બંધન ગણી જેને જગે સ્ત્રીએ સહી છે,
એ આબરૂ એની, જે પાલવમાં રહી છે.
દીવાલ ઊભી હોય ભલે ઘરની ચોપાસ,
નજર તો એની આભની પેલે પાર ગઈ છે.
સંજોગની સામે કદી ઝૂકી નથી વેદનાં,
મર્યાદામાં રહીને પણ લડતી રહી છે.
નથી એ રમકડું કોઈના હાથો તણી હવે,
પોતાની દુનિયા એણે જાતે જ રચી છે.
કહે છે જગત એને કે અબળા છે બિચારી,
જુઓ તો એની ભીતર કેટલી તાકાત ભરી છે.
નથી હોતી એ કેવળ ચાર દીવાલોની કેદી,
સંસાર આખો એના થકી જ તો ગતિ કરે છે.
'સાગર ન સમજશો એને ઓછી ક્યારેય,
મર્યાદામાં રહીને પણ એણે હદ વટાવી છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹