The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શીર્ષક વિજ્ઞાન અને સંબંધોની જાળ સમય જતાં અમુક લોકો નિષ્ક્રિય વાયુ જેવા બનતા જાય છે. જેમ નિષ્ક્રિય વાયુનું ઈલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થઈ જાય પછી તે સ્થિર થઈ જાય છે, તેમ આ લોકોનું 'અષ્ટક' પણ સંબંધો અને માણસોના અનુભવોથી પૂર્ણ થઈ જાય છે. પરિણામે, જેમ નિષ્ક્રિય વાયુ કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી કે અન્ય પરમાણુ સાથે સંયોજાતા નથી, બરાબર તેમ જ આ લોકો પણ નવા સંબંધો બાંધવામાં તદ્દન નિષ્ક્રિય થઈ જાય છે." વાજા નિધિ - vaja Nidhi H
ટમટમતા તારલા શાં આંસુ, ભાવોના રસ એમણે ચાખ્યા છે. કોઈક વાર દુઃખના એકાંતમાં, તો ક્યારેક સુખના મેળાવડામાં સતત સાથે રહ્યા છે. ક્યારેક પ્રેમની ભરતીમાં, તો ક્યારેક વિરહની ઓટમાં સાગર બની વહ્યા છે. આ હૃદય અને આંખને જાણે જોડીને રાખ્યા છે. — નિધિ વાજા
એ જ સમય મારે ફરી જીવવો છે! પહેલા નંબરે આવીને જ્યાં ખુશીઓથી છલકાતા, એવા મધુર સમયને મારે ફરીથી જીવવો છે... હર પ્રવૃત્તિમાં સૌથી આગળ રહીને મલકાતા, એ જ જૂના અંદાજને મારે ફરીથી જીવવો છે. કોલેજના એ દિવસોમાં પણ ચારેય તરફ છવાતા, એ જ રજવાડી ઠાઠને મારે ફરીથી જીવવો છે... 'સાયન્સ' ભણીને વટથી આખી દુનિયામાં મહેકતા, એ જ ગર્વના દરજ્જાને મારે ફરીથી જીવવો છે. ભૂતકાળની એ જીતને મારે ભવિષ્યમાં સજાવવી છે, મહેનત તણી આ રાહ પર કિસ્મત ઝુકાવવી છે... દુનિયા મગરૂર થઈને જ્યાં મારું નામ પોકારે, 'સરકારી શિક્ષક'ના એ જ ગૌરવને મારે ફરીથી પામવો છે! Nidhi Vaja
કડવા અનુભવ ઘણા એવા થાય છે, જેનાથી હવે મને માણસ ઓળખાઈ જાય છે. હોઠોથી નહીં, પણ આંખોથી ઘણું કહી જાય છે, સંબંધોની ધીમેથી પણ સમજ પડતી જાય છે, એટલે જ મન ક્યાંક એકલતાને શોધતું થાય છે. — નિધિ એચ. વાજા (Nidhi .H. vaja) - vaja Nidhi H
આંખોના પલકારામાં તું, સફળતાની ચાવીના ખનકારામાં તું. મધુર વાણીના રણકારામાં તું, હૃદયના દરેક ધબકારામાં તું. કલમના શબ્દાલંકારમાં તું, જન્મોજન્મના સથવારામાં તું. — નિધિ વાજા
શીર્ષક- સફળતાની રાહમાં... સફળતાની રાહ જોતાં, નિત રવિ શા તપતાં. મૃગજળ શી ઇચ્છાના, સાગરમાં રોજ ડૂબતાં. તૃપ્તિ શાં તરુવરમાં, આમ જ ગોટા ખાતાં! -નિધિ વાજા
વાત મનમાં ને મનમાં જ ખૂંચતી જાય છે, ભલાઈ આપણી અહીં મૂર્ખાઈ ગણાય છે. સારા વ્યવહારને લોકો નબળાઈમાં તોલે છે, બસ, અહીં જ લોકો પોતાના દ્રષ્ટિકોણ ખોલે છે. સારો વ્યવહાર તો આપણા સંસ્કારને દીપાવે છે, પણ જોનાર વ્યક્તિ એમાં પોતાનું જ ચરિત્ર બતાવે છે. સમાજની આવી વાતો દિલ પર આવીને વાગે છે, એટલે જ આ વાતો મનમાં સદાય જાગે છે -Nidhi.H.Vaja
"જિંદગી ની રમતો" ગમે છે એ મળતું નથી મળે છે એ ગમતું નથી ગજબ છે જિંદગી તારી રમત આવે છે ત્રણ એક્કા ત્યારે કોઈ રમતું નથી.. -સાગર વાજા
પ્રેમ તારે, પ્રેમ ડૂબાડે ક્યારેક કિનારો બનીને એ તારે છે, તો ક્યારેક મધદરિયે એ ડૂબાડે છે. આ પ્રેમ પણ અજીબ ખેલ ખેલે છે, ક્યારેક હસાવે છે, તો ક્યારેક રડાવે છે. જ્યારે બને એ જીવવાનું બહાનું, ત્યારે પથ્થર દિલને પણ એ ઓગાળે છે. હાથ પકડીને તારું પળભરમાં, એ જિંદગીના અધરા રસ્તા કાપે છે. પણ જ્યારે એ બને ઊંડું તોફાન, ત્યારે શ્વાસની ગતિ પણ એ રોકે છે. ભરોસાની નાવ જો તૂટી જાય, તો એ જ પ્રેમ જીવતેજીવ ડૂબાડે છે -Nidhi.H.Vaja - vaja Nidhi H
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser