મામા નું ઘર
વેકેશન પડે ત્યારે સૌથી પેહલા મગજ માં આવતો વિચાર એટલે મામા નું ઘર,ઘર થી કંટાળ્યા હોઈએ ત્યારે મન ને શાંત કરવાની જગ્યા એટલે મામા નું ઘર, દિવાળી વેકેશન હોય કે પછી ઉનાળા નું વેકેશન...મામા ના ઘરે ન જઈએ ત્યાં સુધી વેકેશન અધૂરું કેહવાય.મામી જોડે કરેલી વાતો ,નિધિ દી અને મીરા જોડે કરેલી લેટ નાઈટ મસ્તી,ક્યારેક ઝઘડીએ પણ છીએ પરંતુ મારા માટે જીવન જીવવાનું બેસ્ટ સ્થળ એટલે મામા નું ઘર...જ્યાં ખરેખર એવું લાગે કે ખાલી જીવી નથી રહ્યા પણ જિંદગી ને માણી રહ્યા છીએ...મામા નો પ્રેમ મારા નસીબ માં થોડા સમય માટે જ હતો પણ મારા મામી એ એમની કમી ક્યારેય વર્તવા જ નથી દીધી...મારા ઘર કરતાં પણ વધારે મને મામા ના ઘરે ગમે છે ... એવું નથી કે રોજ એક ની એક જગ્યા એ રહી ને કંટાળીએ એટલે બીજી સારુ જ લાગે...પણ મારા મામા નું ઘર છે જ એવી જગ્યા ...ગમે તેટલા મોટા થઈ જઈએ પણ મામા નું ઘર ન ભૂલી શકાય..શું કહેવું તમારું?