Gujarati Quote in Story by Nayana Viradiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" અધુરી રાહ "

      રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. શહેર આખું ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું હતું, પણ નવ્યા ની આંખોમાં ઊંઘનું  નામ પણ નહોતું .બારીની બહાર એકસરખી લયમાં ટપકતો વરસાદ વરસતો  હતો. એ અવાજમાં એક અજાણ્યો ખાલીપો હતો...જાણે એ પણ  કોઈની રાહ જોતો હોય.
નવ્યા બારી પાસે ઊભી રહી. એની આંગળીઓ કાચ પર સરકતી હતી, અને દરેક ટીપાં સાથે એક એક  જૂની યાદો યાદો સરકતી  મગજ  અને મનમાં તાજી થઈ રહી હતી. ત્રણ વર્ષ પહેલાંનો એ દિવસ જ્યારે વૈભવે કહ્યું હતું,
“મારે થોડો સમય જોઈએ છે… પણ હું પાછો આવીશ.”
આ શબ્દો એના માટે માત્ર વાક્ય નહોતા એ એની આખી જિંદગી બની ગયા હતા.
દરેક દિવસ એ ફોન તરફ જોતી. દરેક નોટિફિકેશન પર દિલ ધબકતું. ઘણી વખત નિરાશા મળી, પણ આશા ક્યારેય મરી નહોતી.રાહ જોતા એના નયનો વરસાદ ની જેમ તેને ક્યારેય ભીંજવી જતાં પણ આશા અમર હતી કે એ આવશે...
આજે અચાનક ફોન વાઇબ્રેટ થયો.
સ્ક્રીન પર એક મેસેજ હતો-
“હું આવી રહ્યો છું.”
એ શબ્દો વાંચતા જ નવ્યાના ચહેરા પર એક અજાણી ચમક આવી ગઈ. આંખોમાં ખુશીના આંસુ છલકાય ગયા. વરસાદ હરખમાં આવી વધુ જોરદાર રીતે વરસવા લાગ્યો .
આખરે ત્રણ વર્ષ પછી.... આજે એની રાહ પૂરી થવાની હતી.
એ દોડતી દોડતી દરવાજા સુધી પહોંચી. હાથ કાંપતા હતા. દિલ એટલું ઝડપથી ધબકતું હતું કે જાણે છાતીમાંથી બહાર આવી જશે.
દરવાજો ખોલ્યો પણ સામે માત્ર વરસાદ હતો.
ખાલી રસ્તો… શાંત રાત…  કોઈ જ નહોતું.
એક ક્ષણ માટે નવ્યા સ્થિર થઈ ગઈ. એને લાગ્યું કે કદાચ એ મોડો હશે... કદાચ રસ્તામાં હશે...
ત્યાં જ ફરી ફોન વાઇબ્રેટ થયો.
આ વખતે મેસેજ નહોતો.પરતું એક ન્યૂઝ લિંક હતી.
એણે કાંપતા હાથથી ફોન ઉઠાવ્યો. લિંક ખોલી.
હેડલાઇન હતી—
“યુવાનનું એક્સિડન્ટમાં મોત.”
એની આંખો ઝડપથી નામ શોધવા લાગી… અને પછી એ એક નામ પર અટકી ગઈ.
વૈભવ મજમુદાર.
સમય જાણે અટકી ગયો,  શ્વાસ રૂધાંવા લાગ્યો.  ફોન હાથમાંથી નીચે પડી ગયો.
બહારનો વરસાદ હવે માત્ર પાણી નહોતો રહ્યો એ તો નવ્યાના તૂટેલા સપનાઓનો અવાજ  બનીને  ધોધમાર વરસવા લાગ્યો
એ દરવાજા પાસે જ ફસડાઈ પડી. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ એનો અવાજ  ગળામાં જ રૂંધાય ગયો.
કારણ કે હવે કોઈ આવવાનું નહોતું
અને સૌથી મોટી વાત—એ "રાહ "હજુ પણ અકબંધ રહી ગઈ કાયમ માટે.....

Gujarati Story by Nayana Viradiya : 112022316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now