તમારા જીવનમાં
એવા લોકો કેટલા કે જે
તમારી ચિંતાને પોતાની માનતા હોય ?
અને એવા લોકો કેટલા કે એમની ચિંતાની ચિંતા, એમના કરતાં તમને વધારે હોય,
જો તમે આ બે વ્યાખ્યામાં નથી આવતા,
તો પછી તમારી બધી ચિંતાઓ, તકલીફો કે મુસીબતોનું કારણ તમે જ છો,
વાત ખોટી લાગતી હોય તો એક પ્રયત્ન કરી જુઓ કે, તમે વધારે નહીં એક બે એવા વ્યક્તિઓ બનાવો જે તમારી ચિંતા કરે, અને તમારા જીવનમાં એક બે એવા વ્યક્તિઓ બતાવી શકો કે, એમની ચિંતા તમને તમારી લાગે, આ વ્યક્તિઓ ઘરના પણ હોઈ શકે, જોકે એ તો તમારી ફરજમાં આવે છે, પરંતુ તો પણ ચાલે, એને એક બે બહારના બનાવી જુઓ, આટલું કરશો તો ધીરે-ધીરે અને વગર કહે તમને ખ્યાલ આવવા લાગશે કે, આજ સુધી તમે ક્યાં ક્યાં ખોટા હતા ?

Gujarati Thought by Shailesh Joshi : 112041403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now