મિત્રો,
પ્રસ્તુત છે મારી નવી રચના આશા છે, આપને પસંદ આવશે. આપના પ્રતિભાવ ની આશા છે,
તત્વ ચિંતન
સંઘર્ષયાત્રામાં પોતપોતાના, સહુ વ્યસ્ત છે,
ક્યાંક ક્યાંક સૂર્યોદય છે, ક્યાંક ક્યાંક અસ્ત છે.
મોટાભાગના આત્મજ્ઞાની પર 'હું' પણું સવાર છે,
તો થોડાઘણા અહીં લઘુતાગ્રંથિથી ગ્રસ્ત છે.
ફિક્ર-ચિંતા કોઈ કોઈની કરતું નથી,
આ દુનિયામાં ભગવાન જ સરપરસ્ત છે.
અહીં ચહેરા પર મુખવટો પહેરીને ફરે છે લોકો,
અંદરથી જે તૂટેલા છે, બહારથી મસ્ત છે.
પ્રેમ, લાગણી, સન્માનનો ક્યાં કોઈ વિચાર કરે છે?
અહીં દુનિયા સદવિચારના વિચારથી ત્રસ્ત છે.
થોડી સમજણ મળે તો જીવન સુધરે એમ બને,
બાકી તો શ્વાસ, શરીર અને મન રોગગ્રસ્ત છે.
વ્યક્ત થાય નહીં પણ, બદદુઆ પીછો કરે છે જ,
આશીર્વાદનો ભલે લોકો પાસે હાથી અલમસ્ત છે!