Quotes by krupa in Bitesapp read free

krupa

krupa

@shabdo


~જ્યારે હું પોતાને દર્પણ માં જોઉં છું....

મારું મન મોહી જાય છે 😅

એ artificial smile પર
એ ગાલ ને સતત પંપાળ્યા કરતી લટ ઉપર
એ કાળા કુંડાળા વાળી,પાણી થી છલોછલ આંખો પર
એ અઢળક ચિંતાઓ ની રેખાથી ભરેલા કપાળ પર

~જ્યારે હું પોતાને સહેજ પાછળ ખસેડી ને જોઉં છું, તો એકદમ simple & soubar લાગુ છું 😃

અને,પેલી artificial લાગતી smile હવે real લાગવા લાગી છે
આંખો, જાણે કોઈ પ્રકાશ નું પરાવર્તન થઈ ને ચમકી રહી હોય એવી લાગે છે
કપાળ પર કોઈ રેખાઓ નથી , બધું જ નોર્મલ લાગી રહ્યું છે🥰

~જ્યારે હું પોતાને પહેલી વાર કરતા પણ હજુ થોડીક વધારે નજીક થી જોઉં છું....

પોતાના માં જ જાણે એક રહસ્ય છુપાયેલું હોય એમ ઊંડી ઊતરતી જાઉં છું
Smile જાણે opposite direction માં ફરી ગઈ હોય એવું લાગે છે
અને ,પેલી છલોછલ ભરાયેલી આંખો માંથી ઝરણાં નો પ્રવાહ ચાલુ થઈ ગયો હોય એવું લાગે છે
એટલે, કપાળ ની રેખાઓ જોવા માટે હવે હું સક્ષમ નથી

~જ્યારે હું પોતાને દર્પણ માં જોઉં છું...મને હું જ ધૂંધળી દેખાઉં છું🥀

Read More

મામા નું ઘર

વેકેશન પડે ત્યારે સૌથી પેહલા મગજ માં આવતો વિચાર એટલે મામા નું ઘર,ઘર થી કંટાળ્યા હોઈએ ત્યારે મન ને શાંત કરવાની જગ્યા એટલે મામા નું ઘર, દિવાળી વેકેશન હોય કે પછી ઉનાળા નું વેકેશન...મામા ના ઘરે ન જઈએ ત્યાં સુધી વેકેશન અધૂરું કેહવાય.મામી જોડે કરેલી વાતો ,નિધિ દી અને મીરા જોડે કરેલી લેટ નાઈટ મસ્તી,ક્યારેક ઝઘડીએ પણ છીએ પરંતુ મારા માટે જીવન જીવવાનું બેસ્ટ સ્થળ એટલે મામા નું ઘર...જ્યાં ખરેખર એવું લાગે કે ખાલી જીવી નથી રહ્યા પણ જિંદગી ને માણી રહ્યા છીએ...મામા નો પ્રેમ મારા નસીબ માં થોડા સમય માટે જ હતો પણ મારા મામી એ એમની કમી ક્યારેય વર્તવા જ નથી દીધી...મારા ઘર કરતાં પણ વધારે મને મામા ના ઘરે ગમે છે ... એવું નથી કે રોજ એક ની એક જગ્યા એ રહી ને કંટાળીએ એટલે બીજી સારુ જ લાગે...પણ મારા મામા નું ઘર છે જ એવી જગ્યા ...ગમે તેટલા મોટા થઈ જઈએ પણ મામા નું ઘર ન ભૂલી શકાય..શું કહેવું તમારું?

Read More

ઠંડી છે...શોધી રહી છું.. તાપણું 🔥
કોઇ તો મળે આટલા માં આપણું 🤌🏻

" શોધ "

~એક સારા જીવન ની...
અને જીવન માં ભાગ ભજવતા લોકો ની..

~super speed માં ભાગતા સમય ની...
અને આ સમય માં સાથ આપતા લોકો ની...
~શોધ...એક સારા સમય ની...
તો ક્યારેક સારા માર્ક્સ ની..
~શોધ...એક ન દેખાતી આશા ની...
અને આ આશા ને જીવતી રાખનાર લોકો ની...
~શોધ...શાંત મન અને સ્વસ્થ તન ની ...
અને એનું સંભાળ રાખનાર લોકો ની...
~શોધ...એક સારા પ્રસંગ ની ...
અને પ્રસંગ માં ઘટનાર યાદો ની...
~શોધ...યાદો માં ભાગ ભજવનાર લોકો ની..
અને યાદો તાજા રાખનાર લોકો ની...
~શોધ...મારી અને મારા હાસ્ય ની...
અને મને પાછી શોધનાર લોકો ની..

~શોધ..એક સારા જીવન ની ...
અને જીવન માં ભાગ ભજવતા લોકો ની...

Read More