જીંદગી જીવવી અને જીંદગી માણવી એ બંનેમાં બહુ ફરક છે. ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓમાં આપણે આજની જીંદગી ને સાચી રીતે માણી શકતા નથી. શુ થઇ ગયુ એ યાદ કરવા કરતા શુ થઇ શકે તેમ છે એ વિચારીએ. આજનુ દુઃખ, આજની તકલીફ આજે સાંજે પૂરી કાલે નવી સવાર, નવી તકલીફ નવી આશા અને નવો વિચાર આ વિચારસરણી આપણા જીવનને સરળ બનાવી દેય છે. મરી ગયેલી ‘ગઇકાલ’ અને નહી જન્મેલી ‘આવતીકાલ’ ની પરવા કર્યા વગર જીવીએ તો જ આપણી ‘આજ’ ને સારી રીતે જીવી શકીશુ અને માણી શકીશુ.