એક જ અરમાન હરિવર પૂરું કરી દે.
છું માનવ તો માનવતા મારામાં ભરી દે.
આયખું નાનું પડે ક્યારેક સમજવામાં,
અધૂરપ પૂરવા માનવજન્મ મને ફરી દે.
તારી કૃપા લેખું કે તારી યાદ સતાવે છે,
જીવન જીવવાની રીત હોય જે ખરી દે.
ધન્યતા અનુભવું કામ માનવતાના કરી,
એકાદ વાર અજમાવી તારા જેવો કરી દે.
નથી માંગવું કોઈની પાસે કશુંએ મુજને,
એક જ અભિલાષા નીરખું આંખ નરી દે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.