English Quote in Poem by Jigar Ashok Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તું અને આપણે બન્ને
શું વાત કરું જયારે મળીએ ત્રણેય.
થોડો અહમ, થોડો પ્રેમ,
બાકી બચતી લાગણી બંનેમાં સેમ.

મારી હા તારી ના , તારી હા મારી ના,
બાકી થાતું બધું એડજસ્ટમેન્ટ અપણામાં.
તારી પૂજા ને મારી ઓફીસ જવાની ઝટપટ,
બાકી થતી આપણી આંખો અને ઈશારામાં રમઝટ.

મારો ગુસ્સો ને તારી હડતાલ,
એમાં લાગતી ઉપવાસોની વણજાર.
મારી ભૂલો ને તારા ગોટાળા,
એમાંથી નીકળતા હાસ્ય ના ફુવારા.

ચિંતા તારી કે હોય દુ:ખ મારું,
ભુજા પર ઢળતું એકબીજાનું માથું.
મારો પુરષાર્થ ને તારી મમતા,
કુટુંબ નો આધારસ્તંભ બંને રચતા ....

હું તું અને આપણે બન્ને
શું વાત કરું જયારે મળીએ ત્રણેય.

:- જીગર અશોક પંડ્યા

English Poem by Jigar Ashok Pandya : 112031166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now