અઢળક અવઢવ નો ખુલાસો આપે છે બે કપ ચા,
મનમાં થતાં અનેક ઉત્પાત નું શમણ છે બે કપ ચા.
જીંદગી ની એકલતામાં ઉમંગ આપે છે બે કપ ચા.
ખરાં સમયે સંબંધ સાચવી જાય છે બે કપ ચા.
દુશ્મનને પણ આમંત્રણે દોસ્તીનો પૈગામ આપે છે બે કપ ચા.
મનની કડવાશ મટાડી જીવનમાં મીઠાશ ભરી આપે છે બે કપ ચા.
જીંદગીની ભાગદોડમાં વિસામો આપે છે બે કપ ચા
એકલતાનું રહે એકાંત તો સાથ આપે છે એક કપ ચા.