Ceasefireને લઈ ઘણા સવાલ છે અને અલગ અલગ મત છે. એમાના કેટલાક 👇
-ભારત કોઈ ત્રીજાની મધ્યસ્થીના પક્ષમાં નહોતું તો પછી જયશંકર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કેવી રીતે કરી દીધી? રિપોર્ટસ્ પ્રમાણે પાકિસ્તાનના DGMOએ અમેરિકાને પહેલા ફોન કર્યો અને બાદમાં અમેરિકાએ ભારત સાથે વાત કરી પણ એના માટે શરૂઆત કોણે કરી હતી એ વાત તો સ્વાભાવિક રીતે અમેરિકાએ નથી કરી. જે અમેરિકાએ પહેલા કહ્યું કે It’s none of our business તો પછી એણે આટલી મહેનત કેમ કરી?
- જો હવે પાકિસ્તાન આતંકી હુમલો કરશે તો શું થશે? સીઝફાયર પર પાકિસ્તાનનો રેકોર્ડ ખરાબ રહ્યો છે એના પર વિશ્વાસ કેવી રીતે કરવો?
- ભારતે પાકિસ્તાન પર સૈન્ય અને અસૈન્ય કાર્યવાહી કરી પણ તેનાથી કોઈ રાજકીય કે રણનીતિક લાભ થયો કે નહીં એ સવાલ ભવિષ્યના ઈતિહાસ પર આપણે છોડી દીધો છે: જનરલ વીપી મલિક, પૂર્વ સેના પ્રમુખ
- ભારતનો ઈરાદો પાકિસ્તાનને આતંકવાદ પર જવાબ આપવાનો હતો અને તે ઓપરેશન સિંદુર અંતર્ગત આપવામાં આવ્યો. Full fledged યુદ્ધનો ઈરાદો હતો જ નહીં. એમાં ખુબ મોટી જાનહાની અને નુકસાન થયું હોત. 1971 અને હાલની સ્થિતિ અલગ છે: શશિ થરૂર
-સીઝફાયર સ્વાગત યોગ્ય પણ દર વખતે આતંકમાં આપણે જીવ ગુમાવતા રહીએ એ રીત હવે નહીં ચાલે. આ ત્રીજી વાર થયું, હવે પાકિસ્તાનને આવી કોઈ તક નહીં મળે: જનરલ મનોજ નરવણે, પૂર્વ સેનાધ્યક્ષ
- આપણી સેનાને થોડો વધુ સમય અપાયો હોત તો પાકિસ્તાન ઘૂંટણીયે હતું જ, એક મજબુત હથોડો મારવાની જરૂર હતી: SP વૈદ, પૂર્વ DGP, જમ્મુ, કાશ્મીર
- બધું જ આપણી ફેવરમાં હતું, એવુ કરી શક્યાં હોત જે પાકિસ્તાન સદીઓ સુધી યાદ રાખત. ઓપરેશન સિંદુરના 3 જ દિવસમાં જ આપણે બઢત મળ્યા બાદ પાછા પગલા ભર્યા, પહેલા પણ આપણે આવુ કરી ચૂક્યાં છીએ: બ્રહ્મા ચેલાની, સ્ટ્રેટેજીક નિષ્ણાંત
#ceasefire #IndiaPakistanConflict #IndiaPakistanTension