Gujarati Quote in Motivational by Surubha Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_ 🙏
શિર્ષક: વડીલોનો વોટ્સએપ

સવાર પડે Good Morning ના ફૂલથી,
જય શ્રી કૃષ્ણના મેસેજથી.
Forward કરેલા 10 વિડીયો,
એકમાં તો જરૂર "અદ્ભુત જાણકારી".

એક કાકા લખે "જય માતાજી",
બીજા કહે "વાંચો જરૂરથી".
ત્રીજાનો વોઈસ નોટ 5 મિનિટનો,
શરૂઆત "હું બોલું છું ધીરેથી".

દવા, દેવ, દેશ, અને ઉપાય,
રોજ એક નવો જ્ઞાનનો ભંડાર.
Seen કરીએ ના તો ફોન આવે,
"બેટા મેસેજ વાંચ્યો કે નહીં યાર".

વડીલોનો વોટ્સએપ એટલે પ્રેમ,
ટાઈપ ઓછું, ભાવના બેમ.
એમોજી ના સમજે પણ દિલથી મોકલે,
આશીર્વાદના બે શબ્દો સાથે.

રહે કુશળ સદા એવી પ્રાર્થના,
તને ન આવે અડચણ કદી એ અભ્યર્થના.
આશા રાખું આજ મળવા આવે કાલ,
ન આવી શકે તો વાંધો નહીં બેટા,
સાંજે ફોન તો કરજે આજ !

💐--------જય વડીલો--------💐

_------ Surubha Jadeja-----

ટેગ:
`#વડીલોનોવોટ્સએપ ` `#આશીર્વાદ ` `#સાંજેફોનકરજે ` `#પ્રેમ ` `#પ્રેરણા ` `#માતૃભારતી ` `#કવિતા `

--- ❤️

Gujarati Motivational by Surubha Jadeja : 112033662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now