શિર્ષક: મોબાઈલ યુગનો માણસ
હાથમાં દુનિયા, ખિસ્સામાં દુકાન,
આંખમાં સ્ક્રોલ, મનમાં તોફાન.
બોલે ઓછું, ટાઈપ વધારે કરે,
મિત્રો હજારો, પણ એકલો સારે.
ચાર્જર વિના શ્વાસ અટકે છે,
WiFi વિના જીવ બળે છે.
લાઈકના ભૂખ્યા, કમેન્ટના તરસ્યા,
વાસ્તવિકતાથી સાવ જ પરસ્યા.
કોઈ ગરમ કોમેન્ટ જાણે બાપ ગરજે,
કોઈ નરમ કોમેન્ટ મળે "માં"નો પાલવ.
એક તરફે પ્રેમ, અલગ લિંગની કોમેન્ટ,
ભલે પછી માચળે મૂકી ફાંસી આપે.
આ મોબાઇલ માં તો આવું જ થાશે.
પારેવે પ્રેમની વાર્તા વાંચી હતી ને સાચી,
મોબાઈલ થી થયેલ બધી દોસ્તી કાંચી.
💐--------જય જાગૃતિ--------💐
- _____Surubha Jadeja___
ટેગ:
`#મોબાઈલયુગ ` `#લાઈકનાભૂખ્યા ` `#કાંચીદોસ્તી ` `#પ્રેરણા ` `#માતૃભારતી ` `#કવિતા ` `#જાગૃતિ `
---
😄