તો મજા આવે.... ગઝલ ભટ્ટસાહેબ
તુ આવી હાથ પકડે તો મજા આવે,
હ્રદયના ભાર જકડે તો મજા આવે!
કહે છે સાથ રેવાના કરમ ક્યાં છે?
કરમ આવી ને કગડે તો મજા આવે!
હવે ઘર બારની ઈટો સુની લાગે,
જો એ થાપાથી બગડે તો મજા આવે!
દિવાલો તો સુની ફોટા વગરની છે,
લગાવા ફોટા ઝગડે તો મજા આવે!
પડ્યા પાણા ઘણા પ્રેમના પહાડોમાં,
હવે એકાદ ગગડે તો મજા આવે!
પડી છે બંધ ડેલી એક વરષોથી,
તમારા હાથે ખખડે તો મજા આવે!
હજી "સાહેબ" મન ફફડે છે મારું જો,
હવે મળવા તું ફફડે તો મજા આવે!