નાસ્તિકની ડાયરી
નિચલા મધ્યમ વર્ગમાં જન્મેલો એટલે કોઇપણ વસ્તુનુ મૂલ્ય ખૂબજ સારી રીતે સમજતો હતો અને આજે પણ સમજુ છુ.
જે શીખ નાનપણમાં મળી હતી એમાની એક અહિંયા કહેવા માંગુ છુ.
જ્યારે ઘરમાં ફળ આવે અને મમ્મી એ સુધારવા બેઠા હોય ત્યારે જો કોઇ ફળ સડેલુ કે ખરાબ નીકળે તો મમ્મી આખુ ફળ ફેંકી ની દે પણ જેટલો ભાગ ખરાબ છે એટલો કાઢી દે. અમે એટલા અમીર પણ નહોતા કે આખુ ફળ ફેંકી દઇએ, અને એટલા ગરીબ પણ નહોતા કે ખરાબ ફણ ખાઇ જઇએ.
જીવનમાં પણ મે એજ વસ્તુ ઉતારી છે અને ધર્મની બાબતમાં પણ મારો એજ અભિપ્રાય છે.