ચુપચાપ એ નજરોથી મને નિહાળ્યા કરે છે,
પ્રણય તો કરે છે, મને પણ શબ્દોને છુપાવે છે.
અધર સુધી આવીને અટકી જાય છે વાતો,
એ મૌન રહીને કેવો જાદુ ચલાવે છે મારાં પર
શાંત રહેતું મુખ એનું ઘણું કહી જાય છે મને,
માત્ર એક સ્મિત આપીને દિલને ધબકાવે છે.
ખુલ્લાં પુસ્તક જેવી છે આંખો એની છતાં,
નામ મારું લેવામાં એ કેટલું શરમાય છે.
મને નથી જરૂર હવે એની કોઈ લાંબી દલીલોની,
એની આંખોની પવિત્રતા જ મારાં માટે પુરતી છે.