Maru ghar, mari niyati chhe - 11 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 11

The Author
Featured Books
  • Bewafa Ishq

    ️ Bewafa Ishq ️कहते हैं प्यार इंसान की ज़िंदगी को बदल देता ह...

  • It's all beacuse our destiny make

     किस्मत " Destiny "वेदिका और आर्यन की शादी को दो साल हो चुके...

  • इतिहास के पन्नों से - 8

                                                       इतिहास के...

  • My Alien Husband - 5

    [Location: पार्क के एक कोने में — शाम की हल्की हवा, चारों तर...

  • The Risky Love - 10

    अपहरण कांड की शुरुआत...अब आगे.........आदिराज अदिति को अमोघना...

Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 11

સુધારેલી વાર્તા: ભાગ ૧૧

માનવ મીરાને બેડ પર સુવડાવે છે અને તેના પર પાણીના છાંટા નાખે છે, પણ મીરા ભાનમાં આવતી નથી. માનવ તરત ડોક્ટરને બોલાવે છે.

ડોક્ટર આવે છે અને મીરાની તપાસ કરે છે. ડોક્ટર કહે છે, "માનવભાઈ, કદાચ તણાવ અને થાકના કારણે તેઓ બેભાન થઈ ગયા છે. હમણાં એક ઇન્જેક્શન આપું છું. તેમને આરામની જરૂર છે."

ડોક્ટરના ગયા પછી, કેસી અને શારદાબેન બંને માનવને પૂછે છે, "ડોક્ટર સાહેબે શું કહ્યું?" માનવ કહે છે, "કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નબળાઈને લીધે ચક્કર આવી ગયા છે. મીરાને થોડા આરામની જરૂર છે. ચાલો, બધા મહેમાનો પાસે જઈએ. પ્રમીલા માસી, તમે મીરા પાસે રહો."

પણ નીતા આવે છે અને માનવને કહે છે, "હું મીરા પાસે રહું છું. તમે બધા નીચે મહેમાનો પાસે જાઓ."

આ બાજુ બધા મહેમાનો જતા રહે છે. પછી માનવ કેસીને પૂછે છે, "મીરાનો કોઈ ભાઈ પણ છે, તે તમે મને કહ્યું નહીં?" કેસી મૂંઝાઈ જાય છે કે માનવને શું જવાબ આપવો, તેની પાસે તો કોઈ જવાબ જ નથી. આકાશ તો તેનો ફિયાન્સ હતો, જેને તેણે તેનો ભાઈ બનાવી દીધો.

પ્રમીલાબેન માનવને કહે છે, "તે તેનો કઝીન બ્રધર થાય છે." ત્યાં નીતા ઘરમાંથી બહાર આવીને કહે છે કે મીરાની તબિયત સારી છે અને તે આરામ કરે છે. નીતા પ્રમીલાબેનને કહે છે, "ચાલો મમ્મી, ઘરે જઈએ."

આ બાજુ બધા મહેમાનો જતા રહ્યા છે અને રાત બહુ થઈ ગઈ છે. આકાશ તેના રૂમમાં જાય છે. મીરા પલંગ પર સૂતી હોય છે અને આકાશ સોફા પર બેસે છે. તેની નજર સહજ મીરા પર જાય છે. મીરા વેડિંગ ડ્રેસમાં ખૂબ સુંદર, આકર્ષક દેખાતી હતી. તેના સુંદર વાળ પર તેણે તેના મોમનું બ્રોચ લગાવેલું હતું. માનવ મીરાના ચહેરાને નીહાળતો હોય છે ત્યાં મીરા ઊઠી જાય છે. બંને એકબીજાને જુએ છે. માનવ તરત જ મીરાને પૂછે છે, "હવે તને કેમ છે, મીરા?"

મીરા કહે છે, "મને અહીં કોણ લઈ આવ્યું?"

માનવ કહે છે, "તું બેભાન થઈ ગઈ હતી એટલે હું તને અહીં લઈ આવ્યો. ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે."

મીરા કહે છે, "મારે આરામ નથી કરવો. હું અહીં રહેવા નથી માંગતી. તમે લોકો કેવા માણસો છો? તમારા લગ્નમાં આવીને તમને કોઈ ખુલ્લેઆમ ધમકી આપી જાય છે અને તમે પોલીસને જાણ કરવાની બદલે તેની સાથે ગુંડાઓની જેમ મારામારી કરો છો. આ કઈ જાતનો તમારો વ્યવહાર છે? આ સમાજમાં કાનૂની વ્યવહાર અને પોલીસ પ્રશાસનની પણ જવાબદારીઓ છે, જે તમે તમારા હાથમાં ન લઈ શકો."

માનવ કહે છે, "મીરા, તું એ લોકોને ઓળખતી નથી. તે લોકો બહુ જ મોટા માફિયાઓ છે. તેમનું પોલીસ પણ કંઈ બગાડી ન શકે."

મીરા કહે છે, "જેનું પોલીસ પણ કંઈ ન બગાડી શકે એવા ગુંડા માફિયાઓ સાથે તમે મારામારી કરશો? એ તો ઠીક, પણ તમે આકાશ ઉપર શું કામ હાથ ઉપાડ્યો? તે આકાશને શું કામ માર્યો? તેને લોહીલુહાણ કેમ કરી નાખ્યો? એનો શું વાંક હતો?"

માનવ કહે છે, "આકાશ છે કોણ? એના વિશે મને ખબર કેમ નહોતી? એ તારો ભાઈ છે તો તે કેમ જેમ ફાવે તેમ બોલતો હતો?"

મીરા માનવને કહે છે, "તું આવી રીતે મારા પર ગુસ્સો કરી અને રાડો નાખવાથી કંઈ બદલાઈ નથી જવાનું. તારાથી આમ મારામારી કઈ રીતે થાય? હું તો તને એક શાંત અને સમજદાર માણસ સમજતી હતી." મીરા મનોમન વિચારે છે, 'ક્યાંક મારાથી નિર્ણય લેવામાં ઉતાવળમાં ભૂલ તો નથી થઈ ગઈ ને? ક્યાંક મેં ખોટો નિર્ણય તો નથી લીધો ને?'

માનવને ગુસ્સો આવી જાય છે અને કહે છે, "હું જેવો છું તેવો તારી સામે છું. તને ફાવે તો રહે, ન ફાવે તો ચાલી જાજે. મીરા, મેં તને પરાણે મારી સાથે લગ્ન કરવાનું નથી કહ્યું. મેં એકપણ જાતનો ફોર્સ નથી કર્યો. તારી મરજી હતી એટલે તેં મારી સાથે લગ્ન કર્યા છે, એટલું તું સમજી લેજે. તારા મા-બાપની શરતો પણ મેં સ્વીકારી છે."

મીરામાં ઊભા રહેવાની તાકાત હોતી નથી. તે બેડ પર બેસી અને રડવા લાગે છે. તેને સમજાતું નથી કે શું કરવું. માનવ ગુસ્સામાં બહાર જતો રહે છે. મીરાને ગભરામણ અને બેચેની થતી હોય છે એટલે તે બેડરૂમની બારી ખોલી નાખે છે અને ચેર પર બેસીને શ્વાસ લેવાની કોશિશ કરે છે.

મીરાની નજર બારીની બહાર જાય છે. સવાર પડવાને થોડીક જ વાર હતી. મીરાને ચેર પર બેઠા બેઠા નીંદર આવી જાય છે.

સવારે જ્યારે મીરા ઊઠે છે, તો તે પોતાને બેડ પર સૂતેલી જુએ છે અને માનવ નીચે જમીન પર પલંગ પાસે સૂતો હોય છે. મીરા બેડ પરથી ઊભી થઈને બેસે છે અને હાથની બંગડીઓના અવાજથી માનવની નીંદર ઊડી જાય છે. માનવ મીરા સામે જુએ છે અને મીરાની નજર માનવ તરફ જાય છે.

મીરા માનવને પૂછે છે, "હું આ બેડ પર કેવી રીતે આવી? મને કોણ લાવ્યું તે કહેશો?"

માનવ મીરાની વાત સાંભળતા કહે છે, "ગુડ મોર્નિંગ. રાતના તું ખુરશી પર બેઠા બેઠા સૂઈ ગઈ હતી, એટલે મને એમ થયું કે લાવ ને..."

મીરા માનવની વાત વચ્ચેથી જ કાપતાં કહે છે, "મને કોઈ ટચ કરે તે મને પસંદ નથી. મારી પરમિશન વગર તમારે મને ટચ કરવું નહીં." માનવ કહે છે, "આજ પછી હું તમને તમારી પરમિશન વગર ટચ નહીં કરું, બરોબર?" એમ કહી અને માનવ પોતાના કબાટમાંથી કપડાં લઈ અને બહાર જતો રહે છે.

મીરાના મોબાઈલમાં મેસેજ આવે છે. મીરા મેસેજ વાંચે છે: "(આજે એક્ઝામ છે)." તે તરત જ ઊભી થઈ અને પોતાની સૂટકેસમાંથી કપડાં લઈ અને કોલેજ માટે તૈયાર થવા જતી રહે છે.

આ બાજુ માનવ તૈયાર થઈ અને ગેરેજ જતો હોય છે ત્યારે નીતાનો મેસેજ આવે છે. માનવ મેસેજ વાંચે છે: "આજે મીરાની એક્ઝામ છે."

માનવ તેની મમ્મીને કહે છે, "મીરાની એક્ઝામ ચાલે છે એટલે હમણાં તે રોજ એક્ઝામ આપવા જશે. મીરા તૈયાર થઈ જાય એટલે તેને ગેરેજ મોકલજો. હું તેને કોલેજ મૂકી આવીશ." એમ કહી અને માનવ જતો રહે છે. માનવની મોટી બહેન બોલે છે, "હવે તો રાજકુમારીને પરીક્ષામાં લેવા જાઓ, મૂકવા જાઓ અને તેના માટે ખાવાનો નાસ્તો તૈયાર રાખો. અમને એટલા માટે તો રાખ્યા છે."

ભાગ: ૧૨

આગળ બારમા ભાગમાં આપણે જોશું કે માનવ અને મીરા વચ્ચે ફ્રેન્ડશિપ થશે?