Maru ghar, mari niyati chhe - 16 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 15

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 15

ભાગ: 15

વિજયાબેન ધનરાજને પહેલેથી સમજાવી દે છે કે તમારે આકાશ વિશે કંઈપણ માનવને જાણ થવા દેવાની નથી. ધનરાજને મીરા ગમતી નથી એટલે તે આકાશ વિશે માનવને કેમ ખબર પડી જાય તેના વિશે વિચારતો હોય છે. ધનરાજને યાદ આવી જાય છે કે મીરા અને આકાશની એંગેજમેન્ટના થોડાક ફોટા મીરાના રૂમમાં પડ્યા છે એટલે ધનરાજ તે ફોટા લઈ અને પોતાના કોર્ટના પોકેટમાં મૂકી દે છે.

વિજયાબેન માનવ અને તેના પરિવારનું સ્વાગત કરે છે. વિજયાબેને ડિનરની ખૂબ સરસ તૈયારી કરી હોય છે. તેણે તેના બંગલોની પાછળની પુલસાઇડ પર ડિનર ટેબલ એરેન્જ કર્યું હોય છે, બધું ખૂબ સુંદર લાગતું હોય છે. વિજયાબેન મીરા અને તેના પરિવારને ઇમ્પ્રેસ કરવા અને મીરા સાથે સંબંધ સુધારવા માંગતા હોય છે. વિજયાબેન બધાને ડ્રોઈંગરૂમમાં બેસાડે છે. બે-ત્રણ સર્વન્ટ આવી પાણી અને ઠંડું સર્વ કરે છે. વિજયાબેન શારદાબેન સાથે વાતો કરે છે.

માનવ વિજયાબેનને કહે છે, "મારે તમારી અને મીરાના ભાઈ સાથે આવું વર્તન કરવું નહોતું જોઈતું. હું તેમની પાસે માફી માંગવા માંગુ છું, પ્લીઝ તમે તેમને બોલાવશો?" મીરા ગભરાય છે અને વિજયાબેનની સામે જુએ છે. વિજયાબેન મીરાની સામે જોઈ અને પછી માનવની સામે જોઈને કહે છે, "આકાશ ઘરે નથી. તે બિઝનેસ મીટિંગ માટે ફોરેન ગયો છે."

ધનરાજને જરાય ગમતું નથી અને તે માનવને સંબોધતા બોલે છે, "તમારે શેનો બિઝનેસ?"

માનવ કહે છે, "હું ગેરેજ ચલાવું છું."

ધનરાજ કટાક્ષમાં કહે છે, "તું એક મિકેનિક છો, એમને?"

મીરા કહે છે, "ડેડ, તમે શું બોલી રહ્યા છો?"

ધનરાજ મીરાને કહે છે, "તારું ક્વોલિફિકેશન જો અને આનું જો. આ એક મિકેનિક છે અને તું એક એડવોકેટ થવાની છો. કાલ સવારે તને કોઈ પૂછશે તો તને કહેતા શરમ નહીં આવે તારો હસબન્ડ એક મિકેનિક છે."

માનવ અને માનવના પરિવારના બધા ઊભા થઈ જાય છે. વિજયાબેન સિચ્યુએશન સંભાળતા કહે છે, "ધનરાજ તમારે આમ ન બોલવું જોઈએ. તમે એની પાસે માફી માંગો." ધનરાજ માનવને કહે છે, "મારો એ કહેવાનો મતલબ નહોતો," એમ કરી અને પોતે ચાલ્યા જાય છે. વિજયાબેન માનવને કહે છે, "હું ધનરાજના વર્તન બદલ માફી માગું છું. ચાલો, આપણે ડિનર માટે ગાર્ડન તરફ જઈએ."

માનવ અને તેના ઘરના બધા પુલસાઇડ પર ડિનર ટેબલ એરેન્જ કર્યું હોય છે, ત્યાં જાય છે. બધા એક સાથે ડિનર કરે છે. ડિનર પછી બધા ગાર્ડનમાં બેઠા હોય છે.

મીરા ઊભી થઈ અને પોતાના ફેવરિટ ઝૂલા ઉપર જઈ અને બેસે છે. વિજયાબેને મીરાને ખુશ કરવા ઝૂલો ફૂલોથી સજાવ્યો હોય છે. મીરા ઝૂલા પર બેસે છે અને સ્માઇલ કરે છે. વિજયાબેન મીરાને હસતા જુએ છે. આ બાજુ માનવ પણ મીરાને જોતો હતો. મીરાં ખુશ લાગતી હોય છે.

અચાનક માનવ કહે છે, "મારે વોશરૂમ જવું છે." એક સર્વન્ટ માનવને મીરાના રૂમ સુધી મૂકી જાય છે. માનવ વોશરૂમમાં જાય છે. ત્યાં ધનરાજ સર્વન્ટને કહે છે, "તે ફોટા દેખાય તેમ મૂક્યા છે કે નહીં?" સર્વન્ટ "હા, તેમની નજર પડે તેવી રીતે જ રાખ્યા છે." પછી સર્વન્ટ ચાલ્યો જાય છે અને ધનરાજ છુપાઈને જુએ છે. માનવ વોશરૂમમાંથી બહાર આવે છે તો તેની નજર રૂમની દીવાલો પર પડે છે. મીરાના નાનપણથી મોટા સુધીના બધા ફોટોઝ દીવાલ પર સજાવેલા હોય છે. મીરાનો રૂમ મોટો અને સરસ હોય છે. રૂમની બારી તરફ વ્હાઈટ ટેબલ અને ખુશી હોય છે. બીજી તરફ મોટો વ્હાઈટ બેડ હોય છે. સામેની તરફ મોટી બુક શેલ્ફ હોય છે જેમાં કેટલી બધી બુકો ગોઠવેલી હોય છે. આખો રૂમ સુંદર અને સરસ ડેકોરેટ કરેલો હોય છે. માનવ થોડોક આગળ જાય છે તો તેને મીરાના નાનપણના ફોટા દેખાય છે. માનવ એ ફોટા હાથમાં લઈ અને જોતો હોય છે.

આ બાજુ મીરાને માનવ દેખાતો નથી એટલે તેને ચિંતા થાય છે. તે તેની પાછળ પાછળ તેના બેડરૂમમાં આવે છે. મીરા માનવના હાથમાં ફોટા જોઈ અને ડરી જાય છે. મીરાથી જોરથી બોલાઈ જાય છે, "માનવ...!" મીરાના જોરથી બોલવાથી માનવના હાથમાંથી ફોટોઝ નીચે પડી જાય છે. મીરા તરત જ અંદર આવી જાય છે અને માનવ સાથે વાત કરે છે, "તું અહીં શું કરે છે?"

માનવ કહે છે, "કંઈ નહીં, હું તો વોશરૂમ માટે અહીં આવ્યો તો, પછી તારો રૂમ જોવા લાગ્યો, ખુબ સુંદર છે." મીરા વિખેરાએલા આ ફોટામાં પોતાનો અને આકાશના એન્ગેજમેન્ટનો ફોટો જુએ છે અને તે ધીરેથી તેના પગ નીચે દબાવી દે છે. માનવ તે ફોટો જોઈ જાય છે અને મીરાં તે ફોટો પોતાના પગ નીચે સંતાડે છે તે પણ માનવ જોઈ જાય છે. માનવ ગુસ્સામાં આવી જાય છે. પણ કંઈ બોલતો નથી કે તરત જ બહાર નીકળી અને તેના ફેમિલીને કહે છે, "ચાલો, હવે આપણે ઘરે જઈએ." શારદાબેન સમજી જાય છે એટલે તરત જ બધાને નીકળવાનું કહે છે. વિજયાબેનને કઈ સમજાતું નથી કે અચાનક માનવને શું થયું. પણ મીરા સમજી જાય છે. તે ગભરાયેલી હોય છે, પણ વિજયાબેનને જાણ થવા દેતી નથી અને કહે છે, "મૉમ, અમે નીકળીએ છીએ. હું તમને પછી ફોન કરીશ."

વિજયાબેન મીરાને કહે છે, "તું તારી કાર સાથે કેમ નથી લઈ જતી? તને કોલેજ આવવામાં-જવામાં પ્રોબ્લેમ થતો હશે." આ બાજુ માનવ તેના પરિવારને કારમાં બેસવાનું કહે છે. શારદાબેન કહે છે, "મીરા માટે ઊભો રહે." માનવ કહે છે, "કદાચ તેની મમ્મી સાથે થોડીવાર રહેવા માંગતી હોય તો! ચાલો, આપણે ઘર માટે નીકળીએ. મીરાની મૉમ તેને મૂકી જશે. તમે બધા કારમાં બેસો." ત્યાં મીરા આવી જાય છે. મીરાની નણંદ મંજરી કહે છે, "આપણે આવ્યા ત્યારે બે કારમાં આવ્યા હતા, હવે એકમાં બધા કેવી રીતે જઈશું?" શારદાબેન કહે છે, "કાંઈ વાંધો નહીં, આપણે એક ટેક્ષી કરી લઈશું." માનવ કહે છે, "કાંઈ જરૂર નથી, બધા આમાં સમાઈ જશો." શારદાબેન કહે છે, "મીરાં, તું આગળ બેસી જા. પાછળ અમે બધા સમાય જઈશું."

બધા વસ્તીમાં ઘરે પહોંચી જાય છે. માનવ બધાને ઘરે ઉતારી અને શારદાબેનને કહે છે કે, "હું ગેરાજે જાઉં છું. આજે હું રાતના ત્યાં જ રહીશ." એમ કહી અને માનવ જતો રહે છે. બધા ઘરની અંદર જાય છે. મીરા પોતાના બેડરૂમમાં જઈને વિચારે છે, "આમ ક્યાં સુધી બધાએ સાથે ખોટું બોલીશ અને કેટલી વાર આ વાત છુપાવીશ?" મીરા કપડાં ચેન્જ કરી અને નીતાને ફોન કરી, નીતાને બધી વાત કરે છે. નીતા મીરાને કહે છે, "માનવ બહુ સારો છે. તેને ખોટું બોલવું કે ખોટું બોલનાર પસંદ નથી. હવે તે ગુસ્સામાં શું કરશે, રામ જાણે. તું એકવાર તેની સાથે વાત કરવાની કોશિશ કર." મીરા કહે છે, "હું માનવ સાથે કેવી રીતે વાત કરું? તે ગુસ્સામાં ઘરેથી જતો રહ્યો છે." નીતા કહે છે, "કાંઈ વાંધો નહીં. કાલ સવારે આપણે કોલેજ જતા પહેલા માનવને મળી અને બધી વાત કરશું તો તે તને જરૂર સમજશે."

મીરા બીજે દિવસે સવારે તૈયાર થઈ અને કોલેજ માટે નીકળે છે. તે તેની સાથે માનવનો લંચબોક્સ પણ લઈ જાય છે. આ બાજુ માનવને ગેરેજે મળવા દિનેશ આવે છે. માનવ દિનેશને બધી વાત કરે છે. દિનેશ કહે છે, "તું મીરા સાથે બેસીને વાત કર. આમ રિસાઈને ગેરેજે આવી જવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય." આ બાજુ મીરા અને નીતા ગેરેજના દરવાજા પાસે પહોંચે છે. દિનેશ અને માનવને વાતો કરતા જોઈ મીરા ઊભી રહી જાય છે.

માનવ કહે છે, "મમ્મીના કહેવાથી મેં મીરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમની બધી શરતો માની. તેના મા-બાપને રહેવા માટે ઘર અપાવ્યો. તેની બધી જરૂરિયાતને ધ્યાન રાખું છું. મીરાની જરૂરિયાતની પણ હું ધ્યાન રાખું છું. તેની બદલે હું તેની પાસેથી ખાલી એક અપેક્ષા કરું છું કે તે મારા પરિવારને પોતાના પરિવારની જેમ સમજે. પણ મને નથી લાગતું કે મીરા મારા ઘરમાં રહેવા તૈયાર છે. મને એમ થાય છે કે હવે અમારે બંનેને છૂટાછેડા લઈ લેવા જોઈએ."

મીરાની આંખમાં આંસુ આવી જાય છે. મીરાને એમ થાય છે કે તે માનવની અપરાધી છે. માનવ કેટલો સારો છે અને અમે તેની સાથે કેટલું ગેરવર્તન કર્યું છે! નીતા કહે છે, "મીરા, ચાલ, કોલેજ માટે મોડું થાય છે." મીરા કહે છે, "એક મિનિટ." એમ કહી અને મીરા માનવને લંચબોક્સ આપવા અંદર જાય છે. માનવ મીરાને જુએ છે. મીરાની આંખ રોઈને લાલ થઈ ગઈ હોય છે. માનવ સમજી જાય છે કે મીરાએ મારી વાત સાંભળી લીધી. મીરા કહે છે, "માનવ, તમે જે ડિસિઝન લેશો તેમાં હું સહમત છું. જેમ તમે કહેશો એમ આપણે કરશું. મને કોલેજ માટે મોડું થાય છે, હું જાઉં છું."

એમ કહી મીરા કોલેજ માટે નીકળી જાય છે. આ બાજુ માનવને થોડું દુઃખ થાય છે. માનવને ઉદાસ જોઈને ગેરેજમાં કામ કરતી ઓલી નાનકડી છોકરી (મયુરી) માનવને કહે છે, "શું થયું, ઉસ્તાદ?" માનવ કહે છે, "કંઈ નહીં. તું મારું એક કામ કરીશ?" છોકરી (મયુરી) કહે છે, "બોલોને, ઉસ્તાદ." માનવ ખિસ્સામાંથી થોડાક રૂપિયા મયુરીને આપે છે અને કહે છે, "આ રૂપિયા તું મીરાને બસ સ્ટેન્ડ આપ્યાવ." મયુરી કહે છે, "ઠીક છે, ઉસ્તાદ." એમ કહી મયુરી બસ સ્ટેન્ડ તરફ દોડે છે. મીરા મયુરીની સામે જ બસમાં બેસી જાય છે. મયુરી બસ સ્ટેન્ડ પાસે પહોંચીને દોડીને બસ પકડી લે છે. મયુરી બસમાં નજર ફેરવે છે તો મીરા દૂર બેઠી હોય છે.

મયુરી મીરા પાસે જતી હોય છે ત્યાં જ પાછળથી મીરાને આકાશ કહે છે, "હાય, મીરા." મીરા પાછળ વળીને જુએ છે તો આકાશ હોય છે. મીરા કહે છે, "આકાશ, તું શું કરે છે?" આકાશ કહે છે, "મીરા, મને નીતાએ બધી વાત કરી દીધી છે. તું જરાય ડરતી નહીં. મેં લંડનની બે ટિકિટ કઢાવીને રાખી છે. આપણી બધી ત્યાં સગવડતા થઈ ગઈ છે. ત્યાંની કોલેજમાં પણ વાત થઈ ગઈ છે." મીરા ઊભી થઈ જાય છે અને આકાશને કહે છે, "તું શું બોલે છે, તને કંઈ ખબર છે?"

ત્યાં મીરાનોન સ્ટોપ આવી જાય છે. મીરા બસમાંથી નીચે ઉતરી જાય છે. તેની પાછળ પાછળ આકાશ પણ બસમાંથી નીચે ઉતરી જાય છે. મયુરી બસની અંદરથી ઊભી ઊભી આ બધું જોતી હોય છે. આકાશ મીરાના ગળે ભેટી અને કહે છે, "કાલે તું તારી એક્ઝામ પછી સીધી એરપોર્ટે આવી જજે. હું તારી એરપોર્ટ પર વાટ જોઈશ." એમ કહી અને મીરાના હાથમાં તેનો પાસપોર્ટ આપી દે છે. એટલી વારમાં બસ ઉપડી જાય છે. મયુરી એ બંનેને જોતી હોય છે. ત્યાં બસ ચાલવા લાગે છે. આ બાજુ બસ જતી રહે છે. પછી મીરાં કહે છે, "જો આકાશ, હું તારી સાથે લંડન નહીં આવી શકું. મારી મારા મા-બાપ પ્રત્યેની ફરજો નિભાવવાની છે. તું મને ભૂલી જા." પણ આકાશ માનતો નથી અને કહે છે, "હું કાલે એરપોર્ટે તારી વાટ જોઈશ. તું નહીં આવે તો પછી હું ક્યારેય તને ફોર્સ નહીં કરું, પણ મને ખાતરી છે કે તું કાલે એરપોર્ટે જરૂર આવીશ." આ બાજુ મીરા કોલેજ જતી રહે છે.

મયુરી ગેરેજ જઈ અને માનવને આકાશ અને મીરાની વાત કરે છે. માનવને એમ થાય છે, "મીરાને મારી સાથે નથી રહેવું. તે આકાશને પ્રેમ કરે છે. તેને આકાશ સાથે જવું છે તો ભલે જતી રહે." માનવ વકીલને ફોન કરે છે અને ડિવોર્સના પેપર તૈયાર કરે છે. જ્યારે સાંજે મીરા ઘરે આવે છે ત્યારે માનવ તેના રૂમમાં બેઠો મીરાની વાટ જોતો હોય છે. મીરા રૂમમાં એન્ટ્રી થાય છે તો માનવ સોફા પર બેઠો છે. મીરાને જોતા માનવ સોફા પરથી ઊભો થઈ જાય છે અને પોતાના કોટના ખિસ્સામાંથી ડિવોર્સના પેપર કાઢી અને પલંગ ઉપર રાખે છે.

માનવ મીરાને કહે છે, "તું આ પેપર સરખી રીતે વાંચી અને પછી સાઇન કરી દેજે. તારી કંઈ પણ ડિમાન્ડ હોય તે હું પૂરી કરવા તૈયાર છું." એમ કહી અને માનવ રૂમની બહાર જતો રહે છે.

મીરા ધ્રુજતા હાથે પલંગ પરથી પેપર ઉપાડે છે અને મનમાં વિચારે છે, "હું મારા લગ્નને ઈમાનદારીથી નિભાવવા માંગતી હતી, પણ મારી એક ભૂલનું આ પરિણામ છે. જો મેં માનવને પહેલાં જ આકાશ સાથેની એન્ગેજમેન્ટની વાત કરી દીધી હોત તો આમ ન થાત." મીરાને ગભરામણ થવા લાગે છે. મીરા પેપર હાથમાં લઈ અને બારી પાસે ખુરશી પર બેસી જાય છે. તેનાથી શ્વાસ નથી લેવાતો. મીરા ઊભી થઈ અને બારી ખોલી નાખે છે. બહારનો ઠંડો પવન મીરાને લાગે છે એટલે મીરા ધીમેથી શ્વાસ લે છે.

સામેના ઘરમાં ઊભી રમોલા મીરાને જોતી હોય છે. મીરાંની નજર રમોલા તરફ જાય છે. રમોલા હાથ હલાવીને સ્માઇલ કરે છે. મીરા પણ એ રમોલાની સામે જોઈ અને સ્માઇલ કરે છે. અચાનક રમોલાને ચક્કર આવી જાય છે અને તે બેભાન થઈ જાય છે. મીરાં જુએ છે કે રમોલા ચક્કર ખાઈને પડી ગઈ એટલે મીરા દોડતી નીચે ઉતરે છે. દીપા મીરાને ઝડપથી ઉતરતા જોઈને કહે છે, "મીરા, તું પડી જઈશ, ધીમેથી ઉતર." મીરા દીપાને કહે છે, "સામેના ઘરમાં એક લેડી બેભાન થઈને પડી ગઈ છે." દીપિકા કહે છે, "ઊભી રહે મીરા, હું પણ આવું છું." એમ કહી બંને સાથે રમોલાના ઘરમાં જાય છે.

આગળ આપણે જોઈશું:

શું માનવ અને મીરા છૂટા પડી જશે?