|| હા— મને પ્રેમ છે ||
અંતત: જ્યારે એણે મને સામેથી પૂછી લીધું કે "શુ તને મારાથી પ્રેમ છે ?"
ત્યારે...
કઈ સમજાયું ન હતું કે
શુ જવાબ આપુ એના સવાલનો ?
કોઈ ત્રાજવે તોલાય નહીં,
એટલો પ્રેમ છે એના વ્હાલનો,
નથી કોઈ લાગણી કે
નથી એક તરફી પ્રેમ એનાથી મને
બઉ દિવસો વીત્યા નથી હજુ,
આ તો કિસ્સો છે ગઈકાલ નો !
હા, મને પ્રેમ છે એનાથી
અને એની વાતોથી,
પ્રેમ છે મને બે અઠવાડિયે થતી
અમારી મુલાકાતો થી,
હા ! થોડી જલન થાય
જ્યારે બીજા સાથે કરે વાતો હસી હસીને એ
અને, એ પણ કે મને પ્રેમ છે એની યાદોમાં
વીતતી બધી અંધારી કાળી રાતો થી.
જ્યારે મારા હાથમાં
એનો હાથ હોય છે,
પ્રેમ છે એ ક્ષણોથી જ્યારે
એનો સંગાથ હોય છે,
અને હોય છે એ જ્યારે
આજુબાજુ મારા !
પ્રેમ છે એ પ્રસંગોથી પણ,
જ્યારે જ્યારે એ મારી સાથ હોય છે.
હુ તો જીવનભર
એની સાથે રહેવા માંગુ છુ,
બોલવુ કંઇ નથી આગળ એની,
હુ તો બસ— મન ભરી એને સાંભળવા માંગુ છુ.
અને મરી જઉં કોઈ કારણસર
જો પેલા એની તો હુ !
તો એની જ કોખે એનો બાળક થઈ,
આખુ એક જીવન એની સાથે ગુજારવા માંગુ છુ.
-> પ્રવીણ ભલગામા
( માધવની કલમ )