શીર્ષક વિજ્ઞાન અને સંબંધોની જાળ
સમય જતાં અમુક લોકો નિષ્ક્રિય વાયુ જેવા બનતા જાય છે. જેમ નિષ્ક્રિય વાયુનું ઈલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ થઈ જાય પછી તે સ્થિર થઈ જાય છે, તેમ આ લોકોનું 'અષ્ટક' પણ સંબંધો અને માણસોના અનુભવોથી પૂર્ણ થઈ જાય છે. પરિણામે, જેમ નિષ્ક્રિય વાયુ કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી કે અન્ય પરમાણુ સાથે સંયોજાતા નથી, બરાબર તેમ જ આ લોકો પણ નવા સંબંધો બાંધવામાં તદ્દન નિષ્ક્રિય થઈ જાય છે."
વાજા નિધિ
- vaja Nidhi H