સ્વાભિમાન
આકાશને સ્પર્શેએમ મસ્તક હંમેશા ઉંચુ રહે.
હૃદયમાં પ્રગતિની જ્વાળા ધગધગતી રહે,
, ધરતી પર મજબુતીથી ઊભા રહે કદમ મારાં
સત્યના સંગાથમાં ચાલે અડગ વિશ્વાસ મારો રહે.
અન્યાય આગળ કદી ના ઝુકે મારું મસ્તક.
સ્વાભિમાનની જ્યોતિ સમાન ઝળકે મારી યશ કિર્તી.
ગર્વ મને મારી જાત પર, મારી ઓળખથી જીવું છું
હું મુક્ત પંખી છું , મારી શોભાથી નિખારુ જીવન.
આશા નથી,નથી કોઈની લાચારી, નથી ભય કેરું નામ,
મારું જીવન છે મારું પોતાનું સ્વાભિમાન.
દરેક પડકારને, વેદનાં હસીને સ્વીકારે,
મારી હિંમતથી, મેં જીત્યું જગત છે.