આંખો બંધ કરવાથી વર્તમાનનું દ્રશ્ય થોડીવાર માટે અદ્રશ્ય થઈ જાય...
પણ ઊંડે પડેલી સ્મૃતિઓ આળસ મરડી ને બેઠી થાય એનું શું....
કઈક ને નકારવા માટે પહેલા અવકારેલું પણ હોવું જોઈએ...
અને કઈક ભૂલવા માટે અવિસ્મરણ્ય ક્ષણ પણ જીવાઇ ગયેલ હોવી જોઈએ...
પ્રયત્નો ખાલી કઈક યાદ રાખવા કે ભૂલવા માટેના ક્યાં કોઈ દિવસ હોય છે...
પ્રયત્નો તો લાગણીઓની ભરતી ઓટ ને ઝીલવાંના હોય છે....
સમુદ્ર શાંત હોય ત્યારે એને નિહાળવો ગમે,લહેરો ને લહેરોને સ્પર્શીને માણવો ગમે...
અને એ જ જ્યારે ધૂંધવાટ સાથે ઊંચા મોજા ઉછાળે ત્યારે ડર પણ જન્માવે...
એક ની હયાતી બીજા ની ગેરહાજરી માત્ર હોય છે...
બાજુ ગમે પસંદ કરો પણ સિક્કો તો બંને બાજુ સાથે રાખી ને જ ચાલે છે...