રાતના બેડરૂમની ચારેય બાજુ ઘનઘોર શાંતિ ફેલાયેલી હતી. થાકી-પાકીને ઘરે પહોંચી, દરવાજાનું તાળું ખોલ્યું, અંદર પ્રવેશીને ફ્રિજમાંથી પાણી પીધું અને બેડ પર બેસીને ફોન હાથમાં લીધો. સ્ક્રીન પર આંગળી ફેરવતાં આખું કોલ લિસ્ટ અને કોન્ટેક્ટ્સની યાદી સામે આવી ગઈ.
આ યાદીમાં મોટા-મોટા બિઝનેસમેન, સેલિબ્રિટીઝ અને દુનિયાભરના વીઆઈપી લોકોના નંબરો સેવ હતા. આખી દુનિયા એક નાના ફોનમાં સમેટાયેલી હતી—પરંતુ વિડંબના એ હતી કે જેની દુનિયામાં હું હતી, એ 'મમ્મી' નામનો એક પણ નંબર આ ફોનમાં નહોતો. કારણ કે, જ્યારે હાથમાં સ્માર્ટફોન આવ્યા અને દુનિયા ડિજિટલ થઈ, ત્યારે મમ્મી તો એ બધા વગર જ હંમેશ માટે આ દુનિયા છોડીને જતી રહી હતી. મોબાઈલની સ્ક્રીન પર એ નામનો નંબર સેવ કરવાની કે ક્યારેય ફોન કરવાનો મોકો જ નહોતો મળ્યો.
આ અહેસાસ થતાં જ હૃદય ભારે થઈ ગયું અને આંખોમાં ભરાયેલા ભેજ વચ્ચે હોઠ પર આવી જતું એક મુસ્કાન સાથે ફોન સાઈડમાં મૂકી દીધો, ચૂપચાપ ઊભી થઈ અને મનને વેરવિખેર યાદોમાંથી બહાર કાઢવા માટે રસોઈ તરફ વળી ગઈ.
"મોબાઈલની સ્ક્રીન પર ભલે આખી દુનિયા વસી ગઈ,
પણ જેની દુનિયા હતી એ નામ વગરનું સરનામું રહી ગયું."
-Vidhi