સમય નું મહત્વ
આપણે બધાં જ આજકાલ ની જિંદગીમાં દોડી રહ્યા છે..
૨૪ કલાક પણ આપણને ઓછા પડે એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે...
સમય ની સાથે દોડવું જોઇએ..નહિતર આપણે પાછળ રહી જઈએ અને સમય આગળ નીકળી જાય...
જો સમય આગળ નીકળી ગયો તો આપણા હરીફો આપણાથી આગળ નીકળી જશે અને આપણે પાછળ રહી જઈશું..
પણ આ આગળ નીકળવાના ચક્કર માં સમય આપણને તેના ચક્રવ્યૂહ માં ફસાવે છે...
તમારી પાસે તમારી માટેનો સમય કેટલો આમાંથી?
તમારી પાસે તમારી માટે જ સમય નથી તો બીજા માટે સમય ક્યાંથી લાવશો તમે?
તમારી સાથે જે જીવે છે જે તમને મહત્વ આપે છે, એનો પણ તમારા સમય માં હક છે..
જ્યારે બે વ્યક્તિ એકસાથે જિંદગી પસાર કરે છે ને તો તે એકબીજાનું બધું જ વહેંચે છે,, સુખ, દુઃખ, ખુશી , લાગણી, ગુસ્સો, બધું જ...
પણ અત્યાર નાં આ સમય માં આપણે સમય વહેચવાનું ભૂલી ગયા છે... એ વ્યક્તિ સમય પણ વહેંચે છે તમારી સાથે...
બસ આપણે જ એટલા વ્યસ્ત છે life માં કે એ સમય નીકળી જાય છે આપણા હાથમાંથી...
આપણે એવું જ વિચારીએ છે કે અત્યારે પૈસા કમાવાની ઉંમર છે..સાથે સમય પસાર કરવા તો આંખી જિંદગી છે ને...
પણ માણસ એ નથી સમજતો કે જે વસ્તુ અને સમય ૨૫-૩૫ વર્ષ ની ઉમર માં હશે તે ૫૦ વર્ષ પછી કેવું હશે?
અને કદાચ સમય પસાર કરવા માટે વ્યક્તિ જ નઈ હોય તો શું કરશો?
તમારી ગમતી વ્યક્તિ તમારો સમય માંગે છે.... એ સમય માં જીવાયેલી ક્ષણો માંગે છે...
અફસોસ કરવા માટે પછી સમય હશે પણ કદાચ વ્યક્તિ..!!????''!!