દુનિયામાં ત્રણ પ્રકારના સત્ય હોય છે;એક મારું સત્ય બીજું તમારું સત્ય અને ત્રીજું જે વાસ્તવિક સત્ય છે એ અને આપણે આખી જિંદગી એ પુરવાર કરવા માટે લડીએ છીએ કે હું સાચો/સાચી.. કેટલાય સબંધો વેરવિખેર થઈ જાય છે ફક્ત આજ કારણ થી કે હું સાચો ને તમે ખોટા..અને સામે વાળી વ્યક્તિને પણ એમ જ લાગે કે તમે ખોટા અને હું સાચો..પણ સાચું ને સત્ય કંઈક બીજું જ હોય છે...જો આપડે સંબંધ રાખવો જ હોય નિભાવવો હોય તો સાચા ખોટાને બાજુ પર મૂકી એક બીજાને સાચા સાબિત કરવાની વાત ને સાઇડ પર મૂકી સબંધને મહત્વ આપવું જોઈએ....જો તમને એવું લાગે છે કે જીવનમાં ફક્ત સાચા હોવું જ મહત્વનું છ? કે એક સંબંધ જે આપડી ખુશીનું કેન્દ્રબિંદુ છે એ મહત્વનું છે!! તો થોડા આપણે નમીએ થોડા એ નમે ,થોડું તમે સમજો થોડું એ સમજે,ભૂલો એને કરી છે તો ભૂલો મેં પણ કરી છે,એનાથી મને hurt થયું છે તો મારી કોઈ વાતો થી એ વ્યક્તિ પણ hurt થઈ હશે...એમ વિચારીને.શું એ રીતે સબંધ ને ફરી હર્યો ભર્યો જીવંત ન બનાવી શકાય!!?