લાં પડ્યાં હતાં.પરંતુ મોના કે કાળીનો પતો ક્યાંય ન હતો . મા-દિકરી અડ્ડા માં સળગી ગઈ છે,કે ક્યાંક ભાગી ગઈ. તેની પણ કોઈને ખબર ન હતી. બાબુસિગે તેના માણસો દ્વારા પોલીસ સ્ટેશન આજુબાજુ ખાનગીમાં વોચ ગોઠવી હતી તેનું અનુમાન હતું કે માં દીકરી મોડા- વહેલા પણ પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનને તો જરૂર આવશે .'અને એ જ વખતે તે બંને ને ખતમ કરવાની હતી .
પી.આઈ. ચુડાસમા પૂરો સજાગ હતો .આ 15 દિવસમાં તેણે ઘણી -બધી માહિતી મેળવી લીધી હતી. અને ઘણી બધી વાતો જાણી દીધી હતી . તેને એ પણ માહિતી મળી હતી કે, બાબુસિંહ પોતાને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને એ માટે તે 'ભૂરાયો' થઈને ફરે છે. પરંતુ આ ક્ષત્રિય બચ્યો એમ તેનાથી ડરીને રણ મેદાન છોડીને ભાગી જાય તેમ ન હતો .' તેણે પણ મનોમન આ પડકારનો સામનો કરવાનો નક્કી કર્યું હતું. કોઈકનું ઘરબાર 'સળગાવી 'દેવું અને તેમાં 'તોડફોડ' કરવી. એમાં કાયદાની ઘણી બધી 'કલમો' લાગતી હતી. મોના આની ફરિયાદ કરવા આવે તો બાબુસિંહ અને તેના માણસોને આ'કેસ'માં ફીટ કરી દઈને તેમને ફરીથી કાયદાનું ભાન કરાવવું તેવું ચુડાસમાએ નક્કી કર્યું હતું. પરંતુ માં- દીકરી હજુ સુધી ફરિયાદ કરવા આવી ન હતી . ઉલ્ટા ની તેમને જમીન ગળી ગઈ હોય તેમ, ન જાણે ક્યાં ગુમ થઈ ગઈ હતી .
મોના અને તેની છોકરી હાથમાંથી છટકી ગઈ ચટકી ગઈ હ તેથી બાબુ શીંગ અને તેના માણસો હવે 'હડકાયા' થયા હતા.ને ક્રોધ માં તે સાન-ભાન ખોઈ બેઠા હતા. ચુડાસમા ને ખતમ કરવો એ એમને મન મોટી વાત ન હતી. પરંતુ એમની અને ચુડાસમાની લડાઈ નો ફાયદો ઉઠાવીને પાછળથી મોના ડીસામાં અડ્ડો ચલાવીને 'માસી' બનીને રાજ કરે, તે તેમને મંજૂર ન હતું . ને એ માટે તેમણે પહેલા મોના ને ટાર્ગેટ બનાવી હતી .મોના તો સંતાઈને ક્યાંક ભાંગી ગઈ હતી. પરંતુ એ ચુડાસમા નો બચ્યો સંતાઈને ક્યાં જવાનો છે ?' ચોવીસ કલાકમાં જ તેનો ફેંસલો કરી નાખવાની પ્રતિજ્ઞા સાથે ,પૂરી તૈયારી સાથે આ લોકો ફરતા હતા એમને એ પણ ખબર હતી કે પેટ્રોલિંગમાં ફરતી પોલીસ જીપ માં એકમાત્ર ચુડાસમા પાસે જ રિવોલ્વર છે બાકીના બીજા સ્ટાફ પાસે તો માત્ર લાકડીઓ અને દંડા છે .અને ચુડાસમા રિવોલ્વર નો ઉપયોગ કરે તેવો કોઈ મોકો જ એને આપવાનો ન હતો .અને આ લોકોને સમાચાર મળ્યા કે દસ મિનિટ પહેલાં જ ચુડાસમા ડીસા થી પાટણ બાજુ જતા રસ્તે પોલીસ જીપ લઈને ગયો છે .
રાત્રિના આશરે 9:30 વાગે બનાસ નદીના કિનારે આવેલા બાબુસિંહના અડ્ડા માંથી એક ખુલ્લી ઇન્ટર જીપ રવાના થઈ. મોન્ટુ પહેલવાન ગાડી ચલાવતો હતોં .જ્યારે બાબુ સિંહ તેની બાજુમાં બેઠો હતોં .તેની કમ્મરે લૉડેડ કરેલી રિવોલ્વર લટકતી હતી. બીજા ચાર સાથીદારો પાછળ બેઠા હતા. તેમાંથી બે જણા પાસે લાયસન્સ વગરની બે નાળી બે બંદૂકો હતી. બીજા બે જણ પાસે પણ તલવાર ધારિયું જેવાં ધાતક હથિયારો હતાં .કોતરોનો કાચો રસ્તો પૂરો થતાં જ મોન્ટુ પહેલવાને જીપ ને બનાસના પુલ પાસે થી પાકા હાઇવે ઉપર ચડાવી .પુલ તરફથી આવતા કોઈ વાહનની હેડલાઈટનો પ્રકાશ જોઈને તેણે જીપ ની ગતિ શહેર ધીમી કરી. પરંતુ આવનાર વાહન થોડે દૂર હોવાથી જીપ ને તેણે રોડ ઉપર ડાબી બાજુ લઈ ને થર્ડ ગેરમા નાખી ,અને પછી ટોપ ગેરમા નાખી ને મારી મૂકી.
ગાયત્રી મંદિરથી હવાઈ પીલ્લર સુધી બંને વાહનો હાઈવે ઉપર એક જ ધારી ગતિએ એ , સરખું અંતર જાળવીને ચાલતાં રહ્યાં. તે પછી પાછળ આવતા વાહનને ઉતાવળ હોય તેમ, એકાએક તેણે પોતાના વાહન ની ગતિ વધારી. માર્કેટ પાસે ત્રણ રસ્તા પાસે આવતાં પાટણ જવાના રસ્તે જીપ ને વાળવા માટે મોન્ટુ પહેલવાને જીપ ની સાઈડ સિંગલ્સ લાઈટ ચાલુ કરી .અને રસ્તો આવતાં એ બાજુ જીપ નું સ્ટેરીંગ ધુમાવ્યું . અને એ જ વખતે પાછળ આવતા વાહન ચાલકે પોતાના વાહન ઉપર નો સટીયરિગ ઉપર થી કાબૂ ગુમાવ્યો. ને બીજી જ સેકન્ડે પાછળ પૂર ઝડપે આવતી ટ્રકે જીપને જોરદાર ટક્કર મારી .અને ધડાકો એટલો જોરદાર હતો કે રાત્રિના શાંત વાતાવરણમાં બે કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો .
ટ્રકની જોરદાર ટક્કરથી જીપ બે ગ્લુટિયા ખાઈને રોડ ની સાઈડની ચોકડીઓ ના ખાડામાં જઈને ઉંધી પડી ગઈ હતી ટ્રક ડ્રાઈવરે પણ આ ભયંકર અકસ્માત થી પોતાના સટીયરિગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો .પરંતુ ટ્રક સામેની ચોકડીઓમાં ઉતરી જાય એ પહેલા, તેણે તેના ઉપર કાબુ મેળવી લીધો .અને સ્ટેરીંગ ઘુમાવીને ટ્રકને મહામહેનતે મરડી ને તેણે હાઇવે ઉપર લાવી, ટ્રકના આગળના ભાગને પણ ભયંકર નુકસાન થયું હતું . પરંતુ તેના સદનશીબે એન્જિન હજુ ચાલુ હતું. અને અકસ્માતમાં સામેના વાહન ને શું નુક્શાન થયું છે. તે જોવાની પરવા કર્યા વગર જ ટ્રક ડ્રાઇવરે ટ્રકને પૂરપાટ ઝડપે પાલનપુર બાજુ મારી મૂકી .
તે વખતે ત્યાં નજીકમાં કોઈ લોકો રહેતા ન હતા. ધડાકા નો અવાજ સાંભળીને દૂર -દૂરથી લોકો દોડી આવ્યા .સ્ટ્રીટ લાઇટ તે વખતે ત્યાં હજુ આવી ન હતી .આવનાર માણસો એ ટોર્ચ નો પ્રકાશ કરીને જોયું તો, છ -માણસો જુદી-જુદી જગ્યાએ અસ્ત- વ્યસ્ત પડ્યા હતા. જેમાંના બે માણસો ચીસો પાડી -પાડી ને કણસતા હતા. એક તરફડિયા મારતો હતો .અને એક થોડું -થોડું હલનચલન કરતો હતો. જ્યારે બે જણાએ તો અહીં જ શુદ્ધ - બુદ્ધ ગુમાવી દીધી હોય તેમ, શાંત પડ્યા હતા .જીપ ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. ને તે ફંગોળાઈને ચોકડિઓ જઈને ઉંધી પડી હતી .
તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી લગભગ 15- 20 મિનિટ પછી પોલીસ ત્યાં આવી. અને પોલીસે આવીને જોયું તો,તે જીપ ડીસા માં 'દાદા' ગણાતા બાબુસિંહ'ની હતી .જે ફંગોળાઈને ચોકડીઓમાં ઉંધી પડી હતી .અને અંદરથી ફંગોળાઈને છ માણસો આડા-અવળા પડ્યા હતા અને આ અકસ્માત સર્જનાર સામેનું વાહન ત્યાં સ્થળ ઉપર ન હતું .
પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી. તેટલી વારમાં બાબુસિગ ના માણસો અને તેનાં કુટુંબ વાળાને સમાચાર મળવાથી તે પણ ત્યાં દોડી આવ્યાં હતાં .અને રાત હોવા છતાંય થોડી જ વારમાં ત્યાં 50 થી 100 માણસોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ગંભીર રીતે ઘાયલ ચાર માણસોને એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવા માં આવ્યા. જ્યારે થોડી ઓછી ઇજા વાળા બે જણા ને ડીસા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા .
પાલનપુર પહોંચાડાયેલા ચાર માણસોમાંથી બે જણ ને તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરીને, તેમની સારવાર ચાલુ કરવામાં આવી. જ્યારે બે માણસોને ડોક્ટરો એ તપાસીને ,તેમને 'મૃત 'જાહેર કર્યા .અને એ 'મૃત' જાહેર કરેલ માણસોમાં એક ડીસાનો 'દાદા' ગણાતો 'બાબુસિંહ 'હતો. જ્યારે બીજો તેનો બોડીગાર્ડ 'મોન્ટુ પહેલવાન' હતો . પોસ્ટમોર્ટમ બાદ, બીજા દિવસે સવારે બંનેની 'લાશો'ને ડીસા લાવવામાં આવી .'ડીસા' માં હાહાકાર મચી ગયો હતો. હજારોની મેદની તેમની સ્મશાન યાત્રામાં જોડાઈ હતી.આખું ડીસા શહેર બંધ રાખવામાં આવ્યું હતું .અથવા તો કહો કે રખાવવામાં આવ્યું હતું .
બનાસ નદી નાં કોતરો પાસે તેમના અડ્ડા થી થોડે જ દૂર આવેલાં સ્મશાનમાં એ બંનેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. ડીસા ના ઇતિહાસના એક 'પાના 'નો જાણે કે અસ્ત થયો હતો.અને કમનસીબી એ હતી કે પોલીસે ઘણી તપાસ કરી છતાં ,આજ દિવસ સુધી અકસ્માત કરનાર એ સામેના વાહન નો કોઈ પગ કે પતો મળ્યો ન હતોં .
અને સૌના આશ્ચર્ય વચ્ચે એના ત્રણ દિવસ પછી મોના અને તેની દીકરી કાળી અચાનક ડીસામાં તેમના ગોડાઉનમાં દેખાણી હતી .તેમનો અડ્ડો તો બળીને રાખ થઈ ગયો હતો. એટલે અહીં ગોડાઉનમાં જ બંને રહેતી હતી.
પાંચમા દિવસે પી.આઇ ચુડાસમા પોલીસ જીપ લઈને મોના ના ગોડાઉને આવ્યા .મા અને દીકરી બંને ઘરે જ હતાં 'આવો ,પધારો ..સાહેબ !' મોના અત્યાર સુધીમાં ઘણા અધિકારીઓને આવકારી ચૂકી હતી .અને પછી તેણીએ બૂમ પાડી.' કાળી... ઓ કાળી ..! સાહેબો માટે ખુરશીઓ લાવ..તો !' કાળી એ ગોડાઉન માંથી લાવીને એક ખુરશી ચુડાસમા ને બેસવા માટે મૂકી. ને બીજી બે-ત્રણ ખુરશીઓ લાવીને તેનાથી થોડે દૂર ,સ્ટાફના માણસોને બેસવા માટે મૂકી. ચુડાસમા ખુરશીમાં બેઠા. પરંતુ સ્ટાફના માણસો સાહેબની આમન્યા જાળવીને ખુરશીમાં ન બેઠા, તેઓ ઉભા જ રહ્યા .
ચુડાસમાએ ખુરશીમાં બેસીને કહ્યું 'મોના મારે તારી અને તારી છોકરીની થોડી પૂછપરછ કરવી છે .'
'બોલો સાહેબ, શું પૂછપરછ કરવી છે ?' મોના હવે સચેત થઈ ગઈ. તે દરમિયાન કાળી પણ ગોડાઉન ના બારણા વચ્ચે આવીને ઉભી રહી હતી. અને તેણી એ બંને હાથ દરવાજાની 'બારશાખે' ટેકાવ્યા હતા. તેણીએ પગની આંટી મારીને એક પગ, જમીન ઉપર ટેકવ્યો હતો.જ્યારે બીજા પગ નો માત્ર પંજો જ જમીન ઉપર અડતો હતો. ને તે વરદ મુદ્રામાં ઉભી હતી. 'સાંભળ્યું છે કે ચાર-પાંચ દિવસ અગાઉ તમારું ઘર, અને અડ્ડો કોઈકે સળગાવી નાખ્યાં છે ?' ચુડાસમાએ ઇરાદાપૂર્વક 'કોઈક'શબ્દ વાપર્યો 'હા સાહેબ, એ વાત સાચી છે !' મોનાએ ટૂંકો જવાબ આપ્યો . 'તો પછી એની ફરિયાદ પોલીસ માં કેમ મા ના કરી ?'. 'કોના ઉપર ફરિયાદ કરું સાહેબ ?'
'કેમ ,ઘર અને અડ્ડો સળગાવનારના નામની તમને ખબર નથી ?' 'અમે મા- દીકરી ક્યાં અહીં હાજર હતાં તે અમને ખબર હોય ?' મોના એ સામો પ્રશ્ન કર્યો .
'ક્યાં ગયાં હતાં ?' 'મારા પિયર ,મળવા માટે .'
ચુડાસમા ને ક્યાં ખબર હતી કે ,મોનાને સાસરુ કયું છે અને પિયર કહ્યું છે . 'તો પછી ત્યાંથી પાછાં ક્યારે આવ્યાં ? 'બે દિવસ પહેલાં જ ,એ બધું પતી ગયા પછી .' ' તો પછી ત્યાંથી આવ્યા બાદ પણ ફરિયાદ કેમ ન નોંધાવી? 'કોના ઉપર નોંધાવુ સાહેબ ?'. 'તમને કોઈના ઉપર શક હોય, કે કોઈનાથી દુશ્મની હોય તો તેમાં નામ પણ શંકા ના આધારે આપી શકાય ને ?' 'ના રે સાહેબ ,અમારે શા માટે કોઈનાથી દુશ્મની હોય ? અને શક પણ કોના માથે કરવો ?'
'અચ્છા ,આ બાબુ સિંગ અને મોન્ટુ પહેલવાન અકસ્માત માં ગુજરી ગયા. એના વિશે તમે કાંઈ જાણો છો ?' ચુડસમા એ ચાલ બદલી. 'અમે ક્યાં ચાર દિવસથી ડીસા માં હાજર જ હતાં તે એની અમને કંઈ ખબર હોય? મોના એ વાત ઉપર ઠંડુ પાણી જ રેડી દીધું . 'ક્યાં ગઈ તારી એ છોકરી ? શું નામ એનું ?' કહીં ચુડાસમા એ બારણા તરફ નજર કરી .
અને એ છોકરી ઉપર પૂરી નજર પડતા જ ચુડાસમા ની આંખો ત્યાં જ ચોટી ગઈ. આશરે 16 -17 વર્ષની ઉંમરની લાગતી એક છોકરી બારણા ની વચ્ચોવચ 'બારશાખે 'બે હાથ ટેકવીને વરદ મુદ્રામાં ઉભી હતી . તેણીએ વાદળી કલરનો છેક પાની સુધી પહોંચતો, નીચે ઘેર વાળો ચણિયો પહેર્યો હતો. અને તેના ઉપર એ જ કલર નો ટૂંકી બાંય વાળો કબજો પહેર્યો હતો. તેના માથાના વાળ પીઠ પાછળ ખુલ્લા લહેરાઈ રહ્યા હતા. કાનની બુટોમાં સોનેરી કલરની બે મોટી રીંગો લટકતી હતી.જ્યારે નાકની ચૂક માં નાનો હીરો ચમકતો હતો. ને બાર શાખે ટેકવેલા બંને હાથમાં ગોલ્ડ કલરની ચાર- ચાર બંગડીઓ પહેરેલી હતી .
લગભગ મોનાની જ પ્રતિકૃતિ કહી શકાય એવી, મોનાની જેટલી જ ઊંચાઈની, પરંતુ મોના થી સહેજ પાતળી, ગોરી અને રૂપાળી એવી એક છોકરી આ લોકોની ઉપેક્ષા કરતી હોય તેમ , સ્થિર નજરે તેમના તરફ જોતી બે પ્રવાહી થી ઊભી હતી . જે પોતાના જમીન ઉપર અડધા ટેકવેલા જમણા પગ નો ઢીંચણ ધીમો -ધીમો ધ્રુજાવી રહી હતી. 'તારું નામ શું છે છોકરી ?' ચુડાસમા