મહાન પિતા
----------------
જીવ આપીને જીવન ઘડનાર.
કેમ કરી ભૂલાય ?
જાત ખર્ચીને મકાન આપે.
આરામદાયી જિંદગી બનાવે.
એને કેમ કરી ભુલાય ?
ભૂખ્યા નહીં કદી સુવાડે,
જેના શ્રમથી ઘરમાં, અવનવા પકવાન રંધાય.
એ કેમ કરી ભુલાય ?
ટાઢ તડકો સહી મૌન થઈ જાય.
આપે સંતાનને હર ઋતુનું રક્ષણ.
એ રક્ષક કેમ કરી ભુલાય ?
માં'જેનાં પગલે હરદમ ચાલે.
એ પરિવારનો પરમેશ્વર. કેમ કરી ભુલાય ?
'માં'ચાલતાં શીખવે ઘૂંટણિયેથી પગભર.
પણ પિતા પગભર ઉભો રહેતાં શીખવે જીવનભર.
એ પિતા કેમ કરી ભુલાય?
પરિવારનું છત્ર છાયા કહેવાય. એ
"મહાન પિતા" કેમ કરી ભુલાય ?
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Gujarati Poem by Jaya Jani TalaJa  Jiya : 112036830
Shefali 3 week ago

ખૂબ જ સરસ 👏🏼

shekhar kharadi Idriya 2 month ago

પિતાનો અતૂટ પ્રેમ, ત્યાગ અને પરીવાર પ્રત્યે તેમના સમર્પણનો ઊંડો આદર કે ઋણ વ્યક્ત કરતી અત્યંત ભાવનાત્મક અભિવ્યક્તિ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now