Prem ane Mitrata - 12 - Last part in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ અને મિત્રતા - ભાગ 12 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

પ્રેમ અને મિત્રતા - ભાગ 12 (અંતિમ ભાગ)

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે નીરજા એ રાહુલ ને નકારી દીધો છે...કેમ કે એ ધૈય ને પ્રેમ કરે છે. હવે રાહુલ નું અને નીરજા નું ભવિષ્ય શું હશે...)

(એ દિવસ રાહુલ પોતાને એક નિષ્ફ્ળ વ્યક્તિ સમજી રહ્યો હતો...ધૈર્ય ને ખબર હતી કે નીરજા એને ના જ પાડવાની છે...એ રાહુલ ના કોઈ પણ સવાલ નો જવાબ આપી શકે તેમ ન હતો...એટલે ધૈર્ય એ રાહુલ ને ફોન જ ના કર્યો.)


(બીજે દિવસે રાહુલ અને ધૈર્ય મળે છે...મળતા ની સાથે જ રાહુલ ધૈર્ય ને ગળે લગાવે છે...)


રાહુલ : યાર....હું ફરી નિષ્ફળ રહ્યો...


ધૈર્ય : કેમ ??


રાહુલ : નીરજા એ ના પાડી દીધી..


ધૈર્ય : અરે યાર...તું તારું મન નાનું ના કરીશ અને શું થયું એ મને કે...


રાહુલ : થયું એવું કે એ મને પ્રેમ નથી કરતી એ કોઈ બીજા ને પ્રેમ કરે છે...એટલે એને મને હા ના પાડી..


ધૈર્ય : હમ્મ...નામ દીધું એને ??


રાહુલ : ના એને એમ કીધું કે સમય આવશે એટલે તને કહીશ.


ધૈર્ય : (હાશ...) બરોબર...


રાહુલ : હવે ભાઈ...??


ધૈર્ય : આ તારું ખરાબ સપનું હતું એ સમજી ને ભૂલી જજે...જે રીતે મેં તને કીધું હતું..


રાહુલ : ના ભાઈ...આ વખતે હું બહુ જ નોર્મલ છું...એક કે બે દિવસ એવું લાગશે પછી બધું સરખું થઇ જશે.


ધૈર્ય : વાહ...સરસ ભાઈ...મને તારા થી આવી જ અપેક્ષા હતી.

(થોડા દિવસ થયા બધું પહેલા કરતા નોર્મલ થઇ ગયું હતું...રાહુલ એ મને ફોન કરી ને ક્લાસ માં બોલાવ્યો...)

ધૈર્ય : બોલ ભાઈ…અચાનક બોલાવ્યો બધું બરોબર છે…ને  ??


રાહુલ : હા…ભાઈ તને એકલા ને નહિ આપણા ગ્રુપ ના બધા ને બોલાવ્યા છે...


ધૈર્ય : કેમ…??


રાહુલ : આવા દે...પછી કહું...


(ત્યારબાદ નયન, નિકિતા, ગૌરવ, નિલેશ, નીરજા, હિરલ, છાયા, પ્રેક્ષા....બધા જ આવ્યા....)


નયન : કેમ ભાઈ...આજે બધા ને ભેગા કર્યા કોઈ પાર્ટી આપવાનો છે કે શું...??


રાહુલ : હા...આપીશ..ચોક્કસ...


હિરલ : તો ભાઈ...બોલ શું કહેવું હતું તારે ??


રાહુલ : કહું છું...તમે બેન્ચ પર બેસી જાઓ...


ગૌરવ : ભાઈ લેક્ચર લેવાનો હોય તો કઈ દે...તો હું જાઉં અહીંયા થી.


રાહુલ : (હસતા) ના ભાઈ લેક્ચર નથી...


નીરજા : તો....??


રાહુલ : વાત એમ છે કે મારે તમને એક કહાની કહેવી છે એટલે જ તમને લોકો ને મેં ભેગા કર્યા...


ધૈર્ય : ઓહ...તો કે ભાઈ કહાની સાંભળીયે...


રાહુલ : હા...ભાઈ તો સાંભળો...વાત પાંચ વર્ષ પહેલા ની છે...ધવલ નામ નો છોકરો એ પૂજા નામ ની છોકરી ને પ્રેમ કરતો હતો...પણ એને માત્ર જોઈ ને જ ખુશ થતો.. અને એ પૂજા પણ એને પ્રેમ કરતી હતી પણ એ પણ એને જોઈ ને જ ખુશ થતી...


(નીરજા અને ધૈર્ય એક બીજા ની સામે ચકિત થઇ ને જોઈ રહે છે...)


રાહુલ : બંને એક બીજા ને વાત કરવા થી ડરતા હતા...ધવલ ને એમ હતું કે હું એક તરફી પ્રેમ કરું છું અને પૂજા ને એમ હતું કે હું એને એક તરફી પ્રેમ કરું છું. આ રીતે થોડા વર્ષો વીતી ગયા...બંને એક જ કોલેજ માં ભેગા થયા...કોલેજ માં ધવલ નો પલક કરી ને એક મિત્ર હતો...ધવલ એ એની મિત્રતા એ હદ સુધી નિભાવી કે જે પૂજા ને એ પ્રેમ કરતો હતો એ જ પૂજા માટે એના મિત્ર પલક ને પસંદ કર્યો...અને બંને એક થઇ જાય એવું વિચાર્યું...


(બધા લોકો આ વાત સાંભળી ને ચકિત થઇ ગયા...)


નયન : અરે ભાઈ તું આ કોની કહાની કહી રહ્યો છે ??


નિકિતા : હા....આ કહાની તો ઓળખીતી લાગે છે...


રાહુલ : અરે...મને ખબર છે તમારા લોકો ના મન માં અત્યારે ઘણા સવાલો છે...પણ તમે ચિંતા ના કરશો હું તમને બધું જ કહીશ પણ આ કહાની તો સાંભળી લ્યો.


ધૈર્ય : રાહુલ...આગળ બોલ શું થયું પછી....


રાહુલ : તો ભાઈ....ધવલ ને ત્યારે એમ હતું કે પૂજા એને પ્રેમ નથી કરતી...એટલે એને પલક અને પૂજા ને એક કરવાનું મિશન હાથ માં લીધું,... પૂજા અને પલક ને એક કરવા એને પૂજા ના મિત્રો ને જોડવાનું ચાલુ કર્યું...બધા જોડે મિત્રતા કરી ને પલક અને પૂજા ને સામ સામે લાવ્યો...અને પોતે જે એ પૂજા ને પ્રેમ કરતો હતો એને વાત પણ ન હતો કરતો... સમય સંજોગે પૂજા ને ખબર પડી ગયી કે ધવલ એને પ્રેમ કરે છે...તો એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું એને ગમે તેમ કરી ને ધવલ એનો થાય એ વિચારી લીધું હતું...જયારે પલક એ પૂજા ને પ્રેમ નો ઇજહાર કર્યો તો પૂજા એ એને ના પાડી દીધી...આ રીતે ધવલ એ એની મિત્રતા નિભાવી....પણ જયારે ધવલ ને ખબર પડી કે પૂજા એને પ્રેમ કરે છે જે ખુદ પૂજા એ કીધું... કે હું તને પ્રેમ કરું છું પલક ને નહિ...તો પણ એને પૂજા ને અપનાવી નહિ....કેમ કે એ પલક સાથે ની મિત્રતા નિભાવતો હતો...હવે તમને લોકો ને એમ થતું હશે કે ધવલ એ તો એની મિત્રતા નિભાવી જાણી...પણ પલક ક્યારે નિભાવશે...કેમ કે હવે મિત્રતા નિભાવવાનો વારો હવે પલક નો હતો...


(રાહુલ એ એના બેગ માં થી એક ડાયરી કાઢી....)


રાહુલ : આ એ ડાયરી છે...જેમાં આ કહાની છે...આ ડાયરી એ ધવલ ની છે જે અત્યારે મારો મિત્ર ધૈર્ય છે...હું પૂજા ની વાત કરું છું જે અત્યારે નીરજા છે અને હું એ પલક છું જે હું રાહુલ બની ને વાત કરું છું. મારા મિત્ર... મારા ભાઈ.... ધૈર્ય... તારી આ ડાયરી એ મને સમજાવી લીધો છે...તારી મિત્રતા ને હું સલામ કરું છું...કાશ આ ડાયરી મને ના મળતી તો હું તારી મિત્રતા ને ઓળખી જ ના શકતો કે તે મારી માટે થઇ ને શું બલિદાન આપ્યું છે...પણ મારા ભાઈ તને એકલા ને આ બલિદાન આપવા નહિ દઉં...હું પણ બલિદાન આપીશ...હા હું નીરજા ને પ્રેમ કરતો થઇ ગયો હતો..પણ મારા માટે અત્યારે મારા મિત્ર નો પ્રેમ અગત્ય નો છે...ગાંડા આવું કરાય મારા ભાઈ...?? જયારે તને ખબર પડી જ ગયી હતી તો ત્યારે જ તે મને કહી દીધું હોત તો હું નીરજા ને ખુશી ખુશી આપી દેત...અને નયન ભાઈ તું ચિંતા ના કર મારા અને ધૈર્ય ની મિત્રતા માં કોઈ પણ જાત ની ખટાશ નહિ આવે...મને તો આજે મારા મિત્ર પર ગર્વ થાય છે.. મને પ્રેમ ના મળ્યો એનું દુઃખ તો હતું જ પણ એના થી વધારે ખુશી મને એ વાત ની છે કે મને આ જન્મ માં ધૈર્ય જેવો મિત્ર મળ્યો છે.


(બધા ભરેલી આંખે તાળીઓ વગાડે છે...)


રાહુલ : નીરજા અહીંયા આવ અને ધૈર્ય તું પણ આવ....
(બંને ના હાથ પકડી ને એક બીજા ના હાથ માં આપે છે) ભાઈ તારો પ્રેમ હવે તારો છે અને નીરજા તને તારો સાચો પ્રેમ મળી ગયો....તમારા બંને નો હું મિત્ર છું તો બંને અલગ ના થતા...ક્યારે પણ અને કઈ પણ હોય આ મિત્ર ને જરૂર કહેજો..


(થોડા સમય માટે મૌન ક્લાસ થઇ જાય છે...અને લોકો રાહુલ ને હીરો કહે છે...)


નયન : વાહ્હ...રાહુલ....ધૈર્ય એ તને તારો સાચો મિત્ર બનાવામાં કઈ જ ભૂલ ન હતી કરી...મને એવું હતું કે તું ધૈર્ય ને નહિ સમજુ...પણ મિત્ર તું પણ ખરો છે...તું પણ સાચો હીરો છે...


ધૈર્ય : અને ભાઈ..આ ડાયરી તારા હાથ માં ક્યારે લાગી...


રાહુલ : અરે કાલે...તારું બેગ અહીંયા હતું તું નીચે ગયો હતો...તારી ડાયરી જોઈ...અને પછી તો આખી વાંચી જ લીધી...


ધૈર્ય : મિત્ર....મને માફ કરજે...


રાહુલ : અરે ભાઈ મને તું માફ કરજે...તમારા બંને ના વચ્ચે હું આવી ગયો હતો...


નીરજા : રાહુલ તું વચ્ચે નથી આવ્યો...તારા લીધે તો અમે બંને એક થયા છીએ...નહિ તો અમે હજુ પણ એક બીજા ને ખાલી જોઈ ને જ ખુશ થતા....


રાહુલ : બરાબર છે....


(બધા નીરજા અને ધૈર્ય ને અભિનંદન આપે છે....જેટલી પણ પહેલી ઓ હતી એ બધી સુલજાયી ગયી હતી...ધૈર્ય અને નીરજા એક થઇ ગયા...અને રાહુલ અને ધૈર્ય ની મિત્રતા પણ જળવાઈ ગયી...)


(થોડા સમય પછી)


(નીરજા અને ધૈર્ય એકાંત માં)


ધૈર્ય : નીરજા હું તમને એક વાત કહેવા માંગુ છું...


નીરજા : હા...બોલો ને....


ધૈર્ય : થોડું સાયરી ટાઈપ છે તો ચાલશે ને....


નીરજા : હા...બોલો ને તમારા મોઢે થી તો ગાળો પણ સાંભળવી ગમશે...


ધૈર્ય : અરે શું બોલો છો..પ્રાણ છો તમે મારા...ગાળો તો સ્વપ્ન માં પણ નથી વિચારી શકતો...


નીરજા : અરે હા...બાબા...


ધૈર્ય : તો સાંભળો.....
" જીવન માં પ્રેમ કરવો એ મેં માન્યું છે...
  તમે મારા છો હવે એ મેં માન્યું છે...
  મારા જીવન માં તમે મળ્યા કે ના મળ્યા હોત...
  તમે જ મારુ જીવન છો હવે એ મેં માન્યું છે..."


નીરજા : ઓહ્હ....શું તમે પણ...
ધૈર્ય : (ઘૂંટણિયે બેસી ને) નીરજા હું તમને બહુ જ પ્રેમ કરું છું...તમે મારા જીવનસાથી બનવા માંગશો ??
નીરજા : ઓહ્હ...યસ...કેમ નહિ....જીવનસાથી શું હું બધા જન્મ હું તમારી જ રહેવા માંગુ છું.
(એક બીજા ને ગળે મળે છે....અને આ હેપી એન્ડિંગ અહીંયા જ પુરી થઈ છે....)