ચોમાસું નજીક જાણીને ઊછળકૂદ કરે દરિયો.
આવીને કિનારે એ ઉત્તંગ સઘળાં એ ધરે દરિયો.
સાવ શાંત દેખાતો આજે એ ચંચળ બની ગયો,
એવું લાગતું એને રખેને આવ્યો કદી ઘરે દરિયો.
ધવલનીર એની શોભાને વધારતાં સંધ્યાકાળમાં,
છોને ડોળ કરતો એ ગંભીર થવાનો આખરે દરિયો.
આભ સામું તાકીને હશે એ શક્તિપ્રદર્શન કરતો,
વાદળને વરસવા કાજે શકેને એ તો કરગરે દરિયો .
દઈને દુશ્મન થવા જેવો ઘાટ થયો એની બાબતે,
પરત લેવામાં કેવી લાચારી એવું એ ઉચ્ચરે દરિયો.
- ચૈતન્ય જોષી.'દીપક 'પોરબંદર.