મારુ ઘર, મારી નિયતિ છે

(52)
  • 12
  • 0
  • 23.5k

(આ એક તુર્કી વાર્તા છે જેનું મેં અનુવાદ ગુજરાતીમાં કર્યું છે આમાં પાત્રો ના નામ અને વાર્તામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે વાર્તા થોડીક ભારતીય શૈલી ઉપર ફેરવી છે જેથી વાચકોને પસંદ આવે) પાત્રો: * મીરા: વાર્તાની નાયિકા, ગરીબ પરિવારમાં જન્મેલી અને ભણવાની અતૂટ ઈચ્છા ધરાવતી. * ભૂપત: મીરાના પિતા, દારૂના વ્યસનમાં ડૂબેલા. * કેસી: મીરાની માતા, સંઘર્ષ કરતી અને નબળા સ્વાસ્થ્યવાળી. * મોહન: મીરાનો મોટો ભાઈ, પ્રેમાળ અને બહેનના સ્વપ્નોને ટેકો આપનારો. * વિજયા: એક શ્રીમંત યુવતી, જ

Full Novel

1

મારુ ઘર, મારી નિયતિ છે - 1

મારું ઘર, મારી નિયતિ(આ એક તુર્કી વાર્તા છે જેનું મેં અનુવાદ ગુજરાતીમાં કર્યું છેઆમાં પાત્રો ના નામ અને વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે વાર્તા થોડીક ભારતીય શૈલી ઉપર ફેરવી છેજેથી વાચકોને પસંદ આવે)પાત્રો: મીરા: વાર્તાની નાયિકા, ગરીબ પરિવારમાં જન્મેલી અને ભણવાની અતૂટ ઈચ્છા ધરાવતી. ભૂપત: મીરાના પિતા, દારૂના વ્યસનમાં ડૂબેલા. કેસી: મીરાની માતા, સંઘર્ષ કરતી અને નબળા સ્વાસ્થ્યવાળી. મોહન: મીરાનો મોટો ભાઈ, પ્રેમાળ અને બહેનના સ્વપ્નોને ટેકો આપનારો. વિજયા: એક શ્રીમંત યુવતી, જે મીરાને દત્તક લે છે. આકાસ: એક શિક્ષિત અને ધનવાન યુવક, વિજયાના ફેમિલી ફ્રેન્ડનો પુત્ર.ભાગ ૧: સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષઅંધકાર અને ગરીબીના ગર્ભમાં મીરાનો જન્મ થયો ...Read More

2

મારુ ઘર, મારી નિયતિ છે - 2

કેટલાં વર્ષો પછી મીરા તેની માતા કેસીને જુએ છે. કેસીના માથાના વાળ સફેદ થઈ ગયા છે અને તેનાં કપડાં જૂનાં અને મેલાંઘેલાં છે. કેસીની આવી હાલત જોઈને મીરાનું ગળું ભરાઈ આવે છે. કેસી અને મીરા બંને એકબીજા સામે જોતા જ રહે છે. મીરા કંઈ બોલવા જાય તે પહેલાં ત્યાં આકાશ મીરા પાસે અચાનક આવી જાય છે. તે કેસી સામે જોઈને મીરાને પૂછે છે, "આ બેન કોણ છે?" મીરા કેસીની સામે જુએ છે. એટલી વારમાં મીરાની એક નાનપણની ફ્રેન્ડ નીતા ત્યાં આવી જાય છે.નીતા કંઈપણ બોલવા જાય તે પહેલાં આકાશ બોલે છે, "તમારા જૂના કામ કરવાવાળા બેન લાગે છે. મીરાને ...Read More

3

મારુ ઘર, મારી નિયતિ છે - 3

આ બાજુ, મીરા તેની મમ્મીને મળવા તેના ઘર તરફ જાય છે.અને બીજી તરફ, માનવના ઘરે તેના લગ્ન માટે છોકરીઓના આવ્યા હોય છે. માનવની મમ્મી છોકરીઓના ફોટા જોઈને કહે છે, "આમાંથી એક પણ છોકરી મને ગમતી નથી. મારા માનવને એક પણ લાયક નથી. મારા માનવ માટે તો એક ખાસ છોકરી હોવી જોઈએ – સર્વગુણ સંપન્ન, સ્વાભિમાની, ખુદ્દાર, એકદમ મારા માનવ જેવી."નીતા (મીરાની નાનપણની બહેનપણી)ની મમ્મી, માનવ માટે બે-ચાર માગા લઈને ગઈ હતી. તે કહે છે, "આ સૌથી સારી છોકરીઓના ફોટાઓ છે. હવે પછી મને ન કહેતા, મારી પાસે જેટલા સારા માગા હતા તે તમને બતાવી દીધા છે. આથી, વધારે આશા ...Read More

4

મારુ ઘર, મારી નિયતિ છે - 4

આગળ આપણે જોયું કે કેસી વિજયાબેનથી નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે.કેસી પોતાના ઘરે જાય છે અને ભૂપતને વાત કરે છે કે, "વિજયાબેન મીરાને લંડન મોકલવાની વાત કરતા હતા. એકવાર મીરા જો લંડન ગઈ, તો આપણે તેને કોઈ દિવસ જોઈ નહીં શકીએ. તે લોકોએ મીરાના લગ્ન એક ઊંચા ઘરના છોકરા સાથે નક્કી કરી લીધા છે અને તેને આપણા વિશે કંઈ કહ્યું નથી. આપણે ગરીબ છીએ, તે આપણને સ્વીકારશે નહીં. મીરા જો તેને આપણા વિશે કહેશે તો પણ તે આપણી સાથે સારો વ્યવહાર કરશે નહીં."ભૂપત કેસીને કહે છે, "મને તો એમ હતું કે હવે મારી દીકરી વકીલાત કરી અને ...Read More

5

મારુ ઘર, મારી નિયતિ છે - 5

આ બાજુ મીરા ધનરાજ અને વિજયાનું ઘર છોડીને વસ્તીમાં એના મમ્મી-પપ્પાના ઘરે પાછી જતી હોય છે.બીજી બાજુ, માનવ માટે જમવાનું લઈને એની બંને બહેનો, મંજરી અને દીપા, જાય છે. બધા સાથે મળીને જમતા હોય છે ત્યાં, એટલી વારમાં બે-ત્રણ ગુંડાઓ આવીને માનવને ધમકાવવા લાગે છે. તેઓ કહે છે કે, "તારા પપ્પાનો કાતિલ જેલમાંથી છૂટી ગયો છે." માનવ અને ગેરેજમાં કામ કરતા બે-ત્રણ માણસો ગુંડાઓને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. પછી માનવ એની બંને બહેનોને ઘરે મોકલી દે છે. આ બાબતની માનવના મમ્મી, શારદાબેન, ને ખબર પડતાં તેમને એટેક આવી જાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.આ ...Read More

6

મારુ ઘર, મારી નિયતિ છે - 6

મારું ઘર, મારી નીયતી આગળ આપણે પાંચમાં ભાગમાં જોઈ ગયા મીરા ના લગ્નનો પ્રસ્તાવ પ્રમીલાબેન શારદાબેન સામે મુકે છેઅને મા-બાપને લગતી શરતો પણ તેમનેજણાવે છે.શારદાબેનને મીરા નો ફોટો ગમી જાય છે. ઉપરથી તે ભણેલી-ગણેલી અને મોટા ઘરમાં ઉછરેલી છોકરી હોય છે.શારદાબેન મીરા અને માનવને એકબીજાને જાણવા માટે એક મિટિંગ રાખવાનું કહે છે પ્રેમીલાબેન ઘરમાં વધારે સભ્યો હોવાથી તે બાર મીટીંગ ગોઠવવાનું સુજાવ શારદા બેન ને આપે છે .શારદાબેન પ્રેમીલાબેન ને કહે જ્યારે હું તમને ફોન કરું ત્યારે તમે તેની મિટિંગ ગોઠવી દેજો. પ્રેમીલાબેન હા પાડી અને જતા રહે છે આ બાજુ માનવ પોતાના ઘરે જાય છે શારદાબેન પથ્થરીમાં સુતા ...Read More

7

મારુ ઘર, મારી નિયતિ છે - 7

ભાગ સાતમોઆગળ આપણે જોયું કે મીરા નીતાના ઘરે જાય છે. મીરા નીતાના ઘરનો દરવાજો ખખડાવે છે, ત્યારે પ્રમીલાબહેન દરવાજો છે. પ્રમીલાબહેન મીરાને સોફા પર બેસવાનું કહે છે. ત્યાં નીતા આવીને મીરા પાસે બેસે છે.નીતા મીરાને પૂછે છે, "હવે આગળ શું કરવું છે?"મીરા નીતાને કહે છે, "મમ્મીએ મારા માટે છોકરો જોયો છે."નીતા બોલે છે, "સીરિયસલી? તું જોક તો નથી કરતી ને? શું સાચે જ કેસી આંટીએ તારા માટે છોકરો જોયો છે?"મીરા કહે છે, "હા, જોયો છે અને કાલે મારે તેને મળવા પણ જવાનું છે. તું આવીશ મારી સાથે તો મને થોડો તારો સપોર્ટ રહેશે. પ્લીઝ નીતા, ના ન કહેતી."નીતા કહે ...Read More

8

મારુ ઘર, મારી નિયતિ છે - 8

આગળ આપણે જોયું કે શારદાબેનને મીરાનો ફોટો ગમે છે .આ બાજુ મીરા અને માનવ ની આગળ વાત ચાલે છે.માનવ ને કહે છે હવે તમે શું કરશો આગળતમારો શુ વિચાર છે.મીરા કહે છે કંઈ ખબર નથી શું કરવું શું નહીં કઈ સમજાતું નથી. I felt myself so stuck.એક તરફ મારા મમ્મીના સપના છેઅને બીજી તરફ મારા પોતાના સપનાઓ છે.માનવ કહે છે વાંધો નહીં તમે તમારા સપનાઓ પુરા કરો તમે તમારુ કોલેજ પૂરું કરો અને પછી જોબ કરો મને એમાં કોઈ વાંધો નથી.મીરા આશ્ચર્ય સાથે કહે છેતમે એમ કહેવા માગો છો કે તમે એટલા કઠોર નથી.તમે સાચે જ કહેવા માંગો છો ...Read More

9

મારુ ઘર, મારી નિયતિ છે - 9

આ બાજુ માનવ દિનેશ ને મળવા તેની હોટલે જાય છે જ્યાં તે કામ કરતો હોય છે. દિનેશ માનવને જુએ અને તરત જ તેની પાસે જાય છે અને પૂછે છે શું થયું મને તો ખબર જ હતી જવાબ હા જ હશે ચાલો સોડા લઈઆવું માનવ કહે છે ઉભો રે ઉતાવળો થા માં તુમારી વાત તો સાંભળ મીરા એ ના પાડી દીધી છે.શું બહાદુર છોકરી છે.દિનેશ કહે છે શું વાત કરે છે ભાઈ તને ના પાડી દીધી તને ?તારી પાછળ ગમે એ છોકરી મરવા તૈયાર છે અને એ છોકરી તને ના પાડી દીધી ?બહુ કહેવાય આ દિવસયાદ રાખજે કે કોઈ છોકરી ...Read More

10

મારુ ઘર, મારી નિયતિ છે - 10

આગળના ભાગમાં આપણે જોઈ ગયા કેઇન્સ્પેક્ટર સીસીટીવી ફૂટેજ કઢાવવાની વાત કરતા હતાડોક્ટર હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડને બોલાવી અને ઇન્સ્પેક્ટર વાત કરાવી દે છે લેડી ઇન્સ્પેક્ટર કહે છે મિસ્ટર જાન નો મેનેજર મિસિંગ થયા એ પેલા ના ફૂટેજ મારે જોવા છે.એટલે કે જ્યાંથી મિસ્ટર જાન હોસ્પિટલમાં દાખલ થયા છે તે દિવસથી ના બધા સીસીટીવી ફૂટેજ મને જોશે આમારી પેન ડ્રાઈવ છે તમે બધા ફૂટેજ આમાં નાખી અને મને જેટલું બને તેટલું જલ્દી આપી દેજો.મારે તમારા અહીંના સિક્યુરિટી ગાર્ડને મળવું છે થોડાક સવાલ કરવા છે.ડોક્ટર સાહેબ કહે છે જરૂર તમે વેઇટિંગ રૂમમાં વેટ કરો હું તમને તેની સાથે વાતચીત કરાવી દઉં ...Read More

11

મારુ ઘર, મારી નિયતિ છે - 11

સુધારેલી વાર્તા: ભાગ ૧૧માનવ મીરાને બેડ પર સુવડાવે છે અને તેના પર પાણીના છાંટા નાખે છે, પણ મીરા ભાનમાં નથી. માનવ તરત ડોક્ટરને બોલાવે છે.ડોક્ટર આવે છે અને મીરાની તપાસ કરે છે. ડોક્ટર કહે છે, "માનવભાઈ, કદાચ તણાવ અને થાકના કારણે તેઓ બેભાન થઈ ગયા છે. હમણાં એક ઇન્જેક્શન આપું છું. તેમને આરામની જરૂર છે."ડોક્ટરના ગયા પછી, કેસી અને શારદાબેન બંને માનવને પૂછે છે, "ડોક્ટર સાહેબે શું કહ્યું?" માનવ કહે છે, "કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નબળાઈને લીધે ચક્કર આવી ગયા છે. મીરાને થોડા આરામની જરૂર છે. ચાલો, બધા મહેમાનો પાસે જઈએ. પ્રમીલા માસી, તમે મીરા પાસે રહો."પણ નીતા ...Read More

12

મારુ ઘર, મારી નિયતિ છે - 12

મીરા તૈયાર થઈને નીચે આવતી હોય છે. ત્યાં તેને ફોન આવે છે. મીરા ફોન ઉપાડે છે તો સામે આકાશ હોય છે.આકાશ મીરાને કહે છે, "મીરા, મારે તને મળવું છે."મીરા ના પાડે છે, "હું તને મળી શકું તેમ નથી."પણ આકાશ માનતો નથી અને મીરાને કહે છે, "હું અહીં વસ્તીમાં જ છું. તું ગમે તે બહાનું કરીને આવ અને મને મળ. તારા મમ્મીએ મને જરૂરી વાત કરવા મોકલ્યો છે."મીરા આકાશને કહે છે, "હું કોશિશ કરું છું. હું તને ફોન કરીશ, અત્યારે તું ફોન મૂક."મીરા આ વાત કેસીને કરે છે. કેસી કહે છે, "અહીં આપણને બધા ઓળખતા હોય છે એટલે હું તારી ...Read More

13

મારુ ઘર, મારી નિયતિ છે - 13

આ તરફ આપણે જોયું કે મિસ્ટર ધનરાજ અને મિસ્ટર જાન તે બધા એરપોર્ટ તરફ મુંબઈ જવા માટે નીકળીગયા અને ઇન્સ્પેક્ટર પણ જેન્સી ને મળવા માંગતી હતી તેથી તે પણ પાછળ પાછળ એરપોર્ટ માટે નીકળી ગઈ .આ તરફ મિસ્ટર જાન ને એરોપ્લેનમાં મેડિકલ સુવિધાછે કે નહીં તેના માટે મિસ્ટર ધનરાજ ફોન કરે છેતો એરપોર્ટમાં એરપોર્ટ મેનેજર કહે છે ઓક્સિજન સિલિન્ડરથી માંડીને બધી જ વ્યવસ્થા અંદર છે તમારી એક નર્સ તો હશે જ ભેગી પણ એરોપ્લેનમાં એક બીજી પણ અમે નર્સ સાથે રાખી છે એ સિવાય ઇમરજન્સી માટે બીજી બધી જરૂરિયાતની વસ્તુઓ પણ મૂકેલી છે.મિસ્ટર ધનરાજ કહે છે થેન્ક્યુ અમે થોડીક ...Read More

14

મારુ ઘર, મારી નિયતિ છે - 14

ભાગ 14આગળ આપણે જોઈ ગયા કે કેસી ક્યાંક જતી રહે છે. હવે આગળ...કેસી મીરાને કહ્યા વગર વિજયાબેન પાસે જાય કેસી વિજયાબેનના ઘરે જઈને તેમને કહે છે કે મારે તમારી સાથે કંઈક મહત્ત્વની વાત કરવી છે. વિજયાબેન કહે છે, "કેસી, હવે તારે શું મારી સાથે વાત કરવી છે? બધું પતી તો ગયું. તેં તારી મરજીનું કર્યું. હવે તારે શું જોઈએ છે મારી પાસે? તું અહીં શા માટે આવી છે?"કેસી કહે છે, "આકાશની મીરા સાથે સગાઈની વાત મેં માનવ અને તેના પરિવારથી છુપાવી છે."વિજયાબેન કેસીને કહે છે, "તો એ વાતનો મારી સાથે શું સંબંધ છે, તે તું મને કહીશ? તારે શું ...Read More

15

મારુ ઘર, મારી નિયતિ છે - 15

ભાગ: 15વિજયાબેન ધનરાજને પહેલેથી સમજાવી દે છે કે તમારે આકાશ વિશે કંઈપણ માનવને જાણ થવા દેવાની નથી. ધનરાજને મીરા નથી એટલે તે આકાશ વિશે માનવને કેમ ખબર પડી જાય તેના વિશે વિચારતો હોય છે. ધનરાજને યાદ આવી જાય છે કે મીરા અને આકાશની એંગેજમેન્ટના થોડાક ફોટા મીરાના રૂમમાં પડ્યા છે એટલે ધનરાજ તે ફોટા લઈ અને પોતાના કોર્ટના પોકેટમાં મૂકી દે છે.વિજયાબેન માનવ અને તેના પરિવારનું સ્વાગત કરે છે. વિજયાબેને ડિનરની ખૂબ સરસ તૈયારી કરી હોય છે. તેણે તેના બંગલોની પાછળની પુલસાઇડ પર ડિનર ટેબલ એરેન્જ કર્યું હોય છે, બધું ખૂબ સુંદર લાગતું હોય છે. વિજયાબેન મીરા અને તેના ...Read More

16

મારુ ઘર, મારી નિયતિ છે - 16

રમોલાની તબિયત સુધરી, દીપા અને રમોલાની ઓળખાણમીરા અને દીપા ઝડપથી રમોલાના ઘરે પહોંચે છે, જ્યાં રમોલા ચક્કર ખાઈને જમીન પડી ગયેલી હોય છે. મીરા તરત જ દીપાને ડૉક્ટરને બોલાવવા કહે છે. દીપા ફોન કરીને ડૉક્ટરને બોલાવે છે, અને મીરા રમોલાને સોફા પર સુવડાવી, તેના ચહેરા પર પાણી છાંટે છે. રમોલા ભાનમાં આવે ત્યાં સુધીમાં ડૉક્ટર આવી જાય છે અને રમોલાને તપાસીને કેટલાક ટેસ્ટ કરાવવાનું કહે છે. દીપા ડૉક્ટરને કાર સુધી મૂકવા જાય છે.ડૉક્ટરના ગયા પછી, રમોલા મીરાનો આભાર માનતા કહે છે કે તે પહેલીવાર તેના ઘરે આવી છે, તો તેને ચા કે કોફી પીધા વગર નહીં જવા દે. મીરા ...Read More

17

મારુ ઘર, મારી નિયતિ છે - 17

મારુ ઘર મારી નિયતિ છે મીરા એરપોર્ટ પર આકાશને શોધી રહી હતી. આકાશની નજર મીરા પર પડી. તેણે જોરથી પાડી, "મીરા!"મીરા આકાશ પાસે ગઈ. આકાશે તરત જ મીરાને ભેટીને શાંતિનો શ્વાસ લીધો અને કહ્યું, "ફ્લાઈટ ઉપડવાનો સમય થઈ ગયો છે. તું ક્યાં હતી? મને એમ હતું કે તું નહીં પહોંચી શકે, પણ તું સમયસર આવી ગઈ. ચાલ મીરા, મોડું થાય છે, છેલ્લી જાહેરાત પણ થઈ ગઈ છે."મીરાએ આકાશનો હાથ છોડાવતાં કહ્યું, "હું અહીં તારી સાથે લંડન આવવા માટે નથી આવી. હું ફક્ત તને એટલું કહેવા આવી છું કે હું તારી સાથે નહીં આવું. આકાશ, હું તને પ્રેમ નથી કરતી. ...Read More

18

મારુ ઘર, મારી નિયતિ છે - 18

આ બાજુ નીતા અને મીરા વાતો કરી રહ્યાં હતાં, ત્યાં દીનેશનો ફોન નીતા પર આવે છે.નીતા દીનેશને પૂછે છે, કામ છે તારે?"દીનેશ કહે છે, "આજે મારા તરફથી તારા અને મીરા માટે પાર્ટી છે."નીતા ના પાડે છે, પણ દીનેશ પબમાં જવાની વાત કરે છે.નીતા મીરાને પૂછે છે, "મીરા, આપણે પબમાં જવું છે?"મીરા ના પાડે છે. નીતા તેને કહે છે, "ચાલને, મજા આવશે." નીતાનું મન રાખવા માટે મીરા તૈયાર થઈ જાય છે.મીરા નીતાને કહે છે, "તું આંટીને જણાવી દે. હું જરા ઘરે જઈ આવું અને મમ્મી સાથે વાત કરી લઉં. મારે થોડું કામ છે, તે પતાવીને હું તને ફોન કરીશ." આમ ...Read More

19

મારુ ઘર, મારી નિયતિ છે - 19

ભાગ: ૧૯નીતાને આકાશનો મેસેજ આવે છે. "હું વસ્તીની બહાર તારી રાહ જોઈશ."નીતા મીરાને કહે છે, "મીરા, તું કોલેજ માટે મારે દુકાન પર થોડું કામ છે." એમ કહીને નીતા દુકાન તરફ જાય છે.મીરાનું ધ્યાન માનવની કાર તરફ જાય છે. તેમાં માનવ સૂતો હતો. મીરા નજીક જઈને બે મિનિટ માનવને જોતી રહે છે. ત્યાં તેને ફોનમાં મેસેજ આવે છે, "ઘર જોવા માટે તું ૪:૦૦ વાગ્યે આવી જજે."મીરા મેસેજ વાંચીને કોલેજે જવા માટે નીકળી જાય છે.આ બાજુ, નીતાને દુકાન પાસે દિનેશ મળી જાય છે. નીતા દિનેશને કહે છે, "હું અત્યારે તારી સાથે વાત કરવા નવરી નથી. પછી ક્યારેક. મને મોડું થાય છે."દિનેશ ...Read More

20

મારુ ઘર, મારી નિયતિ છે - 20

આ બાજુ મયુરી મીરા અને માનવને બારીમાંથી જોતી હોય છે. મીરા માનવને કહે છે, "તેં તારા મનમાં બધું વિચારી અને તારી જાતે જ ડિવોર્સ લેવાનો નિર્ણય કરી લીધો? મને પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું? બસ, જવાનું કહી દીધું. ઠીક છે, હું જાઉં છું અને હવે પછી નહીં આવું. ગુડબાય માનવ ઉસ્તાદ."​એમ કહીને તે જતી હોય છે, પણ માનવ મીરાનો હાથ પકડી લે છે અને કહે છે, "મીરા, તું ના જા. હું કહું છું તું ના જા. પ્લીઝ મીરા, તું અહીં જ મારી સાથે રહે. ચાલ, આપણે બંને મળીને મયુરીના માતા-પિતા બનીએ અને તેને તેના ભાગનો પ્રેમ આપીએ, જે આપણને ...Read More

21

મારુ ઘર, મારી નિયતિ છે - 21

મીરા અને માનવના નિર્ણયથી બધા ખુશ હોય છે.પછી મીરા તેના રૂમમાં જતી રહે છે. માનવની મમ્મી માનવને કહે છે, માનવ, તેં અને મીરાએ મયુરીની જવાબદારી લેવાનો નિર્ણય લીધો છે. તે બરાબર છે, પણ તેના માટે તમારે બંનેને એકબીજાને સાથ આપવો પડશે, એકબીજા પર વિશ્વાસ રાખવો પડશે અને મયુરીને માતાનો પ્રેમ આપવો પડશે. તું સમજે છે ને હું શું કહેવા માગું છું?”માનવ શારદાબેનનો હાથ પકડીને કહે છે, “હા મમ્મી, હું સમજું છું, પણ તમે પણ અમને સમજજો. આ બધું સહેલું નથી. મીરાને હજી ડિગ્રી માટે આગળ ભણવાનું છે.”શારદાબેન કહે છે, “તું બિલકુલ ચિંતા ન કરતો, અમે મીરાને ભણવાનો પૂરો સમય ...Read More

22

મારુ ઘર, મારી નિયતિ છે - 22

ઘરમાં બધા ખુશ હતા.​આ બાજુ, મીરાના મમ્મી ભૂપતને કહે છે, “કાલથી તમે પણ નોકરી શોધવાનું શરૂ કરી દો. મીરા કામ શોધે છે, તેને મદદરૂપ થવા માટે હું પણ કોઈ કામ શોધી લઈશ.” ભૂપતને કેસી કામ શોધવાનું કહે છે તે ગમતું નથી અને તે ગુસ્સામાં બહાર જતો રહે છે.​આ બાજુ, મીરા ફ્રેશ થઈને રાત્રે કપડાં બદલીને પોતાના કપડાં વ્યવસ્થિત મૂકતી હોય છે. ત્યાં જ બહારથી બેડરૂમનો દરવાજો ખોલીને માનવ અંદર આવી જાય છે અને તેની નજર મીરા પર પડે છે. મીરા કાળા રંગના નાઈટસૂટમાં સુંદર લાગતી હતી. અચાનક માનવને યાદ આવે છે, તે તરત જ પાછો રૂમની બહાર જતો રહે ...Read More