Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળી મયૂરના ટહુકાર, આવ્યો હશે વરસાદ.
રીમઝીમ કે પછી ધોધમાર, આવ્યો હશે વરસાદ.

સૂકી ધરાએ સાદ એને કીધો રખેને સાંભળી આજે,
સુણી ધરાવાસીઓ આવકાર, આવ્યો હશે વરસાદ.

આભે સર્જી મેઘાડંબરને, ગાજવીજ કરતો અપાર,
થઈને અવનીનો તારણહાર,  આવ્યો હશે વરસાદ.

શેરીગલીને રસ્તા પર વહેવા લાગ્યાં જળ લગાતાર
બનીને કિસાનોનો એ આધાર, આવ્યો હશે વરસાદ.

દીધો સૂરજને સંતાડીને દિવસનો પ્રકાશ થયો અંધાર
દેવાને એ જળરાશિ પારાવાર,  આવ્યો હશે વરસાદ.

પૂરાયાં ગૃહમાંહે લોકોને પશુપંખી પણ ગયાં સંતાઈ,
જળતંગીનો બનીને ઉપચાર, આવ્યો હશે વરસાદ.

- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112031876
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now