કોઈ કહે કે નજરના જામ છલકાય છે
આંખો પાછળની દુનિયા ક્યાં સમજાય છે!
નજરથી નજર મળે ને હોંઠ મલકાય છે
આ કેવો દગો મળે ને સૂટકેસમાં પૂરાય છે
ન સમજાય આ આંખોની દુનિયા મને
હ્રદયમાં ભાવ છે? એ પણ ક્યાં સમજાય છે!
હ્રદયમાં લાગણી હોવા છતાં મુંજાઈ જાવ છું
આંખો પાછળની દુનિયા ક્યાં સમજાય છે!
કોઈ કહે કે ધન વૈભવ, પ્રેમમાં જરૂરી નથી
આંખોં પાછળની દુનિયા ક્યાં સમજાય છે!
હોંઠ કંઈક કહે, નજરમાં હોય ધન વૈભવ
આવી લાલચુ દુનિયા હવે ક્યાં સમજાય છે!
- કૌશિક દવે
- Kaushik Dave