---શિર્ષક: કિસ્મતની બજાર---
શેર બજાર નહીં કિસ્મત ની બજાર જુઓ,
સેન્સેક્સ નહીં સંસ્કારનો આંક જુઓ.
કરો સારું કામ લીલી રહેશે,
લાલ રહે કાયમ તો કર્મ તપાસો.
લાલ-લીલાના ચક્કરમાં ના પડો,
માણસાઈનો ચાર્ટ ઉપર ચડો.
પૈસો આવે જાય એ તો બજાર છે,
સાચું કર્મ એ જ અસલી તિજોરી છે.
નેફ્ટી નહીં નફરત ઓછી રાખો તો
સંસ્કાર મતલબ સેન્સેક્સ ઊંચી જાય.
અલવિદા કહો આકાસ ને અલ્ટ્રા થી,
આકાશવાણી થાય ભરો પ્રિયમ પુન્યના તો,
પર્સેન્ટાઇલ ઊંચકાય.
💐--------જય કર્મ--------💐
- Surubha Jadeja
ટેગ:
`#કિસ્મતનીબજાર ` `#સંસ્કારસેન્સેક્સ ` `#કર્મ ` `#પુન્યપર્સેન્ટાઇલ ` `#પ્રેરણા ` `#માતૃભારતી ` `#કવિતા `
---
😂 😄