My home is my destiny. - 10 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 10

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 10

આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે

ઇન્સ્પેક્ટર સીસીટીવી ફૂટેજ કઢાવવાની વાત કરતા હતા 

ડોક્ટર હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડને બોલાવી અને ઇન્સ્પેક્ટર સાથે વાત કરાવી દે છે લેડી ઇન્સ્પેક્ટર કહે છે મિસ્ટર જાન નો મેનેજર મિસિંગ થયા એ પેલા ના ફૂટેજ મારે જોવા છે. 

એટલે કે જ્યાંથી મિસ્ટર જાન હોસ્પિટલમાં દાખલ થયા છે તે દિવસથી ના બધા સીસીટીવી ફૂટેજ મને જોશે આમારી પેન ડ્રાઈવ છે તમે બધા ફૂટેજ આમાં નાખી અને મને જેટલું બને તેટલું જલ્દી આપી દેજો. 

મારે તમારા અહીંના સિક્યુરિટી ગાર્ડને મળવું છે થોડાક સવાલ કરવા છે.

ડોક્ટર સાહેબ કહે છે જરૂર તમે વેઇટિંગ રૂમમાં વેટ કરો હું તમને તેની સાથે વાતચીત કરાવી દઉં છું .

મારે થોડાક પેશન્ટને જોવાના છે તમે તેની સાથે વાત કરી લો ત્યાં હું  તમને થોડી વારમાં મળુ.

લેડી ઇન્સ્પેક્ટર કહે છે હા તમે જઈ શકો છો હું તમને પછી મળી. 

તમારા સહકાર બદલ થેન્ક્યુ ડોક્ટર.

આ બાજુ જેન્સી પેસન્ટ જાન ના રૂમ મા જઈ અને બેસે છે.

જાન જેન્સી ને પૂછે છે શીસ્ટર મને તરશ લાગી છે .

પણ જેન્સી નું આજે ધ્યાન બીજે હતું.

મિસ્ટર જાન ફરીથી કહે છે સિસ્ટર પ્લીઝ મને તરસ

લાગી છે. 

જેન્સી નું ધ્યાન જતાં તે તરતજ મીસ્ટર જાનને પાણી 

આપે‌ છે. પાછી તે રૂટીન ચેકઅપ કરવા લાગે છે.

મિસ્ટર જાન પૂછે છે આજ તમારું ધ્યાન ક્યાં છે 

તો જેન્સી કહે છે મારા કામમાં જ ધ્યાન છે? બોલો 

તમારે શું કામ છે? તમારે કંઈ જોઈએ છે? 

મિસ્ટર જાન કહે છે તમે એકવાર મને ચેક કરીને 

ગયા છો અને દવા પણ આપી દીધી છે આ ૧૫ મીનીટ 

માં પાછા મને ચેક કરી રહ્યા છો.

જેન્સી ને તેની ભૂલ સમજાય છે તે મિસ્ટર જાન તરફ જુએ 

છે મિસ્ટર જાન પણ તેને જોઈ રહ્યા હોય છે 

જેન્સી મિસ્ટર જાન ના હાથ માંથી પટો છોડી દે છે 

અને બી.પી ઇન્સ્ટ્રુમેન્ટ પાછું મૂકી દે છે.

જેન્સી કહે છે મિસ્ટર જાન હવે તમે આરામ કરો હું હમણાં પાછી આવું છું એવું કહી અને જવા લાગે છે 

તો જાન હાથ પકડી લે છે.

જેન્સી હાથ છોડાવવા જાય છે તો જાન કહે છે શું 

વાત છે તમે મને કહી સકો છો .

જેન્સી કહે છે કંઈ નથી એમ કહી અને હાથ છોડાવી લે છે  મિસ્ટર જાન ફરીથી હાથ પકડી અને તેમની પાસે બેડ

પર બેસાડી દે છે . અને જેન્સી ની આંખો માં જુએ છે

જેન્સી વિચારે છે આને મારી કેટલી ચિંતા છે અને હું કેટલી સ્વાર્થી છું આ માણસ ને કોઈ મારવા માંગે છે અને હું..

તેને તેનો લેટર પણ આપતી નથી ખરેખર મારા જેટલું

સ્વાર્થી કોઈ ન હોઈ શકે.......

મિસ્ટર જાન જેન્સી ને ફરીથી  પૂછે છે 

તમે કંઈક છુપાવી રહ્યા છો ......

પણ મને ખબર છે તમે મને નહીં કહો.....

કંઈ વાંધો નહીં જ્યારે પણ તમને એમ થાય કે તમારે 

કોઈ સાથે આ વાત કરવી છે તો તમે મારી સાથે વાત કરી

શકો છો . હું  માત્ર તમને સાંભળીસ 

"આઈ એમ ગુડ લીસનર,.... એટલું કહી અને હાથ છોડી દે છે.

જેન્સી જાનની વાત ધ્યાનથી સાંભળે છે તે તેના ચહેરા તરફ  જે રીતે જોઈ રહી હતી તે જોઈ અને જાનને પણ ઠીક લાગતું નથી તે ફરીથી બોલે છે. 

મિસ જેન્સી તમારું ધ્યાન ક્યાં છે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. તમે  સાંભળો છો કે નહીં .

જેન્સી તરત જ પોતાના વિચારોને સમેટતા મિસ્ટર જાન ને જવાબ આપતા ધીમેથી ઉભી થઇ અને કહે છે

એવું કંઈ ખાસ નથી થોડો વર્કિંગ લોડ વધારે છે બસ એટલું જ ....

ચાલો હું બીજા પેસેન્ટોને જોવા જાવ છું એમ કહી અને રૂમની બારે નીકળી જાય છે.

તે બીજા વોર્ડ તરફ ચાલવા લાગે છે તો  સામેથી લેડી ઇન્સ્પેક્ટર આવી અને તેને મળે છે અને કહે છે મારે તમારી સાથે થોડી વાત કરવી છે .

તો જેન્સી કહે છે 

મેં તમારા બધા સવાલોના જવાબ આપી દીધા છે 

હવે મને નથી લાગતું કંઈ પણ પૂછવાનું બાકી હોય તે છતાંય તમારે કંઈ પૂછવું હોય તો અત્યારે જ પૂછી લો.

ઇન્સ્પેક્ટર કહે છે ના મારે બીજી તમારી સાથે વાત કરવી છે

હું રાતના તમારી હોસ્ટેલમાં તમને મળવા આવીશ 

ઠીક છે .

જેન્સી કહે છે ઠીક છે .

પછી તે ઇન્સ્પેક્ટર જતી રહે છે અને જેન્સી પણ પોતાના કામમાં લાગી જાય છે .

આ બાજુ મુંબઈમાં પ્રિયા પોતાના 

વિન્ટર કલેક્શન ના પ્રેઝન્ટેશનની  તૈયારી  મા લાગી જાય છે તે બીજા લોકોનો પણ પ્રેઝન્ટેશન કેવા તૈયાર કર્યા છે 

તે જુએ છે તો તેને એમ થાય છે કે એ લોકોના પ્રેઝન્ટેશન અને મારા પ્રેઝન્ટેશનમાં બહુ કંઈ ખાસ ફરક નથી એટલે તે થોડીક  નિરાશ થઈ જાય છે તેને એમ થાય છે ક્યાંક મારે ફરીથી તૈયારી ન કરવી પડે .

પણ પછી વિચારે છે કે ના મારે સાંજ સુધી વાટ જોવી જોઈએ મને જેન્સી ત્યાંથી પ્રેઝન્ટેશન મોકલવાની છે પહેલા એ જોઈ લઉં પછી બીજી તૈયારી કરીશ .

એમ વિચારે તે તેના ટેબલ પર જઈ અને બેસી જાય છે અને કોમ્પ્યુટરમાં વિન્ટર કનેક્શન વિશે રિસર્ચ કરવા લાગે છે. 

ત્યારે તે જ ઓફિસમાં તારા નો દીકરો પ્રેમ એન્ટર થાય છે 

અને તેનું ધ્યાન સહજ જ પ્રિયા પર પડે છે.

પ્રિયા પોતાના કામમાં  મશગુલ હોવાથી તેનું ધ્યાન તેના પર નથી પળતું અને બીજી બધિ સ્ટાફ ની છોકરીઓ સવાલોના બહાને પ્રેમ ને ઘેરી લે છે અને તેમની સાથે 

વાત કરવા લાગે છે.

આટલા અવાજ માં પણ પ્રિય નું ધ્યાન પ્રેમ તરફ નથી જતું 

એટલે એમને થોડીક નવાઈ લાગે છે.

પછી પ્રેમ કરો તો જ પોતાની ઓફિસમાં જઈએ અને સેક્રેટરીને બોલાવે છે. 

સેક્રેટરી તરત જ હાજર થઈ જાય છે મિસ્ટર પ્રેમ પૂછે છે. 

વિન્ટર કલેક્શન  માં પ્રેઝન્ટેશન આપવા માટે ની તૈયારીઓ થઈ ગઈ. 

હું ઈચ્છું છું કે જેટલા લોકોએ પ્રેઝન્ટેશન તૈયાર કરી લીધું હોય તેનું આજે હું જોઈ લવ બાકીનું કાલ પર રાખશુ.

આપણે જેટલું બને તેટલું જલ્દી વિન્ટર કલેક્શન તૈયાર કરવાનું છે ડેડ લાઈન નજીક છે એટલે જે પણ કરો તે ફટાફટ કરજો વધુ ટાઈમપાસ કરવાની જરૂર નથી. 

સેક્રેટરી કહે છે ઠીક છે શર આજે છ પ્રેઝન્ટેશન તમારી સામે મૂકશુ તમને તેમાંથી કંઈ પસંદ પડે તો કહેજો. 

મિસ્ટર પ્રેમ કહે છે ઠીક છે..બાકીના છ પ્રેઝન્ટેશન પેન્ડિંગ રાખશું જો આ છ માંથી પસંદ પડી જાય તો બાકીના છ જોવાની જરૂર નથી.

સેક્રેટરી કહે છે ઠીક છે શર. હું પ્રેઝન્ટેશન માટે કોન્ફરન્સ રૂમમાં બધી તૈયારી થઈ જાય પછી તમને બોલાવુ છે.

એટલો કોઈ વિષય કરે ઓફિસની બહાર નીકળી જાય છે 

સેક્રેટરી પ્રિયા ને બોલાવે છે.

પ્રિય સેક્રેટરી પાસે જાય છે.

સેક્રેટરી કહે છે જેટલા લોકોએ પ્રેઝન્ટેશન તૈયાર કરી લીધું હોય તેમાંથી બેસ્ટ છ હોય તેને તું કોન્ફરન્સ રૂમમાં એક પછી એક પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવજે અને છ એ... છ ના નામ લેટર વાઈઝ કરી અને મને મોકલ ત્યાર પછી હું મિસ્ટર પ્રેમને કોન્ફરન્સ રૂમમાં બોલાવો બધી તૈયારી ફટાફટ થઈ જવી જોઈએ. 

પ્રિય કહે છે ઠીક છે સર મને 20  મિનિટ આપો .

હું હમણાં બધી તૈયારી કરી અને તમને લિસ્ટ મેસેજ કરી આપુ છું.

આ બાજુ પ્રિય કામે લાગી જાય છે. 

તમે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં જેન્સી ચિંતામાં બેઠી 

વિચારતી હોય છે શું મારે મિસ્ટર જાન ના સેક્રેટરીયા આપેલો આ લેટર મિસ્ટર જાન ને આપવો જોઈએ .

કે પછી .. મારે ચૂપ રહેવું જોઈએ અને કોઈને પણ કંઈ ન કહેવું જોઈએ. 

એટલું વિચારતી હોય છે ત્યાં નીતા નો જેન્સી ને ફોન આવે છે જેન્સી ફોન ઉપાડે છે અને પૂછે છે બોલ નીતા શું કામ હતું. 

તો નીતા કહે છે હું અહીં એક્ઝામ દેવા આવી હતી અને એકઝામ દહી અને કોલેજની બારે નીકળી તો બે જાણ્યા લોકો કોલેજના સ્ટુડન્ટોને મારા વિશે પૂછપરછ કરતા હતા. 

હું ત્યાંથી છુપાઈ અને નીકળી ગઈ. 

મને તો લાગે છે આ લોકો બહુ ખતરનાક માણસો છે આપણે પોલીસની હેલ્પ લેવી જોઈએ નહીંતર તે લોકો આપણને નહીં છોડે. 

જેન્સી કહે છે એક કામ કર તું હોસ્ટેલમાં આવી જા પછી આપણે બંને મળી અને વિચાર કરશુ કે શું કરવુ.

બરોબર ....

નીતા કઈ છે ઠીક છે હું થોડીવારમાં પહોંચું છું તું પણ હોસ્ટેલ પહોંચ. 

આ બાજુ ઇન્સ્પેક્ટરને કંઈક એવી ઇન્ફોર્મેશન મળે છે કે તે રાતે જેન્સી ને મળવાની બદલે તરત જ હોસ્ટેલ જવા માટે નીકળી જાય છે. 

ઇન્સ્પેક્ટર હોસ્ટેલમાં જઈ કેર ટેકર ને મળે છે તેમને અમુક સવાલો કરે છે અને પછીસીસીટીવી ફૂટેજ તેની પાસેથી કઢાવે છે.

જ્યારે નીતા હોસ્ટેલ પહોંચે છે ત્યારે ઇન્સ્પેક્ટર તેની વાટ જોતી હોય છે. 

નીતા તેને તેના રૂમમાં લઈ જાય છે અને બેસાડે છે. 

ઇન્સ્પેક્ટર નીતા પાસેથી બધી જાણકારી લે છે નીતા પણ બધી ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્ટરને આપે છે અને કહે છે 

અમારી પાછળ કોક નજર રાખી રહ્યું છે પ્લીઝ તમે અમારી મદદ કરો. હું અને મારી ફ્રેન્ડ કોઈપણ લેવા દેવા વગર આમાં ફસાઈ ગયા છીએ અમને 24 કલાક સ્ટોક કરવામાં આવે છે.

અમે જ્યાં જાય ત્યાં અમારી પાછળ કોઈને કોઈ પીછો કરી રહ્યું હોય છે આજે કોલેજમાં પણ મારા વિશે બે જણા પૂછતાં હતા.

ઇન્સ્પેક્ટર કહે છે મને ખબર છે કે તમારો પીછો કરવામાં આવી રહ્યો છે મેં બે દિવસથી તમારી પાછળ બે કોન્સ્ટેબલ લગાડી રાખ્યા છે જે તને અને તારી ફ્રેન્ડ ને 

પ્રોટેક કરે મને તે બંને જણાએ કહ્યું કે આ બંને છોકરીઓનો કોઇ પીછો કરી રહ્યુ છે અને તેમના વિશે જાણકારી ભેગી કરી રહ્યું છે પણ તે અહીંના નથી એટલી તો મને પાકી ખબર છે.

ઇન્સ્પેક્ટર કહે છે

હવે મને થોડું થોડું સમજાય છે કે મિસ્ટર જાન ને કોઈ મારવાની કોશિશ કરી રહ્યું છે અને તે પણ કોઈ તેમનું અંગત હોવું જોઈએ. 

નીતા શું તું મને તે લેટર આપીશ જે મિસ્ટર જાન ના સેક્રેટરીએ તને આપ્યો છે. 

નીતા કહે છે તે લેટર મારી પાસે નથી જેન્સી પાસે છે 

તે બસ હમણાં આવતીજ હસે.

એટલી વારમા જેન્સી પણ આવી જાય છે .

લેડી ઇન્સ્પેક્ટર જેન્સી પાસેથી તે લેટર માંગે છે અને તે વાંચવાનું કહે છે  પણ જેન્સી કહે છે ઇન્સ્પેક્ટર આ 

લેટર મિસ્ટર જાનને આપવાનું કીધું છે તો શું આ લેટર આપણે વાંચવો જોઈએ?

લેડી ઇન્સ્પેક્ટર કહે છે જો જેન્સી મિસ્ટર જાન ની કન્ડિશન બરોબર નથી એટલે આ લેટર તેમને ના આપવો જોઈએ અને તેમની તબિયત સારી થતા પણ વાર લાગશે 

એટલે તુ આ લેટર ખોલી અને વાંચ ખબર તો પડે મિસ્ટર જાન ના સેક્રેટરીએ શું લખ્યું છે.

એટલે જેન્સી પોતાના પર્સમાંથી તે લેટર કાઢી અને ઇન્સ્પેક્ટર ને આપે છે જેન્સી કહે છે

તમે જ વાંચો હું નહીં વાંચુ.

ઇન્સ્પેક્ટર ગુસ્સામાં આવી જાય છે તે કંઈપણ જેન્સી ને કહેવા જાય તે પહેલાં જ નીતા જેન્સીના હાથમાંથી લેટર

લઈ ને ખોલીને વાંચવા લાગે છે.

તેમાં લખ્યું હોય છે...

સર ( મિસ્ટર જાન) 

તમને કોઈ મારવા માંગે છે અને કેટલી વાર મારવાની 

કોશિશ પણ કરી છે . મેં તેમને જોઈ લીધા છે એટલે તે 

લોકો પણ મારી પાછળ પડી ગયા છે હું તમને જાણ કરવા માગું છું કે તમારા ઘરના માંથી કોક એક છે પણ તેમનું નામ નહીં કહું જો હું તમને નામ કહીશ તો તે મારી ફેમેલી ને મારી નાખશે એટલે હું અહીંથી  દૂર જતો રહું છું તે લોકો મારા પરિવાર અને મારી પાછળ પડી ગયા છે તે લોકો મને બધે ગોતી રહ્યા છે .

કદાચ આ લેટર તમારા હાથમાં મોડો આવે તો ..

અને જો હું મરી જાઉં તો મારા પરિવારની ધ્યાન રાખજો.

તમારો વિશ્વાસુ સેક્રેટરી......

થોડીક વાર રૂમમાં ખામોશી છવાઈ જાય છે .

આગળ શું થશે? શું જેન્સી મુંબઈ 

જવા માટે તૈયાર થઈ જશે.