સત્ય શુ છે એમા કોઇને રસ નથી એમને રસ હોય છે પોતાની વિચારધારાનેજ સત્ય બતાવવાની.
જેમ કે એક કિસ્સો લઇએ: એક માણસે આત્મહત્યા કરી, એ માણસ ખેડૂત છે. એક ડાબેરી કહેશે કે ખેડૂતે આત્મહત્યા કરી અને જમણેરી એના બચાવમાં આવી જશે. સત્ય જાણવામાં કોઇને રસ નથી કે એણે આત્મહત્યા કેમ કરી?
બીજો કિસ્સો: આર્મીએ કથિત આતંકવાદીને માર્યો તો ડાબેરીઓ એ આર્મીને કોસવા લાગશે જ્યારે જમણેરી આર્મીના બચાવમાં આવી જશે.
સામાન્ય: કોર્ટ પર પણ ત્યારજ વિશ્વાસ કરશે જ્યારે કોર્ટનો નિર્ણય એમની વિચારધારાની તરફેણ કરતો હશે.
આમા સત્ય ક્યાં?