આજની યુવા પેઢી બ્રાન્ડેડ વસ્તુઓની શોખીન બની ગઈ છે, પણ શું આપણું શરીર, આપણું સત્ય, આપણો પ્રેમ અને આપણું કરુણાવૃત્તિ - આ બધું પણ તો આપણી પોતાની અનમોલ બ્રાન્ડ નથી? કેમ આપણી પોતાની જ બ્રાન્ડ નું અમૂલ્ય નથી જાણતા?
બીજાના નામના લેબલ લગાવવા માટે આપણે પોતાની બ્રાન્ડનું નામ કેમ ભૂલી જઈએ છીએ?
પોતાની આ બ્રાન્ડને પણ એટલું જ મહત્ત્વ આપો - કારણ કે એની કિંમત કોઈ માપી શકતું નથી, અને એ જ આપણી સાચી સંપત્તિ છે, એની કિંમત કોઈ ભરપાઈ નથી કરી શકતું.